મૌલિક ધમેચા, અમદાવાદ: શહેરમાં આવતી કાલે એટલે કે 14મી જુલાઈના રોજ અષાઢી બીજે 141મી રથયાત્રા નિકળનારી છે.રથયાત્રાની સુરક્ષાના પગલે ચુસ્ત બંદોબસ્ત કરવામાં આવી રહ્યો છે. રથયાત્રામાં કાયદો વ્યવસ્થાની જાળવણી માટે સૌપ્રથમ વાર ઈઝરાયલી ડ્રોન ગાર્ડ સિસ્ટમ ટેકનોલોજીનો ઉપયોગ કરાશે.
શનિવારે અમદાવાદમાં નીકળનારી ભગવાન જગન્નાથની 141મી રથયાત્રાની તૈયારીઓ તેના અંતિમ તબક્કામાં છે, ત્યારે રથયાત્રા દરમિયાન કોઈ અનિચ્છીયનીય બનાવ ન બને તે માટે રાજ્ય સરકારે સઘન આયોજન કર્યું છે. આ રથયાત્રા પર હાઈ-ટેક હથીયારો, ડ્રોન, બોમ્બ ડિસ્પોઝલ સ્ક્વોડ, સીસીટીવી કેમેરા સહિતથી સુસજ્જ સુરક્ષાકર્મીઓ દ્વારા સતત ચાંપતી નજર તો રહેશે ત્યારે સૌ પ્રથમ વખત રથયાત્રામાં રથની સાથો સાથ રસ્તાઓ પર ચાલતા લાખો શ્રદ્ધાળુઓની સુરક્ષા માટે ઈઝરાયલ એરોસ્પેસ ઈન્ડસ્ટ્રીઝ નિર્મિત ડ્રોન ગાર્ડ સીસ્ટમનો ઉપયોગ કરવાનું નક્કી કર્યું છે.
જેમાં આધુનિક રડાર ટેકનોલોજીના ઉપયોગ દ્વારા આ સિસ્ટમ ડ્રોન સહિતના લૉ-ફ્લાઈંગ ઓબ્જેક્ટને શોધી કાઢવા સક્ષમ છે. ડ્રોન ગાર્ડ સીસ્ટમ મલ્ટીપલ સેન્સરના ઉપયોગથી ઓછી ઊંચાઈએ ઉડતા ધીમા ટાર્ગેટને શોધી તેનું મેપ ઉપર વિઝ્યુલાઈઝેશન દર્શાવે છે અને મોબાઈલ એલર્ટ ઉત્પન્ન કરે છે, જેથી જોખમી ડ્રોન ફ્લાઈંગને અટકાવી શકાય. આ સીસ્ટમ અડેપ્ટીવ જામીંગ સિસ્ટમથી સજ્જ છે, જે તેના ડીટેક્શન અને આઈડેન્ટીફીકેશન સેન્સર સાથે મળીને અથવા સ્વતંત્ર રીતે ઓપરેટ થઈ શકે છે. જામીંગ એ ડ્રોનને પોતાના પોઈનટ ઓફ ઓરીજીન પરત કરીને અથવા ક્રેશ-લેન્ડીંગ કરાવીને ડ્રોન-ફ્લાઈટ અટકાવી દે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે