Home> Gujarat
Advertisement
Prev
Next

Ravindra Jadeja ની પત્ની લડશે ચૂંટણી, ભાજપે હાલના ધારાસભ્યની ટિકીટ કાપી મુક્યો વિશ્વાસ

Ravindra Jadeja wife, BJP List for Gujarat Elections: ભારતીય ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની રીવાબા ભાજપની ટિકીટ પરથી વિધાનસભાની ચૂંટણી લડશે. તેમને જામનગર (નોર્થ) થી પાર્ટીએ ટિકીટ આપી છે.

Ravindra Jadeja ની પત્ની લડશે ચૂંટણી, ભાજપે હાલના ધારાસભ્યની ટિકીટ કાપી મુક્યો વિશ્વાસ

Gujarat Assembly Election 2022: ગુજરાતમાં યોજનારી વિધાનસભા ચૂંટણી માટે ભાજપે પોતાની પહેલી યાદી ગુરૂવારે જાહેર કરી દીધી છે. ગુજરાત ભાજપના પ્રભારી અને કેન્દ્રીય મંત્રી ભૂપેન્દ્ર યાદવે ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે. ભારતીય સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજાની પત્ની રિવાબાને પણ ટિકીટ આપવામાં આવી છે. તે જામનગર (નોર્થ) સીટ પરથી ચૂંટણી લડશે. ખાસ વાત એ છે કે ભાજપે હાલના ધારાસભ્યની ટિકીટ કાપીને આ સીટ પર રીવાબા પર વિશ્વાસ મુક્યો છે. 

fallbacks

BJP માંથી જ હાલના ધારાસભ્ય
આ સીટ પરથી ભાજપના ધારાસભ્ય જ ધમેન્દ્રસિંહ જાડેજા છે જેમણે વર્ષ 2017 ની ચૂંટણીમાં કોંગ્રેસના ઉમેદવારને 40 હજારથી વોટથી હરાવ્યા હતા. ભાજપે આ વખતે ધમેન્દ્ર સિંહના બદલે રીવાબા પર વિશ્વાસ મુક્યો છે. ગુજરાતના હાલના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ઘાટલોડિયા સીટ પરથી ટિકીટ આપી છે. પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણી અને વરિષ્ઠ નેતા ભૂપેન્દ્ર ચૂડાસમાએ વિધાનસભાની ચૂંટણી ન લડવાની જાહેરાત કરી દીધી છે. તમને જણાવી દઇએ કે ગુજરાત ચૂંટણી 2022 ના પરિણામ 8 ડિસેમ્બરના રોજ હિમાચલ પ્રદેશની ચૂંટણીના પરિણામો સાથે જાહેર કરવામાં આવશે. 

મની પ્લાન્ટથી વધુ અસર બતાવે છે આ છોડ, આ દિશામાં લગાવતાં જ તિજોરી પણ પડશે નાની

1995 થી હારી નથી ભાજપ
બીજેપી ગુજરાતમાં પોતાનો કિલ્લો બચાવી રાખવા માટે પ્રધાનમંત્રી નરન્દ્ર મોદીના જાદૂ પર વિશ્વાસ કરી રહી છે. ખાસ વાત એ છે કે ભાજપે 1995 થી ગુજરાતની તમામ વિધાનસભા ચૂંટણી જીત્યા છે. 1995 પહેલાં સુધી ગુજરાતને કોંગ્રેસનો ગઢ કહેવામાં આવતો હતો. 

IRCTC Tour: અંદમાન-નિકોબાર ટાપુઓ પર જવાનો બનાવો પ્લાન, આ ટૂર પેકેજમાં કરવો બુકિંગ!

રવિન્દ્ર જાડેજા પણ કરશે ચૂંટણી પ્રચાર? 
એવું માનવામાં આવી રહ્યું છે કે રવિન્દ્ર જાડેજા પણ પોતાને પત્ની માટે ચૂંટણી પ્રચારમાં યોગદાન આપી શકે છે. તે હાલ ઇજાના કારણે ટીમ ઇન્ડીયામાંથી બહાર છે. 33 વર્ષના ઓલરાઉન્ડરે એશિયા કપમાં ભાગ લીધો હતો. તે ઓગસ્ટ 2022 બાદથી ભારતીય ટીમમાંથી બહાર છે. તેમણે ટી20 વર્લ્ડકપ માટે પસંદ કરવામાં આવ્યા હતા પરંતુ છેલ્લી ઘડીએ તેમને ઇજા પહોંચી છે. 

આ પણ વાંચો: ઇંડાના નામે તમે પણ પ્લાસ્ટિક અને કેમિકલ તો નથી ખાતા ને! અસલી ઇંડાને આ રીતે ઓળખો
આ પણ વાંચો: Wife શબ્દનો અર્થ જાણો છો તમે? લાંબી છે આ નામની કહાની
આ પણ વાંચો: 100 રૂપિયામાં110km દોડશે આ બાઇક, કિંમત બસ 61 હજાર રૂપિયા, ફીચર્સ પણ જોરદાર
આ પણ વાંચો:
 BSNL ના શાનદાર પ્લાન લોન્ચ,સિંગલ રિચાર્જમાં 1 વર્ષ Free અનલિમિટેડ Calling અને Data
આ પણ વાંચો: એક જ વીડિયોમાં ઘણીવાર ઉપ્સ મોમેંટનો શિકાર બની શમા સિકંદર, પડદાએ બચાવી 'લાજ'

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More