Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદને કબ્જે કરવાની હતી તૈયારી? પોલીસે એવા આરોપીને પકડ્યો કે તમે પણ ચોંકી ઉઠશો

દાણીલીમડામાં ગેગસ્ટર બનીને બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ 7થી વધુ ગુના નોંધાયા છે. જો કે ચોંકાવનારી બાબત છે કે, આ આરોપી પોતાની જાતને ડોન સમજતો હતો. આગળ જતા સમગ્ર અમદાવાદને તાબે કરવાનું સપનું સેવતો હતો. આ વ્યક્તિના CCTV દ્રશ્યોમાં દાદાગીરીના દ્રશ્યો કેદ થયા હતા. ખુદને ગેંગસ્ટર અને વિસ્તારનો ડોન કહેતો આ આરોપી અઝીઝુરહેમાન ઉર્ફે મામૂ ઉર્ફે બાપુ સૈયદ છે. જેને એક બિલ્ડર પાસેથી ₹10 લાખની ખંડણી માંગી હતી. 30 હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી. ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનું કામ કરતા બિલ્ડરની ભારત ટેડર્સની ઓફિસમાં ઘૂસીને આરોપીએ ₹10 લાખની ખંડણી માંગી હતી.

અમદાવાદને કબ્જે કરવાની હતી તૈયારી? પોલીસે એવા આરોપીને પકડ્યો કે તમે પણ ચોંકી ઉઠશો

મૌલિક ધામેચા/અમદાવાદ : દાણીલીમડામાં ગેગસ્ટર બનીને બિલ્ડર પાસેથી ખંડણી ઉઘરાવનાર આરોપીની પોલીસે ધરપકડ કરી. આરોપી વિરુદ્ધ 7થી વધુ ગુના નોંધાયા છે. જો કે ચોંકાવનારી બાબત છે કે, આ આરોપી પોતાની જાતને ડોન સમજતો હતો. આગળ જતા સમગ્ર અમદાવાદને તાબે કરવાનું સપનું સેવતો હતો. આ વ્યક્તિના CCTV દ્રશ્યોમાં દાદાગીરીના દ્રશ્યો કેદ થયા હતા. ખુદને ગેંગસ્ટર અને વિસ્તારનો ડોન કહેતો આ આરોપી અઝીઝુરહેમાન ઉર્ફે મામૂ ઉર્ફે બાપુ સૈયદ છે. જેને એક બિલ્ડર પાસેથી ₹10 લાખની ખંડણી માંગી હતી. 30 હજાર રૂપિયાની ઉઘરાણી કરી હતી. ઘટનાની વાત કરીએ તો દાણીલીમડામાં બિલ્ડિંગ કન્સ્ટ્રકશનનું કામ કરતા બિલ્ડરની ભારત ટેડર્સની ઓફિસમાં ઘૂસીને આરોપીએ ₹10 લાખની ખંડણી માંગી હતી.

fallbacks

બકરૂ કાઢતા ઉંટ પેઠુ: 3 કરોડની લોન માટે વેપારીએ ગાંઠના 11 લાખની છેતરપિંડી આચરી

આરોપીએ ખુદને વિસ્તારનો ગેંગસ્ટર છે તેમ કહીને ધમકી આપી કે જો ઇમરાન રસિડેન્સીની સ્કીમમાં ટોરેન્ટ પાવરનું કનેકશન કાઢીને તેનું વીજ ચોરીનું કનેક્સન નહિ લે તો તેની સાઈડ તોડાવી દેશે. એટલું જ નહિ બિલ્ડરના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપીને ખંડણીની ઉઘરાણી કરીને ₹30 હજાર પડાવી લીધા હતા. આ ઘટનાને લઈને દાણીલીમડા પોલીસે આરોપી અઝીઝુરહેમાનની ધરપકડ કરી છે. આરોપી અઝીઝુરહેમાનએ વીજ ચોરી કરીને કનેકશન આપવાનું તો દબાણ કરીને ખંડણી માંગી. પરંતુ જ્યારે ફરિયાદી દુબઇ ગયા ત્યારે તેના ગોડાઉનના વીડિયો બનાવીને બ્લેકમેલ પણ કર્યા હતા. આરોપી ગુનાહિત ઇતિહાસ ધરાવે છે.

SURAT માં અમદાવાદને પણ ટક્કર મારે તેવો 3904 કરોડનાં ખર્ચે રિવરફ્રંટ બનાવાશે

પાલડી, ગાંધીનગર, ગુજરાત યુનિવર્સિટી, કાગડાપીઠ અને દાણીલીમડા વિસ્તારમાં અનેક ગુના નોંધાયા છે. એટલું જ નહીં તેને પાસા પણ કરવામાં આવી હતી. પરંતુ ખુદને મોટો ગેંગસ્ટર સમજતો આરોપીને કાયદાનો ડર ના હોય તેમ ખુલ્લેઆમ ખંડણીની ઉઘરાણી કરતો હતો. પરંતુ ફરી દાણીલીમડા પોલીસે આ ખંડણીખોરને કાયદાનું ભાન કરાવ્યું હતું. મહત્વનું છે કે, અમદાવાદના કુખ્યાત ગેંગસ્ટરની જેમ ગેંગસ્ટર બનવા માંગતા અઝીઝુરહેમાનને પોલીસે જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. આ કુખ્યાત આરોપી કોઈ મોટા ગુનાને અંજામ આપે તે પહેલાં જ પોલીસે તેની વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More