અર્પણ કાયદાવાલા, અમદાવાદઃ તો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશને ચોમાસા પહેલા પ્રિ-મોન્સુન પ્લાન તૈયાર કર્યો છે, આ પ્લાનમાં અનેક મોટા મોટા વચનો અને દાવા કરાયા છે. પણ આ દાવા ખરેખર સાચા પડશે?...અધિકારીઓ અને પદ્દાધિકારીઓ આશ્વાસનનો વરસાદ કરી રહ્યા છે પણ વરસાદ પહેલા શહેરની સ્થિતિ સાવ બત્તર છે. અમદાવાદમાં ખાડાઓનું સામ્રાજ્ય છે જે ચોમાસામાં અકસ્માતને ખુલ્લુ આમંત્રણ છે...ઝી 24 કલાકના રિયાલીટી ચેકમાં AMCની કામગીરીની પોલ ખુલી...જુઓ રિયાલિટી ચેકનો આ ખાસ અહેવાલ...
અમદાવાદ શહેર ચોમાસાને વધાવવા તૈયાર છે, પરંતુ શું અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખરેખર તૈયાર છે?...AMCએ પ્રિ-મોન્સૂન પ્લાન સાથે મોટા-મોટા દાવા કર્યા છે કે , પાણી નહીં ભરાય, અને જો ભરાશે તો ત્વરિત નિકાલ થશે... લાખો રૂપિયાનો ખર્ચ, મોટા વચનો, પરંતુ શહેરની હાલત જુઓ... ખાડાઓનું સામ્રાજ્ય, ચોમાસાની ધમકી, અને AMCના દાવાઓની પોલ ખુલ્લી...
ઝી 24 કલાકની ટીમે જ્યારે શહેરનું રિયાલિટી ચેક કર્યું, ત્યારે AMCના દાવાઓની પોલ ખુલી ગઈ. પ્રિ-મોન્સૂન પ્લાનની બડાઈઓ હવામાં ઉડી ગઈ... વાસણા, નારણપુરા, બોપલ, સેટેલાઇટ સહિત દરેક જગ્યાએ ખાડાઓનો કબજો... સવાલ એ છે કે આટલી મોટી કામગીરી ચોમાસાની ધમાકેદાર એન્ટ્રી પહેલાં કેમ શરૂ થાય છે?.
આ પણ વાંચોઃ ખુદ સાંસદે જ લાંચિયા અધિકારીનો કર્યો પર્દાફાશ, ક્લાસ-2 કક્ષાના અધિકારીએ માગી લાંચ
AMCની બેઠકોમાં પ્રિ-મોન્સૂન પ્લાનની ચર્ચા થાય છે, 67,000થી વધુ કેચપીટની સફાઈના દાવા થાય છે, પરંતુ રસ્તાઓ પરની હકીકત કંઈક અલગ જ કહાની કહે છે. રૂ. 3 કરોડથી વધુનો ખર્ચ સ્ટોર્મવોટર ડ્રેનેજ માટે મંજૂર થયો, પરંતુ કામ ચોમાસા બાદ શરૂ થશે..શું આ નગરજનો સાથે મજાક નથી?...
શું આ નગરજનો સાથે મજાક નથી?
ચોમાસું દરવાજે ટકોરા મારી રહ્યું છે, અને આ ખાડાઓ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહ્યા છે. AMCના મોટા-મોટા વચનો અને લાખોના ખર્ચનો પ્લાન શું ફક્ત કાગળ પર જ રહેશે?... શહેરીજનોનો સવાલ સરળ છે કે, જો પ્રિ-મોન્સૂન પ્લાન આટલો ભવ્ય છે, તો શહેરમાં આ ખાડાઓનું સામ્રાજ્ય કેમ?
AMCનો લાખોના ખર્ચનો પ્લાન શું ફક્ત કાગળ પર જ રહેશે?
અમદાવાદના નગરજનો હવે AMC પાસે જવાબ માંગે છે. ચોમાસું આવે તે પહેલાં આ ખાડાઓ ભરાશે, કે પછી ફરી એકવાર શહેર ખાડાવાદ બની જશે?...અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સામે સવાલોનો પહાડ ઊભો છે. શું આ ચોમાસામાં શહેરીજનોને રાહત મળશે, કે ફરી એકવાર પાણી અને ખાડાઓની મુસીબત ભોગવવી પડશે?
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે