મોરબી : મોરબીના ધારાસભ્ય બ્રિજેશ મેરજાએ રાજીનામુ આપ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ અને ટંકારાના ધારાસભ્ય લલીત કગથરા અને કોંગ્રેસી હોદ્દેદારો એકત્ર થયા હતા. તમામ હોદ્દેદારોએ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મેરજાએ કરેલા દ્રોહ સામે કોંગ્રેસી કાર્યકરોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. કોંગ્રેસી કાર્યકર્તાઓ અને આગેવાનોનો આરોપ છે કે અમારી મહેનત પર મેરજાએ પાણી ફેરવી દીધું છે.
સુરત: 3 વર્ષમાં સુરતનાં ઉત્તર ઝોનમાં જ ડોઢ કરોડનો દારૂ ઝડપાયો, પોલીસે કર્યો નાશ
કોંગ્રેસી કાર્યકર્તાઓનાં આરોપ છે કે, મેરજાએ સેંકડો પ્રજાજન, પાર્ટી, પાર્ટીના કાર્યકર્તાઓ અને હોદ્દેદારો તમામ સાથે દ્રોહ કર્યો છે. જો કે અમે એક દ્રોહી ધારાસભ્ય ગયો તેના કારણે ખુશ છીએ. કોંગ્રેસી કાર્યકર્તાઓ દ્વારા આ ખુશી વ્યક્ત કરવા માટે ફટાકડા ફોડીને ઉજવણી પણ કરવામાં આવી હતી. એકબીજાને મીઠાઇ ખવડાવવામાં આવી હતી.
સુરત: કોર્પોરેટરની બર્થડે પાર્ટીમાં સેંકડો લોકો થયા એકત્ર, ચાર કોરોના પોઝિટિવ આવતા હડકંપ
જો કે બીજી તરફ કાર્યકર્તાઓ દ્વારા હોદ્દેદારોને એકત્ર કરીને તેમની હાજરીમા જ મેરજાના કાર્યાલય પરથી કોંગ્રેસનું બોર્ડ ઉતારી લેવામાં આવ્યું હતું. જ્યારે મેરજાની તસ્વીરો ઉતારીને તોડી ફોડી નાખવામાં આવી હતી. અત્રે ઉલ્લેખીય છે કે, કોંગ્રેસી ધારાસભ્યોનાં રાજીનામાને કારણે ભારે રોષ જોવા મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે