પ્રશાંત ઢીવરે/સુરત: સુરતના કતારગામ નાની વેડ વિસ્તારમાં રફ્તારનો કહેર સામે આવ્યો છે. પુરઝડપે આવી રહેલા કાર ચાલકે સ્ટિયરિંગ પરથી કાબુ ગુમાવતા ફાર્મ હાઉસના ગેટ સાથે કાર ભટકાવી હતી. ઘટના સીસીટીવીમાં કેદ થતા વાયરલ થયા હતા. વાયરલ વિડીયોના આધારે સિંઘણપોર પોલીસે તપાસના ધમધમાટ શરુ કર્યા છે.
ગુજરાતમા કઈ તારીખ સુધી પડશે વરસાદ? ઓક્ટોબરમાં ભયંકર વાવાઝોડું દેખાડશે ભયાનક દ્રશ્યો!
સુરતના નાની વેડ વિસ્તારમાં આવેલ સેવન થ્રી ગાર્ડન ફાર્મ ના ગેટ પર ફોર્ચ્યુનર કાર પુરઝડપે આવી ભટકાઈ હતી.કાર ચાલકે બેફામ ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હતો.જે ઘટના સીસીટીવી માં કેદ થઇ હતી.કાર ચાલાક એક્સિડન્ટ કરીને ભાગી ગયો હતો જેમાં કાર નવસારી પારસિંગ ની હોવાનું સામે આવ્યું છે.
સુરતના રસ્તાઓ પર બેફામ કાર ચાલકો...! ગણતરીની સેકન્ડમાં કાર ચાલક અકસ્માત સર્જી ફરાર#surat #RoadAccident #accident #ZEE24KALAK #CCTV pic.twitter.com/WeKWFiPRAn
— Zee 24 Kalak (@Zee24Kalak) September 20, 2023
હે ભગવાન ગુજરાતમાં શું થવા બેઠું છે? સરકારી હોસ્પિટલમાં સફાઈકર્મીઓ પાસે કરાવાય છે PM
સમગ્ર ઘટના બાબતે સેવન 3 ગાર્ડન ફાર્મ ના માલિક મનસુખ કાકડિયાએ જણાવ્યું હતું કે, કાર ચાલાક ધડાકાભેર અથડાયો હતો, ત્યારબાદ તે આવીને માફી માંગી રહ્યો હતો અને નુકશાનીનો ખર્ચ આપવાની વાત કરી હતી. જોકે ઘટના રાત્રીના સમયે ઘટી હતી. જે વખતે એ રોડ પર કોઈ વ્યક્તિ આવન જાવન કરી રહ્યું ન હતું. જોકે કાર ચાલાક નશામાં હતો કે કેમ તે દિશામાં સિંગણપોર પોલીસે સીસીટીવી કબ્જે કરી વધુ તપાસ હાથ ધરી છે.
રાજકોટમાં હાર્ટએટેક બન્યો જીવલેણ! એક દિવસમાં 3 વ્યક્તિઓના મોતથી પરિવારમાં ઘેરો શોક
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે