કેતન જોશી/અમરેલી: સમગ્ર એશિયામાં ગુજરાતમાં ગીરના જંગલામાં જ એશિયાઇ સિંહ વસવાટ કરે છે. પરંતુ કેટલીક વાર આ સિંહોમાંથી કેટલાક સિંહો ટ્રેનની અકસ્માતે મોત થાય છે. હાલમાંજ અમરેલી પાસે ટ્રેન નીચે આવી જતા ત્રણ જેટલા સિંહોના મોત થયા હતા.
10 દિવસ પહેલા ગીરના જંગલ નજીક અમરેલી પાસે ત્રણ સિંહોના ટ્રેનની નીચે આવીને મોત થયા હતા. ત્યાર બાદ ગુજરાત સરકરે આ વિસ્તારમાંથી પસાર થતી પૈસેન્જર અને ગુડ્સ ટ્રેનની ગતિ ઓછી કરવામાં આપવાનું સૂચન આપવામાં આવ્યું છે. તેનું પાલન કરતા આજે જ ટ્રેનના ટ્રેક પર બેઠેલા સિંહને ટ્રેનના ડ્રાયવરની સર્તર્કતાને કારણે બચાવી લેવામાં આવ્યા છે.
આ પહેલા પણ આવી ઘટનાઓ સામે આવી હતી. જેમાં સિંહોના ટ્રેનની ટક્કર વાગતા મોત થયા હતા. જો આ અંગે સતર્કતા રાખવામાં આવે તો આ પ્રકરાના અકસ્માતથી થતા સિંહોના મોતને બચાવી શકાય છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે