બ્રિજેશ દોષી, ગાંધીનગરઃ રાજ્યભરમાં કોરોના પ્રોટોકોલની સાથે 26મી જાન્યુઆરીએ પ્રજાસત્તાક પર્વની ઉજવણી થવાની છે. આ વખતે ગીર સોમનાથ જિલ્લામાં રાજ્યકક્ષાના પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવામાં આવશે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને રાજ્યપાલ આચાર્ય દેવવ્રત ગીર સોમનાથ ખાતે ધ્વજવંદન કરશે.
કોરોનાની ગાઇડલાઇન સાથે થશે ઉજવણી
રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરૂઆત થઈ ગઈ છે. આ વચ્ચે સરકારે કોરોના પ્રોટોકોલ સાથે પ્રજાસત્તાક પર્વની ઉજવણી કરવાનો નિર્ણય લીધો છે. મુખ્યમંત્રી ગીર સોમનાથમાં હાજર રહેશે તો અન્ય મંત્રીઓ પણ જુદા-જુદા જિલ્લામાં હાજર રહેવાના છે. કોરોનાને લીધે સિમિત લોકોની હાજરીમાં પ્રજાસત્તાક પર્વની ઉજવણી થશે.
કયા મંત્રી કયા જિલ્લામાં
રાજેન્દ્ર ત્રિવેદી આણંદમાં
જીતુ વાઘાણી રાજકોટમાં
ઋષિકેશ પટેલ અમદાવાદમાં
પુરણેશ મોદી બનાસકાંઠામાં
રાઘવજી પટેલ પોરબંદરમાં
કનુભાઇ દેસાઇ સુરતમાં
કિરીટસિંહ રાણા ભાવનગરમાં
નરેશ પટેલ વલસાડમાં
પ્રદીપ પરમાર વડોદરામાં
અર્જુન સિંહ ચૌહાણ પંચમહાલમાં
આ પણ વાંચોઃ રાજ્યના વરિષ્ઠ નાગરિકો મુશ્કેલીના સમયે આ નંબર પર કરે ફોન, સરકારે લોન્ચ કરી હેલ્પલાઇન
રાજયકક્ષાના મંત્રીઓ
હર્ષ સંઘવી ગાંધીનગરમાં
જગદીશ પંચાલ મહેસાણામાં
બ્રિજેશ મેરજા જામનગરમાં
જીતુ ચૌધરી નવસારીમાં
મનીષા વકીલ ખેડામાં
મુકેશ પટેલ તાપીમાં
નિમિષાબેન સુથાર છોટાઉદેપુરમાં
અરવિંદ રૈયાણી જૂનાગઢમાં
કુબેર ડીંડોર સાબરકાંઠામાં
કીર્તિસિંહ વાઘેલા કચ્છમાં
ગજેન્દ્રસિંહ પરમાર ભરૂચમાં
આરસી મકવાણા અમરેલીમાં
વિનોદ મોરડીયા બોટાદમાં
દેવા માલમ સુરેન્દ્રનગરમાં ધ્વજવંદન કરશે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે