Home> Gujarat
Advertisement
Prev
Next

ભરતસિંહ સોલંકીની રંગરેલિયા પર પત્ની રેશમા પટેલનો ઘટસ્ફોટ, પિતાના નિધન બાદ બેલગામ થયા છે...

Reshma Patel Allegation : ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકીએ વીડિયોમાં કહ્યું કે, આ વીડિયોના માધ્યમથી હું ગુજરાત કોંગ્રેસના હિતમાં સત્ય કહેવા માંગું છું. ગુજરાતની જનતા એક અવાજમા બોલી રહી છે કે, જે ખુદનો પરિવાર સંભાળી ન શક્યા, તે કોંગ્રેસનો પરિવાર શું સંભાળશે

ભરતસિંહ સોલંકીની રંગરેલિયા પર પત્ની રેશમા પટેલનો ઘટસ્ફોટ, પિતાના નિધન બાદ બેલગામ થયા છે...

અમદાવાદ :ભરતસિંહ સોલંકીના પત્ની રેશ્મા સોલંકીએ ફરી એકવાર ભરતસિંહ સોલંકી પર આરોપ લગાવ્યો છે. તેમણે વીડિયોના માધ્યમથી રાહુલ ગાંધી સમક્ષ પોતાની વ્યથા ઠાલવી છે. તેમણે વીડિયોમાં કહ્યું કે, જે પરિવાર ન સંભાળી શક્યા તે કોંગ્રેસ શુ સંભાળશે. માધવસિંહના અવસાન બાદ બેલગામ થઈ ગયા છે. મારી સાથે ખરાબ વર્તન કર્યું. બે પાટીદાર યુવતીઓ સાથે લગ્ન કર્યા પછી બંન્નેને ડિવોર્સ આપી દીધા હતા. 24 વર્ષની યુવતી સાથે ઘરમાં હાફ પેન્ટ પહેરેલા અને રંગરેલીયા કરતાં પકડાયા હતા. 

fallbacks

ભરતસિંહ સોલંકીના પત્ની રેશમા સોલંકીએ વીડિયોમાં કહ્યું કે, આ વીડિયોના માધ્યમથી હું ગુજરાત કોંગ્રેસના હિતમાં, તમારે મારા પતિ ભરત સોલંકી, જે ગુજરાત કોંગ્રેસના સર્વ સત્તાધીશ નેતા છે, તેમના વિશે સત્ય કહેવા માંગું છું. ગુજરાતની જનતા એક અવાજમા બોલી રહી છે કે, જે ખુદનો પરિવાર સંભાળી ન શક્યા, તે કોંગ્રેસનો પરિવાર શું સંભાળશે. ભરતસિંહ સોલંકી તેમના પિતા માધવસિંહ સોલંકીના અવસાન બાદ બેલગામ થઈ ગયા છે. તેમને મારી સાથે તો ખરાબ વ્યવહાર કર્યો, પરંતું પોતાની સગી બહેનો અને ભાઈઓ સાથે પણ તેમનો અણબનાવ છે. ગુજરાત મહિલા કોંગ્રેસની અનેક મહિલાઓ ભરત સોલંકીથી પીડિત છે. 

આ પણ વાંચો : રાજકોટની ગરિમા લજવતા બે કિસ્સા, ચાલુ ક્લાસ વિદ્યાર્થી-વિદ્યાર્થીનનું આલિંગન, અને બીજો તો ખતરનાક છે... 

રેશમા સોલંકીએ કહ્યું કે, મારી સાથે પરિણીત હોવા છતાં 69 વર્ષની ઉંમરના ભરત સોલંકી પોતાનાથી 47 વર્ષ નાની ઉંમરની એક દીકરીના ઘરમાં હાફ પેન્ટ પહેરીને રાતે રંગરેલિયા મનાવતા પકડાયા. જેનો લાઈવ વીડિયો સમાચારોમાં વ્યાપક રીતે ફેલાયો. શરમથી પાણી થયેલા ભરત સોલંકીએ આખરે જાહેર કર્યું કે, થોડા મહિના કોંગ્રેસથી દૂર રહેશે, છતાં હાઈ કમાન્ડે કોઈ એક્શન ન લીધા. જ્યારે કે કોંગ્રેસથી દૂર રહેવાનો નિર્ણય ખુદ એમનો હતો, તેમનુ કન્ફેશન હતું. 

આ પણ વાંચો : વિશ્વનાથ વાઘેલાનું યૂથ કોંગ્રેસના પ્રમુખ પદેથી રાજીનામું, પક્ષ પર લગાવ્યા ગંભીર આરોપ, કહ્યું-1.70 કરોડ આપ્યા પછી મને પદ મળ્યું 

બે પાટીદાર યુવતીઓ સાથે લગ્ન કરીને બાદમાં તેમને છોડી દેવું. બંનેને ડિવોર્સ આપીને હવે માત્ર 24 વર્ષની ઉંમરની યુવતી સાથે ત્રીજા લગ્ન કરવાની ઈચ્છા તેમણે પ્રેસ કોન્ફરન્સમાં જાહેર કરી હતી. ગુજરાત કોંગ્રેસમાં અને ખાસ કરીને મહિલા કોંગ્રેસમાં ભરત સોલંકીનુ કેરેક્ટર કેવુ છે તે બધા જાણે છે. આજકાલ ભરતભાઈ સોલંકી કોંગ્રેસના રાજકીય ક્ષેત્રમાં એવું કહી રહ્યાં છે કે, તેમનું મારી સાથે સમાધાન થઈ ગયું છે, આ બિલકુલ ખોટું છે. તમે જ જણાવો, આવા કોંગી નેતાન સ્ટેજ પર બેસીને કોંગ્રેસને ગુજરાતમાં જીત કેવી રીતે મળશે? મારું ભવિષ્ય તો ઈશ્વના હાથમાં છે, પરંતું કોંગ્રેસનું ભવિષ્ય તમારા હાથમાં છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More