Home> Gujarat
Advertisement
Prev
Next

એક ઝાટકે નિવૃત્ત પ્રિન્સિપાલે જીવનભરની કમાણી ગુમાવી! વીજબિલ ભરવાનું કહી ગઠિયાઓએ કર્યો 'કાંડ'

યુજીવીસીએલના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ફરીયાદીનું વીજ બિલ બાકી હોવાનું કહીને એકાઉન્ટમાં રહેલ 70 લાખ પૈકી રૂપિયા 68 લાખ 46 હજાર બરોબર ઉપાડી લીધા. 

એક ઝાટકે નિવૃત્ત પ્રિન્સિપાલે જીવનભરની કમાણી ગુમાવી! વીજબિલ ભરવાનું કહી ગઠિયાઓએ કર્યો 'કાંડ'

મૌલિક ધામેચા/અમદાવાદ: બોપલ વિસ્તારમાં રહેતા નિવૃત્ત આચાર્યની જીવનભરની કમાણી માત્ર ગણતરીના દિવસોમાં જ ઠગબાજો છેતરપિંડી કરી ખંખેરી લઈ ગયા. યુજીવીસીએલના કર્મચારી તરીકે ખોટી ઓળખ આપી ફરીયાદીનું વીજ બિલ બાકી હોવાનું કહીને એકાઉન્ટમાં રહેલ 70 લાખ પૈકી રૂપિયા 68 લાખ 46 હજાર બરોબર ઉપાડી લીધા. જે મામલે અમદાવાદ ગ્રામ્ય પોલીસની ટીમ અને સાયબર પોલીસે બિહારથી ત્રણ આરોપીની ધરપકડ કરી છે.

fallbacks

ગરમીએ વધુ પાંચનો ભોગ લીધો! બોટાદના કૃષ્ણ સાગર તળાવમાં મોટી દુર્ઘટના, પરિવારમાં શોક

વિરમગામ તાલુકાની ગ્રાન્ટેડ શાળામાં નોકરી કરીને નિવૃત્ત થયેલ આચાર્ય સાથે રૂપિયા 68 લાખ 76 હજારની છેતરપિંડી થઈ. નિવૃત્ત આચાર્ય સાથે સાયબર ફ્રોડસ્ટરો દ્વારા વોટ્સએપ પર મેસેજ કરીને UGVCLના કર્મચારી તરીકેની ખોટી ઓળખ આપી વીજળીનું બિલ બાકી હોવાનુ કહી છેતરપીંડી કરી. 

'શાંતિ સે દરવાજા બંધ કર લે, ચિલ્લાનાં મત નહિ તો તેરે ભાઈ ઔર તુજે જાન સે માર ડાલુંગા'

જોકે ફરિયાદીએ ગુગલ પેના માધ્યમથી પહેલાથી બિલ ભરી દીધું હોવા છતાં બિલ ન ભરાયું હોવાનું કહીને કાપી નાખવાની ધમકી ફ્રોડસ્ટરોએ આપી યોનો એપ અને એનિ ડેસ્ક 'ડાઉનલોડ કરાવીને માત્ર ચાર દિવસોમાં તબક્કાવાર ₹68,76,000 પડાવી લીધા હતા. જેથી નિવૃત્ત આચાર્યનો પગાર સહિત નિવૃત્તિના લાભ પેટે મળેલ રકમ પણ આરોપીઓ દ્વારા ખંખેરી લેવામાં આવી જેથી આચાર્યની નિસહાય બની ચૂક્યા હતા.

જો પ્રજાના કામ સમયસર નહીં થાય તો ગુજરાતમાં પણ થશે કર્ણાટકવાળી!

ઘટનાની ગંભીરતાને જોતા પોલીસે LCB અને સાઇબર પોલીસની મદદથી આરોપી અને પકડવા માટે કવાયત શરૂ કરી અને ત્રણ આરોપીઓની બિહારમાંથી ધરપકડ કરી. જ્યારે આ કેસમાં વોન્ટેડ આરોપી રાજીવ ચૌધરી અને સંદીપકુમાર ચૌધરીએ હજુ ફરાર છે જેમને શોધવા માટે પોલીસ કામ કરી રહી છે. જોકે આ કેસનો મુખ્ય આરોપી દ્વારા બિહારમાં આધાર કાર્ડ કેન્દ્ર ચલાવતા 16 જેટલા સંચાલકોના ખાતામાં ફરિયાદી પાસેથી છેતરપિંડી ઘરેને મેળવેલ રકમ જમા કરાવી હતી એટલે કે 16 ખાતામાં અલગ અલગ રકમ જમાં થતી હતી.

કર્ણાટકની નહીં ગુજરાતની રણનીતિની હાર : મહિનો અડીંગા નાખનાર ભાજપના નેતાઓની ચૂપકીદી

હાલ તો પોલીસે જે આરોપીઓન એકાઉન્ટમાં રૂપિયા ચાર લાખ જેટલી રકમ જમા થઈ હતી તેવા જ આરોપી પકડ્યા છે. પરંતુ પોલીસે આરોપીઓ પાસે મોબાઇલ, લેપટોપ સહિત આધાર કાર્ડ અને સીમકાર્ડ જપ્ત કરી ફ્રોડસ્ટરોને ઝડપી લેવા પ્રયત્નો હાથ ધર્યા છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More