ઉદય રંજન, અમદાવાદ: ન્યુ રાણીપના નિવૃત શિક્ષકે કેનાલમાં પડીને મોતને વહાલું કર્યું. પ્રેમ લગ્ન કરીને આવેલી પુત્રવધુના ત્રાસને કારણે આત્મહત્યા કરી હોવાનું જાણવા મળી રહ્યું છે. સાબરમતી પોલીસે પુત્રની ફરિયાદને આધારે મૃતકની પુત્રવધુ અને તેની બહેન તથા ભાઇ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. મૃતકે આત્મહત્યા પહેલા પુત્રવધુના ત્રાસનો વોટ્સએપ મેસેજ કર્યો હતો.
આ પણ વાંચો:- કોરોનાને કાબુમાં લેવા શહેરોથી ગામડા સુધી રેપિડ એક્શન ટીમ કાર્યરત, મહાઅભિયાનની શરૂઆત
ન્યુ રાણી દેવભૂમિ સોસાયટીમાં રહેતા દેવેન્દ્ર ઓઝાએ અડાલજ કેનાલમાં પડીને આત્મહત્યા કરી લીધી છે. મૃતકે આત્મહત્યા પહેલા એક વોટ્સએપ મેસેજ કર્યો હતો. જે મેસેજમાં પોતાની પુત્રવધુ અને ભાઇના ત્રાસને કારણે પોતે આત્મહત્યા કરી રહ્યાં છે. દીકરાના સાસરિયાનો માનસિક ત્રાસથી પોતે કંટાળી ગયા હોવાનો એક પિતાએ વોટ્સએપ મેસેજ દ્વાર રજૂ કરી હતી. જે મેસેજને પુરાવા તરીકે પોલીસે મેળવીને પુત્રની ફરિયાદ નોંધી અને પુત્રવધુ ભૂમિકા પ્રજાપતિ સહિતના પરિવારના લોકો સામે આત્મહત્યા દુષ્પેરણાનો ગુનો નોંધી વધુ તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો:- સાધુના વેશમાં લૂંટતી ટોળકીનો પર્દાફાશ, 37 ગુના કબૂલ્યા
વર્ષ 2020ના માર્ચમાં રોહન ઓઝા અને ભૂમિકા પ્રજાપતિના પ્રેમ લગ્ન થયા હતા. જ્યારે પ્રેમ લગ્ન થયા ત્યારે રોહનના પરિવારના લોકો ઇન્કાર કરી રહ્યાં હતા. ત્યારબાદ રોહન અને ભૂમિકા પોતાના ઘરે રહેવા જતા રહ્યાં એ સમય દરમિયાન ભૂમિકાના પિતા કોરોના પોઝિટિવ આવતા રોહન પણ પોઝિટિવ થયો હતો. આ વાત રોહનના પરિવારને ખબર પડતા રોહનને પોતાના ઘરે બોલાવી લેવામાં આવ્યો હતો.
આ પણ વાંચો:- વિકૃત ચોરની કરતૂત, મોબાઈલ ચોરી કર્યા બાદ પ્રિન્સીપાલની મહિલા મિત્રોને અશ્લીલ મેસેજ મોકલ્યાં
તે સમય દરમિયાન ભૂમિકાના પિતાનું અવસાન થયું હતું અને આ જ કારણે ભૂમિકાને તેના સાસરિયામાં ઝગડો શરૂ થયો હતો અને ભૂમિકા પ્રજાપતિએ છુટાછેડા માટે દબાણ કરવા લાગી હતી. સસરાને માનસિક ત્રાસ આપતી હતી. ફરિયાદી રોહન દેવેન્દ્ર ભાઇ ઓઝાએ પોતાની પત્ની ભૂમિકા પ્રજાપતિ અને સાસુ અને સાળા બ્રિજેશ પ્રજાપતિની સામે ફરિયાદ નોંધાવી છે.
આ પણ વાંચો:- અમદાવાદ શ્રીકાર વર્ષા: મેઘરાજાની તોફાની બેટિંગના પગલે સર્વત્ર જળબંબાકાર
પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું કે, ભૂમિકા પ્રજાપતિએ શારીરિક બીમારી હતી જે છુપાવી હતી. જેને લઇને પણ સાસરિયામાં ઝગડા થઇ રહ્યાં હતા અને ભૂમિકા વારંવાર સાસરિયાને જેલમાં નખાવી દેવાની ધમકી આપતી હતી. જેના કારણે માનસિક ત્રાસથી નિવૃત શિક્ષક દેવેન્દ્ર ઓઝાએ આત્મહત્યા કરી લીધી હતી. ત્યારે સાબરમતી પોલીસે ભૂમિકા સહિતની શોધ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે