ઝી બ્યુરો/રાજકોટ: રાજકોટના લાંચિયા ઈન્ચાર્જ ચીફ ફાયર ઓફિસર અનિલ મારૂ કેસમાં સૌથી મોટો ખુલાસો થયો છે. લાંચિયા અનિલ મારુંની ભરતી પ્રક્રિયા શંકાના દાયરામાં હોવાનું સામે આવ્યું છે. જી હા ભરતી સમયે લાંચિયા અનિલ મારુંની ઉંમર 25ની જગ્યાએ 22 વર્ષની હોવાનું ખૂલ્યું છે. 3 જૂન 2024એ ભુજ ઓડિટ વિભાગે લાંચિયાની ભરતી પ્રક્રિયા અને પ્રમોશન મુદ્દે તપાસ કરવા માટે પત્ર લખ્યો હતો.
ગુજરાતમાં ફરી એક્ટિવ થયો દુષ્કર્મી આસારામ! તિરંગા યાત્રાની આડમાં કરાયો પ્રચાર
જો કે વર્ષ 2015થી લાંચિયા અનિલ મારુંને કાયમી કરવામાં આવ્યા હતા અને ચાલુ વર્ષે જ આગકાંડ પછી અનિલ મારુંની રાજકોટ મનપા ખાતે બદલી કરવામાં આવી હતી. સૌથી મોટી અને મહત્વની વાત એ છે કે ધોરણ-12 પાસ અનિલ મારુંને ક્લાસ- 1 ઓફિસરનો હોદ્દો અપાયો. ભુજ પંથકના મોટા નેતાના ઈશારે અનિલ મારુંની ભરતી કરાયાની ચર્ચાએ જોર પકડ્યું છે. અનિલ મારુંના ભાઈ-ભાભી પણ લાંચના કેસમાં ACBના હાથે ઝડપાઈ ચૂકયા છે.
અ'વાદથી મુંબઈ જતી ડબલ ડેકર ટ્રેનમા દુર્ઘટના! 7 ડબ્બા છૂટા પડ્યા, મુસાફરોના જીવ અધ્ધર
રાજકોટના લાંચિયા ચીફ ફાયર ઓફિસર અનિલની ભરતી ગેરકાયદેસર રીતે થઇ હોવાનો ખુલાસો થયો છે. માત્ર 12 પાસ અનિલ મારૂ ક્લાસ 1 ઓફિસર બની ગયો હતો. ભરતી સમયે અનિલ મારૂની ઉંમર 25ની જગ્યાએ 22 વર્ષ હોવા છતાં ભરતી કરાઇ હતી.
Ambalal Patel: આ ઘાતક આગાહીને કારણે લોકોમાં ફફડાટ!! ગુજરાતમાં શું થશે એ મોટી ચિંતા?
અત્રે ઉલ્લેખનીય છે કે, 2015થી અનિલ મારૂને કાયમી કરાયો હતો. ભુજ પંથકના મોટા માથાઓને ઇશારે ભરતી કરાઇ હોવાની ચર્ચાએ જોર પકડ્યું છે. અનિલ મારૂના ભાઇ-ભાભી પણ ACBના સંકજામાં આવી ચૂક્યા છે. રાજકોટ TRP અગ્નિકાંડ બાદ મારૂની રાજકોટમાં બદલી કરાઇ હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે