Gondal Ribda Firing Anirudhsinh Jadeja : ગોંડલના રીબડા ખાતે પેટ્રોલપંપ ખાતે ફાયરીંગ કેસમાં કુખ્યાત હાર્દિકસિંહ જાડેજા આખરે ઝડપાયો છે. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા તેને કેરળથી ઝડપી પાડવામાં આવ્યો છે.
અગાઉ રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ઈરફાન ઉર્ફે સીપા કુરેશી, અભિષેક કુમાર અગ્રવાલ, પ્રાંશુ કુમાર અગ્રવાલ તેમજ વિપિનકુમાર જાટ સહિતના વ્યક્તિઓની ધરપકડ કરવામાં આવી હતી. સ્ટેટ મોનીટરીંગ સેલ દ્વારા આજે આ કેસમાં વધુ માહિતી જાહેર કરવામાં આવશે.
થોડા દિવસ પહેલા ફાયરિંગ કરનારા પકડાયા હતા
રાજકોટ પોલીસે ઈરફાન ઉર્ફે શિપા કુરેશી, અભિષેક પવન જીંદલ, પ્રાન્શુંકુમાર પવન જીંદલ અને વિપીનકુમાર જાટની ધરપકડ કરાઈ હતી. સાથે જ ફાયરિંગ સમયે ઉપયોગમાં લેવામાં આવેલ બાઇક અને હથિયાર પોલીસે કબ્જે કર્યું હતું. આરોપી વિપિન કુમાર જાટને ફાયરિંગ કરવાનાના 5 લાખ જ્યારે અભિષેક પવન જીંદલ અને પ્રાન્શુંકુમાર પવન જીંદલને 1-1 લાખ રૂપિયા આપવાનું નક્કી થયું હતું.
ગુજરાતમાં 2 લાખ નવા સસ્તા મકાન બનશે, કોને મળશે અને અરજી કરવા આ રહી A To Z માહિતી
અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર 20 જુલાઈના રોજ રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર આવેલા બે જેટલા બુકાની ધારી વ્યક્તિઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી હતી. સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા 38 વર્ષીય જાવેદ ખોખર દ્વારા બીએનએસ ની કલમ 109, 54 તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો હતો.
હાર્દિકસિંહે કબૂલ્યો હતો ગુનો
ત્યારે સમગ્ર મામલે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યુ હોવાની કબુલાત આપવામાં આવી હતી. હાર્દિકસિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જુદી જુદી સ્ટોરી અપલોડ કરી અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે રાજદીપ સિંહ જાડેજાના ઘર પર નહીં પરંતુ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લેવામાં આવી હતી. સાથે જ રાજકોટ ખાતે પીન્ટુ ખાટડીના નિવાસ્થાન પાસે તેના માણસો દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાનો વિડીયો પોતાના instagram આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો હતો.
વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના વડાની પાટીદાર સમાજને મોટી અપીલ : ત્રણથી ચાર બાળક પેદા કરો
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે