Home> Gujarat
Advertisement
Prev
Next

ગોંડલમાં નવી વોર શરૂ : યુવકે ફેંક્યો પડકાર, અનિરુદ્ધસિંહ આ તો ટ્રેલર હતું, હવે જુઓ હું શું કરું છું...!

Gondal Ribda Firing : રાજકોટના રિબડામાં અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા રાજદીપસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ... અંગત અદાવતમાં હાર્દિકસિંહ જાડેજાએ ફાયરિંગ કરાવ્યોનો કર્યો ખુલાસો... સોશિયલ મીડિયા પર પોસ્ટ મુકી ફાયરિંગની કબૂલાત કરી...
 

ગોંડલમાં નવી વોર શરૂ : યુવકે ફેંક્યો પડકાર, અનિરુદ્ધસિંહ આ તો ટ્રેલર હતું, હવે જુઓ હું શું કરું છું...!

Gondal Ribda Firing Anirudhsinh Jadeja જયેશ ભોજાણી/ગોંડલ : ગોંડલના રીબડાના લડાઈ હવે એક અલગ પ્રકારની લડાઈ બની ગઈ છે. અંગત અદાવતમા બદલા લેવાના ઈરાદે હાર્દિકસિંહ જાડેજાએ અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજા પર ફાયરિંગ કરાવ્યાનો ખુલાસો કર્યો. 

fallbacks

અનિરુદ્ધસિંહ જાડેજાના ભત્રીજાના પેટ્રોલ પંપ પર ફાયરિંગ
રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના રીબડા ગામ ખાતે આવેલા પેટ્રોલ પંપ ઉપર ગુરુવારના રોજ રાત્રિના 1:00 વાગ્યાના અરસામાં મોટરસાયકલ પર આવેલા બે જેટલા બુકાની ધારી વ્યક્તિઓ દ્વારા એક રાઉન્ડ ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની ઘટના સામે આવી છે. સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર મામલે ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે રીબડા પેટ્રોલ પંપ ખાતે ફિલરમેન તરીકે પ્રાઇવેટ નોકરી કરનારા 38 વર્ષીય જાવેદ ખોખર દ્વારા બીએનએસ ની કલમ 109, 54 તેમજ આર્મ્સ એક્ટની કલમ હેઠળ બે અજાણ્યા વ્યક્તિઓ વિરુદ્ધ ગુનો નોંધાવવામાં આવ્યો છે. 

પોલીસને આપેલી ફરિયાદમાં જાવેદ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, અજાણ્યા માણસો પાસે જયરાજસિંહ ટેમુભા જાડેજા ગોંડલ વાળાએ ( Ex MlA Gondal ) ફાયરિંગ કરાવ્યું હોવાની મને શંકા છે. 24 જુલાઈ 2025 ના રોજ રાત્રિના 1:00 વાગ્યા આસપાસ અચાનક જ ઓફિસના કાચ ઉપર ફાયરિંગ થયું હતું. જેથી કાચ તૂટી ગોળી અંદર આવી હતી. તેમજ ઓફિસમાં રહેલા મંદિરના ખૂણા ઉપર લાગતા મંદિરનો લાકડાનો ટુકડો તૂટી નીચે પડી ગયો હતો. બંને અજાણ્યા માણસોની ઉંમર 25 થી 30 વર્ષની અને મધ્યમ બાંધાના હોવાનું જણાઈ આવ્યું હતું. 

અમદાવાદના મિની બાંગ્લાદેશને એકઝટકે સાફ કરનાર જીએસ મલિક નવા મોરચે એક્શન મોડમાં આવ્યા

હાર્દિકસિહ જાડેજાએ લીધી જવાબદારી 
ત્યારે સમગ્ર મામલે હાર્દિકસિંહ જાડેજા નામની વ્યક્તિ દ્વારા ફાયરિંગ કરાવવામાં આવ્યુ હોવાની કબુલાત આપવામાં આવી છે. હાર્દિકસિંહ જાડેજા દ્વારા પોતાના ઇન્સ્ટાગ્રામ આઈડી ઉપર જુદી જુદી સ્ટોરી અપલોડ કરી અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે રાજદીપ સિંહ જાડેજાના ઘર પર નહીં પરંતુ પેટ્રોલ પંપ ઉપર ફાયરિંગ કરાવ્યું હોવાની જવાબદારી લેવામાં આવી છે.

તો સાથો સાથ રાજકોટ ખાતે પીન્ટુ ખાટડીના નિવાસ્થાન પાસે તેના માણસો દ્વારા રેકી પણ કરવામાં આવી હોવાનો વિડીયો પોતાના instagram આઈડી ઉપર અપલોડ કરવામાં આવ્યો છે. ત્યારે હાલ રાજકોટ ગ્રામ્યના લોકલ ક્રાઈમ બ્રાન્ચ, સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ, ગોંડલ તાલુકા પોલીસ સ્ટેશનની ટીમ દ્વારા હાર્દિક સિંહ જાડેજાની શોધખોળ હાથ ધરવામાં આવી છે. સૂત્રોમાંથી મળતી વિગતો અનુસાર હાર્દિકસિંહ જાડેજા અગાઉ હત્યાના બનાવમાં પણ પોલીસ ચોપડે ચડી ચૂક્યો છે. 

ફાયરિંગની જવાબદારી હાર્દિકસિંહ જાડેજા નામના વ્યક્તિ દ્વારા લેવામાં આવી છે. અગાઉ રાજદીપસિંહ જાડેજા તેમજ પીન્ટુ ખાટડી સહિતના સાથે થયેલી અદાવતના કારણે ફાયરિંગ કરવામાં આવ્યું હોવાની કબૂલાત કરી. ઈન્સ્ટાગ્રામ આઇડીમાં સ્ટોરી અપલોડ કરી ફાયરિંગ કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું. હાર્દિકસિંહ જાડેજા ઘણા સમયથી રાજકોટ ખાતે રહેતો હોવાનું સામે આવ્યું. 

ગુજરાતના 75 લાખ પરિવારોને ઓગસ્ટ મહિનો ફળશે, સરકારે કરી મહત્વની જાહેરાત

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More