Home> Gujarat
Advertisement
Prev
Next

VIRAL VIDEO: ધારાસભ્ય રિવાબાએ કહ્યું; 'સાંસદ પૂનમ માડમે મને ભાન વગરની કીધી, પછી હું કંઈ...'

ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબાએ મેયર અને સાંસદનો જાહેરમાં ઉઘડો લઈ લીધો છે. વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય રિવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ બોલાચાલી મુદ્દે ખુલાસો કર્યો છે. 

VIRAL VIDEO: ધારાસભ્ય રિવાબાએ કહ્યું; 'સાંસદ પૂનમ માડમે મને ભાન વગરની કીધી, પછી હું કંઈ...'

ઝી બ્યુરો/જામનગર: ગુજરાતના જામનગરમાં 'મારી માટી, મારો દેશ કાર્યક્રમ'માં રીવાબા બગડતાં જાહેરમાં ભાજપની ફજેતી થઈ છે. ક્રિકેટર રવિન્દ્ર જાડેજાની પત્ની અને જામનગરના ધારાસભ્ય રિવાબાએ મેયર અને સાંસદનો જાહેરમાં ઉઘડો લઈ લીધો છે. ચાલુ કાર્યક્રમમાં જ MLA રિવાબા જાડેજા મેયર બીનાબેન કોઠારી પર લાલઘુમ થઈ ગયા હતા. વીડિયો વાયરલ થયા બાદ ધારાસભ્ય રિવાબા જાડેજાનું નિવેદન સામે આવ્યું છે. તેઓએ બોલાચાલી મુદ્દે ખુલાસો કર્યો છે. 

fallbacks

એ બા બગડ્યા... સાંસદ પૂનમ માડમની ધૂળ કાઢી નાખી, ભાજપની યાદવાસ્થળીનો જાહેરમાં ભવાડો

જોકે, આ મામલામાં સાંસદ પૂનમ માડમે દરમિયાનગીરી કરતા રિવાબા જાડેજાએ સાંસદ પૂનમ માડમ પર પણ ગુસ્સો ઠાલવ્યો હતો. ધારાસભ્ય રિવાબાએ પૂનમ માડમને કહ્યું હતું કે, 'સળગાવવા વાળા તમે જ છો એટલે હવે ઠારવાનો પ્રયાસ ન કરો'. આ દરમિયાન શહેર ભાજપ પ્રમુખ વિમલ કગથરાએ ધારાસભ્ય રિવાબા જાડેજાને સમજાવવાનો પ્રયાસ કર્યો હતો. આ ઘટનાનો વીડિયો વાયરલ થયો છે. 

રિવાબાએ જાહેરમાં સંભળાવ્યું ઈલેક્શન સમયે બહુ જોઈ લીધું તમારું વડીલપણું

રિવાબા અને પુનમ માડમ વચ્ચેના વિવાદનું મુખ્ય કારણ
હવે આ મામલામાં રિવાબાએ ખુલાસો કરતા જણાવ્યું છે કે, સાંસદે આ કાર્યક્રમમાં જાહેરમાં ટિપ્પણી કરી કે આવા કાર્યક્રમમાં પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ પણ બૂટ કાઢતા નથી, પરંતુ કેટલાંક ભાન વગરના લોકો ઓવરસ્માર્ટ બનીને ચંપલ કાઢીને ઉભા રહે છે. શહીદોને શ્રદ્ધાંજલિ પ્રસંગ હતો એવા સમયે મે ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપી, એવા સમયે સાંસદની ટિપ્પણીથી મારા આત્મસન્માનને ઠેસ પહોંડનારી હતી. શહીદોને શ્રદ્ધાજલિ અર્પણ કરતી વખતે તેમની જે આ ટિપ્પણી હતી તે મને માફક ન આવી અને મારે ન છૂટકે તેમને જવાબ આપવો પડ્યો. 

જ્યારે સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે તમે ચંપલ કાઢીને શહીદોને શ્રદ્ધાંજલિ આપો ત્યારે પાર્ટી ઠપકો આપે કે શાબાસી આપે, તમે જ જણાવો...શ્રદ્ધાંજલિની વાત થતી હોય અને સેલ્ફ રિસ્પેક્ટની વાત આવે ત્યારે હું નહીં સામાન્ય નાગરિક પણ વિચારે કે એમાં ખોટું શું કર્યું છે.

અંબાલાલની ભુક્કા બોલાવે તેની આગાહી! કહ્યું આ તારીખથી તૈયાર રહેજો, વારો પાડશે વરસાદ

એક વીડિયો સામે આવ્યો
જામનગરમાં મારી માટી મેરો દેશ કાર્યક્રમમાં ભાજપના જ બે મહિલા વચ્ચે રકઝક થઇ હોવાનું સામે આવ્યું છે. જેનો એક વીડિયો સામે આવ્યો છે. વીડિયોમાં મેયરના શબ્દો સાંભળી શકાય છે કે ‘તમે મેયર સાથે વાત કરો છો, તમે અહીંથી ચાલ્યા જાવ. તો બીજી તરફ MLA રિવાબાના શબ્દો પણ સાંભળી શકાય છે કે અમુક લોકોને ભાન નથી પડતી અને સ્માર્ટ બનવા જાય છે. સાંસદ પૂનમ માડમે પણ બંનેની રકઝકમાં દરમિયાનગીરી કરી મામલો થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો. જો કે તેમણે પણ રિવાબા જાડેજાના રોષનો સામનો કરવો પડ્યો હતો. 

ચંદ્રયાન-3 એ મહત્વનો પડાવ પાર કર્યો, પ્રોપલ્શન મોડ્યુલથી અલગ થયું વિક્રમ લેન્ડર

ભાજપમાં આંતરિક કલેશઃ
આ મામલો કેમ બગડ્યો એની વિગતો બહાર આવી નથી પણ ઓન કેમેરા આ ભવાઈને પગલે પાટીલે પણ આ મામલે વિગતો માગી છે. રિવાબા જાડેજા એટલા ગુસ્સામાં હતા કે એમને 2 ટર્મથી સાંસદ પૂનમબેનને પણ આડેહાથે જાહેરમાં લીધા હતા. આ ઘટના બાદ ભાજપ આ મામલે લીપાપોતી કરી રહ્યું છે પણ આ ઘટનાએ સાબિત કર્યું છે કે ભાજપમાં બધુ સમૂસૂતરું નથી. આ સ્થિતિ રહી અને દિલ્હી હાઈકમાન્ડ આ બાબતે એક્ટિવ ન થઈ તો લોકસભામાં ભાજપને આ મામલે અસર પહોંચશે. જોકે, આ મામલે સૂત્રો કહી રહ્યાં છે કે પૂનમબેન તો આ મામલે મધ્યસ્થી કરાવી રહ્યાં હતા જોકે, વીડિયો કંઈક અલગ કહી રહ્યાં છે. 

જો કોઇ 7 દિવસ દરરોજ દારૂ પીવે છે તો તેને આદત પડી જશે? આ રહ્યો જવાબ

શું હતો સમગ્ર મામલો?
રિવાબા જાડેજાએ સાંસદ પૂનમબેનને જાહેરમાં કકળાટ કરતાં હવે ચૂંટણી સમયેની નારાજગી જાહેરમાં આવી ગઈ છે. આ દર્શાવે છે કે માત્ર ગાંધીનગર જ નહીં જિલ્લા સ્તરે પણ ભાજપમાં સખડ ડખળ ચાલું છે. ત્રણ મોટા મહિલા નેતાઓ વચ્ચે થોડા સમય માટે શાબ્દિક યુદ્ધ છેડાતાં આ મામલો ભારે ચર્ચાનો વિષય બન્યો છે. ધારાસભ્ય દિવ્યેશ અકબરી, શહેર ભાજપ પ્રમુખ અને જિલ્લા પોલીસવડા દ્વારા મામલો થાળે પાડવામાં આવ્યો હતો. લાખોટા તળાવ પાસે જાહેર કાર્યક્રમમાં સમગ્ર ઘટના બની હતી. હવે ચૂંટણી સમયેનો કકળાટ જાહેરમાં આવતાં માંડ થાળે પડેલો મામલો ફરી ચર્ચામાં આવ્યો છે. જામનગર જિલ્લાની ઉત્તર બેઠક પરથી ભાજપના ધારાસભ્ય તરીકે ચૂંટાઈ આવ્યાં છે રિવાબા જાડેજા.

ગુજરાતીઓ આનંદો....હવે ગુજરાતીમાં પણ આપી શકાશે સરકારી નોકરી માટે પરીક્ષા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More