મૌલિક ધામેચા / અમદાવાદ: રિવરફ્રન્ટમાં બે માસ અગાઉ મહિલાની થયેલી હત્યા કેસનો ભેદ ઉકેલાયો છે. હત્યા કરનાર આરોપી હોમગાર્ડ જવાનની પોલીસે ધરપકડ છે. પ્રેમિકાની હત્યા કરીને આરોપીએ રિવરફ્રન્ટમાં મૃતદેહ ફેંક્યો હતો. અમદાવાદ માં ફરી એક વખત અનૈતિક સંબંધમાં થઈ હત્યા હતી. બે માસ પહેલા રિવરફ્રન્ટમાં હત્યા કરેલી હાલતમાં મળેલી મહિલાના મૃતદેહનો ભેદ ઉકેલીને ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરી હતી.
આરોપી હિતેષ શ્રીમાળીએ પોતાની પ્રેમિકા મનીષા ચૌધરીની હત્યા કરીને મૃતદેહ રિવરફ્રન્ટમાં ફેંકી દીધો હતો. પ્રેમિકા તેની સાથે સબંધ રાખવા દબાણ કરતી હતી. અને જો સંબંધ નહિ રાખે તો દુષ્કર્મની ફરિયાદ કરવાની ધમકી અને ₹10 લાખની માંગણી કરતી હતી. જેથી કંટાળી ને આરોપીએ પ્રેમિકાનો કાસળ કાઢવાનું ષડ્યંત્ર રચ્યું અને પ્રેમિકાને એક્ટિવા પર રીવરફ્રન્ટ ફરવા જવાનું કહીને પથ્થરથી માથું છુદીને હત્યા કરી હતી.
પકડાયેલો આરોપી હિતેષ શ્રીમાળી હોમગાર્ડમાં ફરજ બજાવે છે. અને શાહપુરમાં ગાજ બટનની દુકાન ચલાવે છે. આ દુકાનમાં મનીષા ચૌધરી નોકરી કરતી હતી. મનીષાનો પતિ હિતેન્દ્ર ચૌધરીના મોત બાદ તેને હિતેષ સાથે પ્રેમ સંબંધ હતો. છેલ્લા 5 વર્ષથી બનેં વચ્ચે સબંધ ચાલતો હતો. હિતેષ પરણિત હોવા છતાં મનીષા સાથે સંબંધ રાખતો હોવાથી તેની પત્ની અને મનીષા વચ્ચે ઝઘડા ચાલતા હતા.
Gujarat: આ હાઇવે બન્યો નશીલા પદાર્થોની હેરાફેરીનું હબ, અધધ..કિલો ઝડપાયો ગાંજો
આ દરમિયાન હિતેષ અન્ય સ્ત્રી સાથે પ્રેમ સંબંધ શરૂ કર્યો હતો. જેની જાણ મનીષાને થતા બન્ને વચ્ચે ઉગ્ર તકરાર થઈ અને મનીષાએ ધમકી આપતા આરોપીએ હત્યા કરી હતી. ત્રિકોણીય પ્રેમ સંબંધ અને અનૈતિક સંબંધનો કરુણ અંજામ આવ્યો હતો. હોમગાર્ડ જવાનને 3 સ્ત્રીઓ સાથે સબંધ રાખવો ભારે પડ્યો. અને હત્યા કેસમાં જેલ હવાલે પહોંચ્યો. હાલમાં ક્રાઇમ બ્રાન્ચે આરોપીની ધરપકડ કરીને વધુ પૂછપરછ શરૂ કરી છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે