Home> Gujarat
Advertisement
Prev
Next

આ ભોળા ચહેરા પર વિશ્વાસ ના કરતા! લગ્નના 10માં દિવસે લૂંટેરી દુલ્હન લાખો રૂપિયા લઈને છૂમંતર

Surat News:  રૂપિયા 2.21 લાખ આપી લગ્ન કર્યાના દસમા દિવસે લગ્નની માનતા પૂરી કરવાના બહાને લૂંટેરી દુલ્હન ભાગી જવા મામલે ગત 26 ફેબ્રુઆરીએ વરાછા પોલીસે ગુનો નોંધ્યો હતો. આ બનાવમાં યુવકને આઘાત લાગતા તેનું મૃત્યું થયું હતું. પોલીસે યુવકને દગો આપનાર લૂંટેરી દુલ્હનને ઝડપી પાડી છે. 

આ ભોળા ચહેરા પર વિશ્વાસ ના કરતા! લગ્નના 10માં દિવસે લૂંટેરી દુલ્હન લાખો રૂપિયા લઈને છૂમંતર

ચેતન પટેલ/સુરત: સુરતના માતાવાડી શ્રદ્ધા પેલેસમાં રહેતા પ્રકાશ હસમુખ પંડ્યાની પ્રથમ પત્ની ૨૦૦૭માં ગુમ થઇ ગઈ હતી. આ યુવકને એક પુત્રી હોઈ તેની દેખરેખ માટે બીજા લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. ગત નવેમ્બર- 2024માં પ્રકાશ પંડયા તેમના નાના ભાઈ ખુશાલ તથા વડોદરા ખાતે રહેતા કાકા જયસુખ પંડ્યા સાથે વડોદરા ગયા હતા. અહીં તેમને સીમા પટેલ નામની મહિલા મળી હતી. તેણે મુસ્કાન મરાવી નામની યુવતી બતાવી હતી. 

fallbacks

'PHD કરવી હોય તો નીચે સૂવું પડે છે', સૌરાષ્ટ્ર યુનિ.માં યુવતીનું શોકિંગ નિવેદન

લગ્ન માટે 2.21 લાખ પોતાને આપવાની વાત સીમા પટેલે કરી હતી. સીમા પટેલ, રમેશ વાડોદરીયા અને તેમનો સંબંધી મનીષ નામનો યુવક વરાછા આવ્યા હતા અને લગ્ન નક્કી કર્યા હતા. નવમી ડિસેમ્બર-૨૪એ ઘડિયા લગ્ન લેવાયા હતા અને સીમા પટેલ અને દલાલ રમેશ વાડોદરીયાને ૨.૨૧ લાખ રૂપિયા આપ્યા હતા. લગ્નના દસ દિવસ બાદ સીમાનો ફોન આવ્યો હતો અને લગ્નની બાધા પૂરી કરવા મુસ્કાનની જરૂર હોવાનું જણાવી તેને વડોદરા બોલાવી લીધી હતી. 

ગુજરાતમાં વરસાદ વચ્ચે પરેશ ગોસ્વામીની ચિંતાજનક આગાહી; આ વાંચીને લોકોની ઉડી જશે ઉંઘ!

બાદમાં મુસ્કાન પરત આવી નહીં હોઈ પ્રકાશભાઈ ડિપ્રેશનમાં સરી પડ્યા હતા. આઘાતમાં હાર્ટ એટેક આવ્યો હતો અને તેમનું મોત નીપજ્યું હતું. વરાછા પોલીસે બાતમી આધારે લૂંટેરી દુલ્હન મુસ્કાન પ્રમોદકુમાર આસાડુ મરાવીને ઝડપી પાડી છે. હાલ તેની ગેંગમાં અનય કોણ કોણ સામેલ છે તે અંગે તપાસ હાથ ધરી છે. 

ગુજરાત પોલીસને મળ્યાં ‘અભિરક્ષક’: આધુનિક ટેક્નોલોજીથી સજ્જ સ્પેશ્યલ પર્પઝ વિહિકલની..

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More