અજય શીલુ/પોરબંદર: પોરબંદર જિલ્લાના રાણાવાવ તાલુકામાં આવેલ ખીજદળ ગામની વાડી વિસ્તારમાં આરોપીઓએ છરીની અણીએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.ફરિયાદી કરશન દેવાણંદ નંદાણીયા ઉંમર વર્ષ 60 રાણાવાવ પોલીસ સ્ટેશનમાં નોંધાવેલ ફરિયાદ મુજબ 28 જુલાઇ 2025ના રોજ બપોરના પોણા પાંચ વાગ્યાના અરસામાં ખીજદળ ગામે આવેલ તેઓની વાડી પર 6 બુકાનીધારીઓ કારમાં સવાર થઈ હથિયારો સાથે ધસી આવ્યા હતા.
શ્રાવણમાં રોકાશે નહીં? આજે આ 12 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ, સાંબેલાધાર વરસાદ...
આરોપીઓએ સૌ પ્રથમ ફરિયાદીને ઢીકાપાટુનો માર મારી સાહેદ જશુ નંદાણીયા તથા પમી નંદાણીયાના મોઢે મુંગો દઇ ફરિયાદીના આઠ વર્ષના પરપોત્રના ગળે છરી રાખી જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.બાળકના ગળે છરી જોતા પમી નંદાણીયાએ બાળકને બચાવવા પ્રયત્ન કરતા આરોપીઓએ બે આંગળીઓમા છરીના ઘા ઝીંકી દીધા હતા.આરોપીઓએ ફરિયાદી સહિત તમામને એક રુમમાં બંધ કરી બહારથી દરવાજાને બંધ કરી લૂંટ કરવાનું શરુ કર્યું હતું.
આરોપીઓએ બંને રુમમાં રહેલ કબાટોના લોક તોડી તથા ચાવી વડે ખોલી સોનાના દાગીના જેવા કે 4 જોડી મંગલસૂત્ર 3 પેન્ડલ સેટ,2 સોનાના ચેન સોનાની 4 વિંટી તથા લકી તથા સોનાની બુટ્ટી સહિત કુલ 27 તોલા સોનું તથા 80 હજાર રોકડ કુલ 19 લાખ 70 હજારની ધોળા દિવસે લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો.
ટેરિફ પર ટ્રમ્પના એલાન પર ભારતનું કડક વલણ...આખરે શું નબળા પડ્યા ટ્રમ્પના સૂર?
લૂંટ કરી નાસી જનાર આરોપીઓને એમ કે તેઓએ મોટી લૂંટને અંજામ આપી દીધો છે હવે તેઓને કોઈ નહીં પકડી શકે પરંતુ ઘટનાની જાણ થતાં નાયબ પોલીસ અધિક્ષક તથા પોરબંદર એલસીબી પીઆઇ સહિતનો પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી ગયો હતો.ઘટનાની ગંભીરતાને જોતા પોરબંદર જિલ્લા પોલીસવડાએ પોરબંદર એલસીબી, એસઓજી,પેરોલ ફર્લો તથા રાણાવાવ પોલીસ સ્ટેશનની એમ કુલ ચાર અલગ અલગ ટીમો બનાવી હતી.
પોરબંદર એલસીબી પીઆઇ કાંબરીયા સહિત ટીમને સીસીટીવી ફુટેજ તપાસતા કારની વિગત મળતા બંનેનો આ કાર રાણાવાવ ટી પોઇન્ટથી ભાણવડ તરફ જતા રસ્તા પર વોચ ગોઠવતા GJ-03-MH-4759 નંબરની બલેનો કાર પસાર થતા તેને રોકાવી કારમાં બેઠેલા લોકોને નીચે ઉતારી કારની ઝડતી લેતા સોનાના દાગીના તથા રોકડ મળી આવ્યા આ અંગે પુછપરછ કરતા આ મુદામાલ ખીજદળ ગામેથી લૂંટનો હોવાની આરોપીઓએ કબુલાત આપતા તમામ આરોપીઓને પોરબંદર એલસીબી કચેરી ખાતે લાવી આગવી ઢબે પૂછપરછ કરતાં આ લૂંટનો મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા દ્વારા અપાયેલ કબુલાતને સાંભળી પોલીસ પણ ચોંકી ઉઠી હતી.
ભાવનગરના મેયર ભરત બારડની સોશિયલ મીડિયામાં ચોંકાવનારી પોસ્ટ, ભાજપમાં ભડકો!
આરોપીએ એવી કબુલાત આપી હતી કે, ફરિયાદીને ત્યાં ચોરી કરવાનું રાજકોટમા રહેતા તેના સગા બનેવી દિલીપ માલદે સાંજવા તથા પ્રફુલ્લ પ્રભુદાસ ચરાડવાએ માહીતી આપી હતી.ચોરી લૂંટમાંથી રકમમાંથી 50 ટકા મેળવવાની લાયમા આ બંને આરોપીઓએ મુખ્ય આરોપી રવિન્દ્રસિંહ જાડેજાને એવી જાણકારી આપી હતી કે,આ વાડીમા 60 થી 70 તોલા સોના તથા 10 થી 12 લાખ રોકડા રહેલ છે લૂંટ માટે તમામ લોકેશન તથા જાણકારી ફરિયાદીના બનેવી સહિત શખ્સે આરોપીઓને આપી હતી.
આ ઘટનાને અંજામ આપવા માટે રવિન્દ્રસિંહ જાડેજાએ ગુજરાત બહારથી 5 આરોપીઓને આ કામને બોલાવ્યા હતા જે તમામના નામની વાત કરીએ તો મુખ્ય આરોપી રવિરાજસિંહ જાડેજા,જતીન પાલ,સિધ્ધેશ્વર પરમાર,સાહિલ યાદવ,નીરજ ચૌહાણ તથા વિશાલ ચૌધરી આ તમામ આરોપીઓએ લૂંટને અંજામ આપ્યો હતો.તમામ આરોપીઓ રીઢા ગુનેગાર હોય તેમ તમામનો ગુનાહિત ઇતિહાસ છે જેમાં રવિરાજસિંહ જાડેજા પર આ સિવાય 4 જેટલા આ પ્રકારના ગુનાઓ રાજકોટ જિલ્લામા નોંધાયેલ છે તો સિધ્ધેશ્વર પરમાર વિરુદ્ધ અમદાવાદ જિલ્લામા 3 ગુનાઓ નોંધાયેલ છે સાહિલ યાદવ સામે પણ અમદાવાદમા ગુનાઓ બોલે છે જ્યારે નીરજ ચૌહાણના ગુનાહિત ઇતિહાસની વાત કરીએ તો તેના વિરુદ્ધ પણ અમદાવાદમા 7 ગુનાનો નોંધાયેલ છે.
બીલીપત્ર ચઢાવવાથી લઈ નંદીની સેવા કરવા સુધીના આ મહાઉપાયો કરવાથી મહાદેવ થશે પ્રસન્ન
પોરબંદર જિલ્લામાં ધોળા દિવસે લૂંટ કરી પોલીસને ચેલેન્જ આપનારા શખ્સો પોરબંદર જિલ્લાની હટ વટાવે તે પૂર્વે માત્ર 8 કલાકમાં તમામ આરોપીઓને પોરબંદર જિલ્લામાંથી ઝડપી પાડી સરહાનીર કામગીરી કરી છે.આ મામલે પોલીસે ફરિયાદીના બનેવી તથા અન્ય શખ્સ કે જેઓએ ફિલ્મી ઢબે પ્લાન બનાવ્યો હતો તેઓને પણ ઝડપી પાડ્યા છે ટુંકમાં પોરબંદર એલસીબીએ જે ગતીએ આ કેસનું ડીટેક્શન કર્યું છે તે કામગીરીને લોકો પણ બિરદાવતાં જોવા મળી રહ્યા છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે