નવનીત દલવાડી, ભાવનગર: જિલ્લા (Bhavnagar) ના પાલિતાણા (Palitana) શહેરના પોપડો નામના વિસ્તારમાં આવેલા એક હીરા (Diamonds) ના કારખાનામાં તસ્કરોએ લાખોના હીરા (Diamonds) ની ચોરીને અંજામ આપ્યો હતો, કારખાનામાં ત્રાટકેલા તસ્કરો લાખો રૂપિયાના હીરા તથા રોકડ રકમની ચોરી કરી નાસી છૂટ્યા હતા.
તિજોરી તોડી ચોરી કરી પલાયન થયા તસ્કરો
પાલિતાણા (Palitana) ના પોપડો વિસ્તારમાં આવેલા હરેશભાઈ રવજીભાઈ જાદવની માલિકીના હીરાના કારખાનામાં ગઈકાલે રાત્રીના કોઈ સમયે અજાણ્યા તસ્કરો કારખાનાનો દરવાજો તોડી અંદર પ્રવેશ્યા હતા. કારખાનામાં પ્રવેશ કરી તસ્કરોએ ઓફીસના ખુણામાં રાખેલી લોખંડની તિજોરી તોડી હતી અને તેમાં રાખેલા તૈયાર હીરા (Diamonds) કરેલા તેમજ રફ હીરા આશરે 215 કેરેટના જેની કિંમત રૂા.૭.૮૦ લાખ તેમજ રોકડા રૂા.૭૦ હજાર તેમજ સીસીટીવીનું ડી.વી.આર. કે જેની કિંમત રૂા.૫૦૦ મળી કુલ રૂા.૮.૫૫ લાખની કિંમતનો મુદ્દામાલ ઉઠાવી પલાયન થઈ ગયા હતા.
Electricity Saving Tips: આ 4 રીતને અપનાવશો ઓછું થઇ જશે લાઇટ બિલ, દર મહિને થશે મોટી બચત
રોજિંદા સમય મુજબ કારખાનાના માલિક સવારે પોતાના કારખાને પહોંચ્યા ત્યારે તેઓને ચોરી થઇ હોવા અંગે જાણ થઈ હતી. જેથી તેઓએ પાલિતાણા (Palitana) ટાઉન પોલીસને કારખાનામાં ચોરી થયા ની જાણ કરી હતી. ચોરી અંગે જાણ થતાં પાલીતાણા ટાઉન પોલીસ (Police) કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો તેમજ ચોરી અંગે ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી હતી.
હીરા (Diamonds) ના કારખાનામાં ચોરીનો બનાવ બનતા પાલીતાણા (Palitana) ટાઉન પોલીસે ઝીણવટ ભરી તપાસ હાથ ધરી તસ્કરોને ઝડપી લેવા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે