ચેતન પટેલ/સુરત: શહેરના રાંદેર વિસ્તારમાં એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. જેમાં બે બાઇક સામસામે અથડાઇ હતી. આ મુદ્દે બંને બાઈક ચાલકો વચ્ચે પહેલા તો ઉગ્ર બોલાચાલી થઈ હતી. જોકે બાદમાં બંને વચ્ચે છૂટા હાથની મારામારી થઈ હતી. બંને એટલા ઉગ્ર બની ગયા હતા કે રસ્તાની વચ્ચે આવી જઇ મારામારી કરવા લાગ્યા હતા. એકબીજાને ઢીકમુક્કીનો માર મારતા ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. શરૂઆતમાં સ્થાનિકોમાં પણ આશ્ચર્ય સર્જાયું હતું. બાદમાં લોકોએ રાંદેર પોલીસમાં આ અંગે જાણ કરતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી મામલો થાળે પાડ્યો હતો.
BRTS પાંજરાપોળ અકસ્માતમાં ડ્રાઇવરની બેદરકારી, FSL રિપોર્ટ બાદ માનવવધનો ગુનો દાખલ
ભારતીય સેનાને થર્મલ ઇમેજિંગ અને એસોલ્ટ રાઇફલ ક્ષેત્રે સ્વનિર્ભર બનવા પહેલ
અત્રે ઉલ્લેખનીય છે કે, ઘટના અંગે વિગતે મળતી માહિતી અનુસાર રાંદેર વિસ્તારમાં બે બાઇકો સામસામે અથડાઇ હતી. જેમાં સામાન્ય બોલાચાલી બાદ વાતાવરણ વધારે ઉગ્ર થઇ ગયું હતું. જોત જોતામાં વાત છુટ્ટા હાથની મારામારી સુધી પહોંચી ગઇ હતી. રોડ વચ્ચે આવીને બંન્ને સામસામે છુટ્ટાહાથની મારામારી કરવા લાગતા રોડ પર ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતા. જેના પગલે લોકોમાં કુતુહલ છવાયું હતું. ત્યાર બાદ પોલીસ દ્વારા વચ્ચે પડીને સમગ્ર મુદ્દાને થાળે પાડવામાં આવ્યો હતો.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાવો : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે