Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદ: નારોલની અર્બૂદા જવેલર્સનો વેપારી લુંટાયો, પોલીસ દોડતી થઇ

શહેરના નારોલમાં વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખીને લાખ્ખોના દાગીનાની લુંટ કરવામાં આવી છે. જો કે લુંટની ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને આખરે ફરિયાદ નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે

અમદાવાદ: નારોલની અર્બૂદા જવેલર્સનો વેપારી લુંટાયો, પોલીસ દોડતી થઇ

મૌલિક ધામેચા, અમદાવાદ: અમદાવાદમાં ફરી એક વખત જવેલર્સના વેપારીને લુંટારૂઓએ ટાર્ગેટ બનાવ્યો છે. શહેરના નારોલમાં વેપારીની આંખમાં મરચાની ભુકી નાંખીને લાખ્ખોના દાગીનાની લુંટ કરવામાં આવી છે. જો કે લુંટની ઘટના બનતા જ પોલીસ દોડતી થઇ ગઇ હતી અને આખરે ફરિયાદ નોંધી તપાસનાં ચક્રોગતિમાન કર્યા છે.

fallbacks

શહેરના નારોલ વિસ્તારમાં રહેતા અને નારોલ ગામમાં અર્બુદા જવેલર્સ ધરાવતા પ્રકાશ સોની ગત મોડી રાત્રે લુંટારૂઓનો ટાર્ગેટ બન્યો છે. રાત્રીના દસેક વાગ્યાની આસપાસ પ્રકાશ સોની જવેલર્સ બંધ કરીને રૂપીયા 11 લાખ 70 હજારના દાગીના લઇને ઘરે પરત ફરી રહ્યો હતો. આ દરમિયાન નંદનવન ફ્લેટ પાસેની નર્સરી નજીક પલ્સર બાઇક પર આવેલા ત્રણ શખ્સોએ પ્રકાશભાઇ અને તેની સાથે રહેલા યુવાન પર મરચાની ભુકી નાંખી હતી. અને દાગીના ભરેલો થેલો લઇને ફરાર થઇ ગયાં હતાં. જો કે સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરતાં જ ઉચ્ચ અધિકારીઓ સહીતનો કાફલો ઘટનાસ્થળ પર પહોચ્યો હતો.

fallbacks

ફરિયાદી પ્રકાશ સોનીનું કહેવું છે કે લુંટારૂઓ હીન્દી અને ગુજરાતી બંન્ને ભાષામાં વાત કરતા હતાં. અને જ્યાં ઘટના બની તે જગ્યા પર પહેલીથી જ તેઓ ઉભા હતાં. જો કે પ્રકાશભાઇએ દાગીનાનો થેલો નહીં આપવા માટે પ્રતિકાર પણ કર્યો હતો. પણ આરોપીઓએ છરી કાઢતાં જ તેઓએ થેલો આપી દીધો હતો. પ્રકાશભાઇ સામાન્ય દિવસોમાં આ રસ્તેથી ઘર તરફ જતાં નથી. પંરતુ આજે પ્રથમ વખત તેમનો દીકરો સાયકલ લઇને જઇ રહ્યો હતો તેથી તેની પાછળ પાછળ આ રસ્તે ઘરે જઇ રહ્યા હતાં. ત્યારે સવાલ અહીં એ ઉભો થાય છે કે શું લુંટારૂઓ પ્રકાશભાઇને તેમની જવેલર્સથી જ પીછો કરીને અહીં પહોચ્યા હતાં. કે પછી રેકી કર્યા બાદ લુંટની ઘટનાને અંજામ આપ્યો છે.

હાલમાં પોલીસે ફરીયાદીની દુકાનથી ધટનાસ્થળ અને લુંટારૂઓ જે દિશામાં નાસી છુટ્યા છે તે તમામ રૂટ પરના સીસીટીવી ફુટેજ મેળવવાની કામગીરી હાથ ધરી છે. ત્યારે બીજી ટીમોએ આરોપીઓને પકડવા માટેના પ્રયત્નો શરૂ કર્યાં છે. જો કે આરોપીઓ સુધી પહોચવામાં પોલીસને કેટલા સમયમાં સફળતા મળે છે તે જોવું રહ્યું.

ગુજરાતના અન્ય સમાચાર વાંચવા માટે ક્લિક કરો...

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More