Home> Gujarat
Advertisement
Prev
Next

Rudraksha ક્યાંથી મળે છે? કેવી રીતે તૈયાર થાય છે? જાણો રુદ્રાક્ષ સાથે જોડાયેલી રોચક વાતો

Shravan Special: શ્રાવણ મહિનાના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આ મહિનામાં દરેક ભાવિક ભક્ત ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે દરેક ઉપાયો કરે છે. બિલિપત્ર ચઢાવે છે, દૂધ અને જળનો અભિષેક કરે છે. ચંદનનો લેપ કરે છે. પરંતુ આ સિવાય ભગવાન ભોલેનાથને સૌથી વધુ પ્રિય વસ્તુ રુદ્રાક્ષ છે.

Rudraksha ક્યાંથી મળે છે? કેવી રીતે તૈયાર થાય છે? જાણો રુદ્રાક્ષ સાથે જોડાયેલી રોચક વાતો

ઝી બ્યૂરો, અમદાવાદઃ શ્રાવણ મહિનાના આડે હવે માત્ર ગણતરીના દિવસો જ બાકી છે. ત્યારે આ મહિનામાં દરેક ભાવિક ભક્ત ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવા માટે દરેક ઉપાયો કરે છે. બિલિપત્ર ચઢાવે છે, દૂધ અને જળનો અભિષેક કરે છે. ચંદનનો લેપ કરે છે. પરંતુ આ સિવાય ભગવાન ભોલેનાથને સૌથી વધુ પ્રિય વસ્તુ રુદ્રાક્ષ છે. ત્યારે રુદ્રાક્ષ સાથે જોડાયેલી કેટલીક અનકહી વાતો જાણીશું. તમે મંદિરોમાં, સાધુ-સંતોના હાથમાં-ગળામાં રુદ્રાક્ષ જોયા હશે. તો ક્યારેક તેની માળા સાથે લોકોને મંત્રોનું ઉચ્ચારણ કરતા જોયા હશે. હિંદુઓમાં રુદ્રાક્ષનું ઘણું મહત્વ છે. ભગવાન શિવના એક રૂપને રુદ્ર કહેવામાં આવે છે. મંદિરો અને ઘરોમાં અનેક વખત અનેક પ્રકારના રુદ્રાક્ષ પહેરવા જોઈએ તેની ચર્ચા પણ તમે સાંભળી હશે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યું છે કે રુદ્રાક્ષ શું હોય છે?, કેવી રીતે બને છે અને ક્યાંથી આવે છે?

fallbacks

fallbacks

શું હોય છે રુદ્રાક્ષ:
રુદ્રાક્ષ એક ફળનું બીજ હોય છે કે પછી કહો કે મણકો છે. જેનો ઉપયોગ હિંદુઓમાં પ્રાર્થના માટે કરવામાં આવે છે. રુદ્રાક્ષના બીજ જ્યારે પાકે છે તો લીલા રંગના ફળની જેમ જોવા મળે છે. ક્યારેક-ક્યારેક તેને બ્લૂબેરી પણ કહે છે. આ બીજ અનેક વૃક્ષોની પ્રજાતિઓમાં બનીને તૈયાર હોય છે. જેમ મોટા, સદાબહાર અને બ્રોડ લવેડ પેડ. હિંદુ ધર્મમાં રુદ્રાક્ષને ભગવાન શિવ સાથે જોડવામાં આવે છે. આ બીજને સુરક્ષા માટે અને ઓમ નમ: શિવાય જેવા મંત્રોના જાપ માટે પહેરવામાં આવે છે.  

રુદ્રાક્ષનું નામ:
રુદ્રાક્ષ એક સંસ્કૃત શબ્દ છે જે રુદ્ર અને અક્ષથી બને છે. ભગવાન શિવને રુદ્ર પણ કહેવામાં આવે છે. અક્ષ અર્થાત આંસુ થાય છે અને આથી રુદ્રાક્ષને ભગવાન રુદ્રના આંસુના રૂપમાં પરિભાષિત કરવામાં આવે છે. સંસ્કૃતમાં અક્ષ શબ્દનો અર્થ આંખ પણ થાય છે. આથી કેટલાંક લોકો તેને આય ઓફ લોર્ડ શિવાના રૂપમાં ઓળખે છે. અક્ષ શબ્દ આત્મા અને ધાર્મિક જ્ઞાન જેવી પરિભાષાઓ પણ આપે છે. તે ઉપરાંત રક્ષ શબ્દ પણ છે. આથી તેને રક્ષા કરવા માટે પણ ધારણ કરવામાં આવે છે.

કેવું હોય છે રુદ્રાક્ષનું વૃક્ષ:
એલાઆકાર્પસ ગનિટ્રસ (Elaeocarpus ganitrus trees) નું વૃક્ષ 60થી 80 ફૂટ સુધી વધે છે અને તે વૃક્ષ નેપાળ, દક્ષિણ અને પૂર્વ એશિયા, ઓસ્ટ્રેલિયામાં હિમાલયના ફૂટહિલ્સ, ગુઆમ અને હવાઈમાં ગંગાના મેદાનમાં થાય છે. જ્યારે તેની 300 પ્રજાતિઓ ભારતમાં મળી આવે છે. આ એક સદાબહાર વૃક્ષ છે, જે ઝડપથી વધે છે. રુદ્રાક્ષના વૃક્ષમાં ફળ આવતાં 3થી 4 વર્ષનો સમય લાગે છે.

કેટલાં પ્રકારના હોય છે રુદ્રાક્ષ:
રુદ્રાક્ષની માળામાં લગભગ 1થી 21 મુખી રુદ્રાક્ષ જોવા મળે છે. પ્રાચીન સમયમાં તો તે 108 મુખી જોવા મળતા હતા. વર્તમાનમાં 30 મુખી રુદ્રાક્ષ મળી જાય છે. જોકે 80 ટકા રુદ્રાક્ષ 4,5 કે 6 મુખી હોય છે. 1 લાઈનવાળા રુદ્રાક્ષ ઓછા મળે છે. રુદ્રાક્ષનો આકાર હંમેશા મિલીમીટરમાં માપવામાં આવે છે. નેપાળમાં રુદ્રાક્ષ 20થી 35 મિમી એટલે 0.79થી 1.38 ઈંચ, જ્યારે ઈન્ડોનેશિયામાં 5 અને 25 મિમી એટલે 0.20 અને 0.98ની વચ્ચેના આકારના હોય છે. સફેદ, લાલ અને ભૂરો રંગ ઘણો સરળતાથી મળી આવે છે. જેમાં પીળા અને કાળા રંગના પણ રુદ્રાક્ષ હોય છે.  

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More