Home> Gujarat
Advertisement
Prev
Next

ગુજરાતમાં ભગવાનની પૂજા માટે પણ બોલી લાગે છે, આ મંદિરમાં સેવા-પૂજા માટે અધધધ કરોડોનો ઈજારો અપાયો

Rukshamanee Mandir Dwarka Auction : રૂક્ષ્મણી મંદિરનો વર્ષ 2006 થી સેવા પૂજારનો ઈજારો સંભાળતા મંદિરના હાલના વર્તમાન પૂજારી સેવા બેટ દ્વારકાના અરૂણભાઈ મગનલાલ દવેએ 12 કરોડ 5 હજારમાં ઊંચી બોલી લગાવી હતી. તેઓ છેલ્લાં 15 વર્ષથી મંદિરનો વહીવટ સંભાળે છે

ગુજરાતમાં ભગવાનની પૂજા માટે પણ બોલી લાગે છે, આ મંદિરમાં સેવા-પૂજા માટે અધધધ કરોડોનો ઈજારો અપાયો

Temples In Dwarka : ગુજરાતના ધર્મ સંસ્થાનો વિશ્વ વિખ્યાત છે. ગુજરાતના મંદિરો અને તેના વહીવટ હંમેશાથી ચર્ચાતા રહે છે. ત્યારે ગુજરાતનુ એક મંદિર ચર્ચામા આવ્યું છે. દ્વારકાના રુક્ષ્મણિ મંદિરની સેવા-પૂજાનો 3 વર્ષનો ઈજારો 12 કરોડ રૂપિયામાં અપાયો છે. છેલ્લાં 6 કરોડમાં આ ઈજારો અપાયો હતો. 

fallbacks

દ્વારકા જગત મંદિર પાસે રૂક્ષ્મણીજીનું પૌરાણિક મંદિર આવેલું છે. વર્ષોની પરંપરા મુજબ, દ્વારકાના ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિ ટ્રસ્ટ દ્વારા મંદિરના વહીવટ તથા પૂજા માટે દર ત્રણ વર્ષએ ઈજારો આપવાની પ્રથા છે. આ પરંપરા મુજબ, ઈજારો આપવાની પ્રોસેસ કરાઈ હતી. જેમાં ટેન્ડર ભરવાના હોય છે, અને બોલી લગાવવામા આવે છે. 3 વર્ષ માટે દ્વારકાના શ્રી રૂક્ષ્મણી મંદિરનો ઈજારો 12 કરોડ 5 લાખ 505 રૂપિયામાં જાહેર હરાજીમાં લગાવેલી બોલીમાં ગયો છે. બોલીની શરૂઆત પાછલી વખતની લગાવેલી પોણા છ કરોડની બોલીથી અપાયેલા ઈજારાથી શરૂ કરવામાં આવી હતી. 

આ પણ વાંચો : 

દેવાયત ખવડના જામીન અંગે મોટા અપડેટ, જાણો 72 દિવસ બાદ જેલમાંથી મુક્તિ થશે કે નહિ?

ગુજરાત ભાજપનું આ કમલમ જ ગેરકાયદેસર, સરકાર કહે તો પૂરાવા આપવા તૈયાર

રૂક્ષ્મણી મંદિરનો વર્ષ 2006 થી સેવા પૂજારનો ઈજારો સંભાળતા મંદિરના હાલના વર્તમાન પૂજારી સેવા બેટ દ્વારકાના અરૂણભાઈ મગનલાલ દવેએ 12 કરોડ 5 હજારમાં ઊંચી બોલી લગાવી હતી. તેઓ છેલ્લાં 15 વર્ષથી મંદિરનો વહીવટ સંભાળે છે. ત્રણ વર્ષ પહેલા પણ તેમને આ વહીવટ 6 કરોડના ઈજારા સાથે સોંપાયો હતો. આમ, મંદિરનો વહીવટના ઈજારાની રકમ સીધી ડબલ થઈ ગઈ.  

આ વહીવટ સંપૂર્ણપણે વ્હાઈટ મનીમાં જ થાય છે એટલે રોજનાં આ ઈજારદારે અંદાજે 1 લાખ 10 હજાર રૂપિયા ગુગળી બ્રાહ્મણ જ્ઞાતિનાં ટ્રસ્ટ કે સમિતિને આપવાનાં રહે છે. 

આ પણ વાંચો : 

મારો પતિ મને નગ્ન કરીને પટ્ટાથી ફટકારે છે... અમદાવાદની પરિણીતાની આપવીતી

પરીક્ષા વગર મળી PSI ની નોકરી, ગુજરાતમાં પેપરકાંડ કરતા પણ મોટા નોકરી કૌભાંડનો ખુલાસો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More