અમદાવાદ :લોક કલાકાર અને પદ્મશ્રી એવા ભીખુદાન ગઢવી (Bhikhudan Gadhvi) ના મૃત્યુ થયાના સમાચાર (roumours of Death) વાયુવેગે ફેલાયા હતા. જેને લઈને આખરે આ પીઢ કલાકારને સ્પષ્ટતા કરવી પડી હતી કે, તેઓ સાજા-નરવા છે. કલાકારે પોતે સ્વસ્થ હોવાના સમચારા આપીને અફવા પર પૂર્ણવિરામ મૂક્યું હતું.
ભીખુદાન ગઢવી ગુજરાત સાહિત્ય જગતના જાણીતા લોક કલાકાર છે. સરકાર દ્વારા તેઓને પદ્મશ્રીથી પણ નવાજવામાં આવ્યા છે. ત્યારે સોશિયલ મીડિયા પર તેમના નિધનના સમાચાર વહેતા થયા હતા. જેના બાદ ભીખુદાન ગઢવી મુશ્કેલીમાં મૂકાયા હતા. આ સમાચાર જાણવા માટે ફોનની ઘંટડી રણકવા લાગી હતી. આખરે કલાકારે જુનાગઢમાં પોતે સ્વસ્થ હોવાની સ્પષ્ટતા કરી હતી. તેમણે કહ્યું કે, હું સાજો નરવો છું. મારા પરિવાર સાથે આનંદમાં છું. અને મજામાં છું. જેણે મારા મૃત્યુના સમાચારો વ્હેતા કર્યા હોય તેને મુબારક.
આમ, કલાકારે સ્પષ્ટતા કરતા અફવા ખોટી સાબિત થઈ હતી. તો બીજી તરફ, તેમના ચાહકવર્ગમાં ખુશીનો માહોલ છવાયો હતો. ઉલ્લેખનીય છે કે, દેશભરમાં આવી રીતે અનેક કલાકારોના નિધનના ખોટા સમાચાર વહેતા થયા છે. જેમાં ગુજરાતના પણ કેટલાક મહાનુભાવો સામેલ છે.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે