શૈલેષ ચૌહાણ/સાબરકાંઠા: ગટરમાં સફાઈ કરવા ઉતારવા દરમિયાન અનેકવાર મોતની ઘટનાઓ સામે આવી છે આમ છતા પણ તે અટકતી હોતી નથી. સાબરકાંઠાના પ્રાંતિજમાં પણ આવીજ બેદરકારીની ઘટના સામે આવી છે. પ્રાંતિજના ભાખરીયા વિસ્તારમાં ગટરની સફાઈનું કામ કરવા માટે ગટરમાં ઉતરેલ શ્રમીક સફાઈકામદાર યુવકનુ મોત નિપજ્યુ હતું.
શ્રમીક યુવક ગટરમાં તકલીફ હોવાની ફરિયાદને પગલે નગરપાલિકાની સુચના મુજબ સફાઈ કરવા માટે ગટરના સ્થળે પહોંચીને સફાઈ કામગીરી હાથ ધરી હતી. આ માટે સફાઈના કચરાને બહાર નિકાળવા માટેના મશીનની પાઇપને ગટરમાં દાખલ કરવા માટે ગટરમાં ઉતરતા અંદર ગુંગળામણ થઈ આવી હતી. અને સ્થળ પર જ તેનું મોત થયું હતું.
ગટરમાં ઉતરેલા શ્રમીકને બચાવવા માટે અન્ય શ્રમીકો અને સ્થાનિક પણ ગટરમાંથી તેને બહાર નિકાળવા માટે ગટરમાં ઉતરતા જ તેઓ પણ બેહોશ જેવી સ્થિતીમાં મુકાઈ ગયા હતા. તેઓને અન્ય સ્થાનીકો દ્વારા બહાર કાઢવામાં આવ્યા હતા. ઘટનાને પગલે પાલીકા નાવ સફાઈ પ્રત્યેના બેદરકારી ભરી કામગીરી સામે આવી હતી. યુવકને મોત બાદ હવે પાલીકા દ્વારા કાર્યવાહી કરવાના પગલા હાથ ધર્યા છે. રોજમદાર તરીકે કામ આપનારી એજન્સી અને તેની બેદરકારી અંગે પણ કાર્યવાહી હાથ ધરવામાં આવશે.
જુઓ LIVE TV :
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે