Home> Gujarat
Advertisement
Prev
Next

પીડિતા અને અસીમનો અશ્લિલ VIDEO વાયરલ; જાણો 'પતિ પત્ની અને વો' નહીં, પત્ની વો ઔર પતિની કહાની

નવસારીના બુટલેગર અને રીઢા ગુનેગાર અસીમ શેખે લવ જેહાદના આરોપોથી બચવા જબરદસ્તી બનાવેલી પોતાની હિન્દુ માશુકાને પોતાના જ અપરાધી મિત્ર રોનક પટેલ સાથે પરણાવી દીધી હતી. જેમાં પીડિતા પત્ની તો રોનકની કહેવાય, પણ રહેવાનું અસીમ સાથે.

પીડિતા અને અસીમનો અશ્લિલ VIDEO વાયરલ; જાણો 'પતિ પત્ની અને વો' નહીં, પત્ની વો ઔર પતિની કહાની

ધવલ પરીખ/નવસારી: લગ્ન બાદ પતિ પત્ની ઔર વો ની ઘટના સામે આવતી હોય છે, પરંતુ નવસારીના બુટલેગર અને રીઢા ગુનેગાર અસીમ શેખે લવ જેહાદના આરોપોથી બચવા જબરદસ્તી બનાવેલી પોતાની હિન્દુ માશુકાને પોતાના જ અપરાધી મિત્ર રોનક પટેલ સાથે પરણાવી દીધી હતી. જેમાં પીડિતા પત્ની તો રોનકની કહેવાય, પણ રહેવાનું અસીમ સાથે. ત્યારે સમગ્ર પ્રકરણમાં પીડિતાની ફરિયાદ બાદ મુખ્ય આરોપી અસીમ બાદ નવસારી LCB પોલીસે રોનક પટેલની પણ ધરપકડ કરી છે. 

fallbacks

આ આગાહીથી વધી જશે ધબકારા! આ ત્રણ જિલ્લામાં રેડ એલર્ટ! સમગ્ર ગુજરાતમાં 5 દિવસ 'ભારે'

નવસારીના ખેરગામની સગીરા સાથે વર્ષ 2019થી જબરદસ્તી પ્રેમ સબંધ બાંધ્યા બાદ તેની સાથે વારંવાર કરેલા દુષ્કર્મ અને ત્યારબાદ પોતાની બેગમ બનાવવાની લાલચ આપતા શાતિર અસીમ શેખે પોતે લવ જેહાદના આરોપમાંથી બચવા નવસારીની મહિલા વકીલની સલાહથી લગ્ન પછી કોઈના પ્રેમમાં પડીને થતી પતિ પત્ની અને વોની ઘટનાની જેમ જ પત્ની વો ઓર પતિ જેવી ફિલ્મી કહાની ઘડી કાઢી હતી. 

વિદેશી દારૂની હેરાફેરી, મારામારી, રાયોટિંગ, વ્યાજખોર જેવા અનેક ગુનાઓમાં સંડોવાયેલા રીઢા ગુનેગાર અસીમ શેખે જબરદસ્તી બનાવેલી પોતાનું હિન્દુ માશુકાને પોતાના જ પંટર અને હત્યારોપી રોનક પટેલને પીડિતા સાથે લગ્ન કરવા મનાવી લીધો હતો. સાથે જ પીડિતાને તેના પરિવારને મારી નાંખવાની ધમકી આપી તેને પણ લગ્ન માટે મનાવી બંનેના નવસારીના બલ્લાળેશ્વર મહાદેવ મંદિરમાં હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કરાવી, કોર્ટમાં નોંધણી પણ કરવામાં આવી હતી. રોનક સાથે લગ્ન તો થયા પણ પીડિતાને તરત જ અસીમ તેની સાથે લઈ ગયો હતો અને તેને પોતાની બહેન અને બીજી પત્ની સાથે રાખી હતી. 

વિદ્યાર્થીનો દેશી જુગાડ! એવી રેસિંગ કાર બનાવી કે સ્પીડ જોઈ ભલભલા એન્જિનિયરને આશ્ચર્ય

બીજી તરફ પીડિતાના પરિવારજનોને ઘટનાની જાણ થતા તેમણે પોલીસમાં ફરિયાદ કરી હતી. જેથી મહિલા વકીલ રોનક અને પીડિતાને લઈને ખેરગામ પોલીસ મથકમાં હાજર થઈ હતી, ત્યારે પીડિતાનું કાઉન્સેલિંગ કરી પરિવારને સોંપી હતી. પરિવાર પાસે પહોંચતા જ પીડિતાએ તેની સાથે થતી હેરાનગતિ અને અસીમ શેખની કરતૂત પરિવારને વર્ણવી હતી. 

પોષણયુકત કંદમૂળ ગણતા સુરણની ખેતીના ખેડૂતો કરી રહ્યા છે મોટો નફો! કમાઈ રહ્યા છે લાખો

પીડિતાને પરિવારને સોંપાતા જ અસીમ શેખે રોનક પાસેથી હાઇકોર્ટમાં હેબીયર્સ કોપર્સ પણ દાખલ કરાવી હતી, પણ પાછી ખેંચી લેવા પડી હતી. જેથી પરિવારે ગણદેવી કોર્ટમાંથી પીડિતા અને રોનક વચ્ચે છૂટાછેડા પણ કરાવી લીધા હતા. બાદમાં પરિવારે હિંમત આપતા પીડિતાએ ગત 23 જૂનના રોજ અસીમ શેખ અને રોનક પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદ મળ્યાના ગણતરીના દિવસોમાં જ નવસારી LCB પોલીસે અસીમ શેખને દબોચી લીધા બાદ આજે રોનક પટેલની ધરપકડ કરી તપાસને વેગ આપ્યો છે. 

વિવાદોની પર્યાય સૌરાષ્ટ્ર યુનિવર્સિટી ફરી વિવાદમાં! ઇન્ચાર્જ કુલપતિ ભીમાણીનો યુ-ટર્ન

શાતિર દિમાગ અસીમ શેખે પીડિતા સાથે પોતાના સબંધો જાળવી રાખવા અનેક કાવાદાવા રચ્યા, પણ અંતે પીડિતાની હિંમતને કારણે તેણે જેલમાં જવા પડ્યું છે. જોકે લગ્ન રોનક સાથે કરાવી પોતે પિક્ચરમાં નહીં હોવાનું સાબિત કરવાની મંશા રાખતા અસીમનો પીડિતા સાથે ડાન્સ કરતા બીભત્સ ચેનચાળા કરતો વિડીયો વાયરલ થતા અસીમની કાળી કરતૂત છતી થઈ છે.
 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More