અમદાવાદઃ Saket Gokhale News: અમદાવાદની કોર્ટે મંગળવાર (6 ડિસેમ્બરે) ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેને બે દિવસની પોલીસ કસ્ટડીમાં મોકલી આપ્યા છે. ગોખલેની પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી અને મોરબી પુલ દુર્ઘટના (Morbi Bridge Collapse) પર ટ્વીટ કરવાને લઈને ધરપકડ કરવામાં આવી હતી. સહાયલ પોલીસ કમિશનર (સાઇબર ક્રાઇમ) જિતેન્દ્ર યાદવે જણાવ્યુ કે એક વ્યક્તિ પાસેથી મળેલી ફરિયાદના આધાર પર ગોખલે વિરુદ્ધ પ્રધાનમંત્રીના મોરબી પ્રવાસને લઈને ફેક ન્યૂઝ ફેલાવવાના આરોપમાં એફઆઈઆર દાખલ કરવામાં આવી હતી.
આ મામલાને લઈને પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી અને તૃણમૂલ કોંગ્રેસ સુપ્રીમો મમતા બેનર્જીએ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પર નિશાન સાધતા સાકેત ગોખલેનું સમર્થન કર્યુ હતું અને ભાજપ સરકારના 'પ્રતિરોધ વલણ'ની નિંદા કરી હતી. મંગળવારે રાજસ્થાનના પ્રવાસે ગયેલા મમતા બેનર્જીએ દાવો કર્યો હતો કે ગોખલેએ કોઈ ભૂલ કરી નથી.
આ પણ વાંચોઃ તો જામ ખંભાળિયાથી ચૂંટણી હારી રહ્યાં છે ઈસુદાન ગઢવી? એક્ઝિટ પોલનું ચોંકાવનારૂ તારણ
મમતા બેનર્જીએ કર્યો હતો બચાવ
મમતા બેનર્જીએ જયપુર એરપોર્ટ પર સંવાદદાતાઓને જણાવ્યું કે ખરાબ અને દુખદ (ઘટના) છે. સાકેત ગોખલે એક પ્રતિભાશાળી વ્યક્તિ છે. તે સોશિયલ મીડિયા પર ખુબ લોકપ્રિય છે. તેણે કોઈ ભૂલ કરી નથી. તેમણે કહ્યું કે, હું આ બદલો લેવાના વલણની નિંદા કરુ છું. સાકેતની એટલે ધરપકડ કરવામાં આવી છે કારણ કે તેણે પ્રધાનમંત્રી વિરુદ્ધ ટ્વીટ કર્યું. લોકો મારા વિરુદ્ધ પણ ટ્વીટ કરે છે. અમને આ સ્થિતિને લઈને ખરેખર અફસોસ થઈ રહ્યો છે.
ગુજરાત પોલીસે કરી ધરપકડ
ગુજરાત પોલીસે ટીએમસીના પ્રવક્તા સાકેત ગોખલેની એક ટ્વીટને લઈને મંગળવારે રાજસ્થાનના જયપુરથી ધરપકડ કરી હતી. તેણે ટ્વીટમાં પુલ દુર્ઘટના બાદ પ્રધઆનમંત્રી નરેન્દ્ર મોદીના મોરબી પ્રવાસ સાથે જોડાયેલા ફેક ન્યૂઝનું સમર્થન કર્યું હતું. મોરબી પુલ દુર્ઘટનામાં 135 લોકોના મોત થયા હતા. ગોખલેએ હાલમાં એક સમાચાર ટ્વિટર પર શેર કર્યા હતા.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે