Home> Gujarat
Advertisement
Prev
Next

સાળંગપુર મંદિર વિવાદ: વિવાદિત ભીંતચિત્રોની કોણે કરી તોડફોડ? જુઓ આ હચમચાવી નાખતો Video

Salangpur Hanuman Temple: બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદિત ભીત ચિત્રો સહિતના ચિત્રો પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કાળો કલર ચોપડવામાં આવ્યો હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે

સાળંગપુર મંદિર વિવાદ: વિવાદિત ભીંતચિત્રોની કોણે કરી તોડફોડ? જુઓ આ હચમચાવી નાખતો Video

બોટાદ જિલ્લામાં આવેલા પ્રખ્યાત સાળંગપુર ખાતેના કષ્ટભંજન હનુમાનજી મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમા નીચે કંડારવામાં આવેલા ભીતચિંત્રો મામલે વિવાદ સતત વધતો જોવા મળી રહ્યો છે. હવે આ વિવાદિત ભીત ચિત્રો સહિતના ચિત્રો પર કોઈ અજાણી વ્યક્તિ દ્વારા કાળો કલર ચોપડવામાં આવ્યો હોવાનું સામે આવતા હડકંપ મચી ગયો છે. હાલ આ કાળો કલર મારનારી વ્યક્તિની અટકાયત પણ થઈ છે. 

fallbacks

મળતી માહિતી મુજબ ભીત ચિંત્રોમાં હનુમાનજીને સ્વામિનારાયણ ભગવાનના દાસ દેખાડવામાં આવતા વિવાદ થયો છે. કોઈ હનુમાન ભક્ત દ્વારા લાગણી દુભાતા વિવાદિત ભીત ચિત્રો પર કાળો કલર કરવામાં આવ્યો અને તોડફોડ કરવાનો પણ પ્રયત્ન કરાયો. હાલ પોલીસે આ વ્યક્તિની અટકાયત કરી છે અને આ કાળો કલર ચોપડનાર વ્યક્તિ કોણ છે અને શું કારણ છે તે અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. ઘટનાના પગલે ડીવાયએસપી  પણ ત્યાં પહોંચ્યા. 

બાઉન્સર ગોઠવવામાં આવ્યા
આ ઘટનાના પગલે મંદિર પ્રશાસન દ્વારા કડક  બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. મંદિર ના પ્રાઈવેટ બાઉન્સર અને પોલીસ દ્વારા ભીત ચિત્રો બાજુમાં બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો. ભીતચિંત્રો પર કાળો કલર ચોપડતા એક વ્યક્તિનો વાયરલ વીડિયો પણ સામે આવ્યો છે. જે હાલ સોશિય મીડિયા પર વાયરલ થયો છે. ચારણકી ગામના હર્ષદ ગઢવીએ તોડફોડ કરી કાળો કલર લગાવ્યાો દાવો.

શું છે સમગ્ર વિવાદ?
ઉલ્લેખનીય છેકે, બોટાદના સાળંગપુર ખાતે આવેલા કષ્ટભંજન હનુમાનજીના મંદિરે દરરોજ મોટી સંખ્યામાં ભક્તો દર્શનાર્થે આવે છે. આ મંદિરમાં આવેલી 54 ફૂટ ઊંચી વિશ્વ પ્રસિદ્ધ 'કિંગ ઓફ સાળંગપુર' પ્રતિમાના ભીંતચિત્રોને લઈને મામલો ગરમાયો છે. આ ભીંતચિત્રોની તસવીરો સોશિયલ મીડિયામાં વાયરલ થતાં હનુમાનજીના ભક્તો લાલઘુમ થઈ ગયા છે. ભીંતચિત્રોમાં હનુમાનજી મહારાજને સ્વામિનારાયણ ભગવાનના દાસ દર્શાવવામાં આવતા વિવાદ સર્જાયો છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More