Salman Khan Death Threat News Update : બોલિવુડ સુપરસ્ટાર સલમાન ખાનને ધમકી આપવાનો મામલો ગુજરાત સુધી પહોંચ્યો છે. વાઘોડિયાના રવાલ ગામેથી સલમાન ખાનને ધમકીભર્યો મેસેજ કરવામાં આવ્યો હતો. ત્યારે મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની ટીમે વડોદરામાં ધામા નાંખ્યા છે. ધમકી આપનાર આરોપી યુવકને પકડી લેવાયો છે.
સલમાન ખાન ધમકી કેસમાં પોલીસે વડોદરાથી એક શકમંદની ઓળખ કરી હતી. 26 વર્ષીય મયંક પંડ્યાને પકડી લેવાયો છે, જે માનસિક રીતે અશક્ત હોવાનું જણાયું છે. પોલીસે તેને નોટિસ પાઠવીને પૂછપરછ માટે મુંબઈ બોલાવ્યો છે.
ધમકી આપનાર યુવકની ઓળખ 26 વર્ષીય મયંક વિજય પંડ્યા તરીકે થઈ છે. મુંબઈ પોલીસ સૂત્રો પાસેથી મળેલી માહિતી અનુસાર, તે એક વોટ્સએપ ગ્રુપનો પણ ભાગ હતો. જેમાં બિશ્નોઈ ગેંગની ચર્ચા થઈ હતી. તે વોટ્સએપ ગ્રુપમાં કેવી રીતે જોડાયો અને તેણે આવો મેસેજ કેમ મોકલ્યો તેની પણ તપાસ કરવામાં આવી રહી છે. પોલીસે જણાવ્યું કે, આ કેસમાં જે વ્યક્તિની ઓળખ થઈ છે તે માનસિક રીતે અસ્થિર છે અને મેડીકલ ટીમ મુંબઈની મેડિકલ તપાસ માટે પણ ગઈ છે. તેનો જૂના રેકોર્ડ્સ અને પરિવાર સાથે વાત કરી હતી.
આ દિગ્ગજ નેતાએ છોડ્યું ભાજપ, જોડાયાના એક જ વર્ષમાં ભાજપને રામ રામ કર્યું
રવાલ ગામ ખાતે એક યુવકની મુંબઈ ક્રાઇમ બ્રાન્ચે કલાકો સુધી પૂછપરછ કરી હતી. પોલીસની પૂછપરછમાં યુવક માનસિક રોગી હોવાનો ખુલાસો થયો છે. યુવકની કલાકો સુધી પુછપરછ કરી મુંબઈ ક્રાઇમ બ્રાન્ચની રવાના થઈ છે.
ઘરમાં ઘૂસીને મારીશ... તેવી ધમકી આપી હતી
સલમાન ખાનને જાનથી મારી નાખવાની ધમકી ટ્રાન્સપોર્ટ વિભાગના વોટ્સએપ નંબર પર મોકલવામાં આવી હતી. મુંબઈના વરલી સ્થિત ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટના વોટ્સએપ પર આ મેસેજ આવ્યો હતો, 'સલમાન ખાન મારી નાંખશે, તે ચોક્કસપણે મારી નાખશે... તે ઘરમાં ઘૂસીને તમને મારી નાખશે.' આ સાથે બીજા મેસેજમાં તેમની કારને બોમ્બથી ઉડાવી દેવાનો ઉલ્લેખ હતો. એવા અહેવાલો છે કે મુંબઈ પોલીસ ટૂંક સમયમાં ધરપકડ કરાયેલ શંકાસ્પદની પૂછપરછ કરશે.
સલમાન ખાને જડબાતોડ જવાબ આપ્યો
આ સમાચારો વચ્ચે સલમાન ખાને ગઈકાલે રાત્રે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ પણ શેર કરી હતી. 'સિકંદર' અભિનેતાએ તેની બે તસવીરો ઈન્સ્ટાગ્રામ પર શેર કરી છે. સલમાન ખાનની આ તસવીરો જીમમાં લેવામાં આવી છે. તસવીરોમાં સલમાન ખાન તેના બાઈસેપ્સ ફ્લોન્ટ કરતો જોવા મળ્યો હતો. આ સાથે તેણે કેપ્શનમાં લખ્યું છે કે, 'પ્રેરણા માટે આભાર.' સલમાન ખાનની આ તસવીરો પર ફેન્સ જોરદાર કોમેન્ટ કરી રહ્યા છે. એક વ્યક્તિએ લખ્યું છે, 'ભાઈજાન, તમારે ડરવાની જરૂર નથી... તમારી આ ઝલક લોકોને જવાબ આપવા માટે પૂરતી છે.' જ્યારે અન્ય એક વ્યક્તિએ લખ્યું છે કે, 'તમારી માત્ર એક ઝલક સાથે દુશ્મનો ધ્રૂજવા લાગે છે.'
વિકાસનો નવો માપદંડ બનશે અમદાવાદનો આ રોડ, 6 લેન બનાવવા માટે શરૂ થયો ધમધમાટ
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે