પ્રશાંત ઢીવરે/સુરત: સુરત શહેરના અંબા નગર ખાતે કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટિલના કાર્યાલય ખાતે કેરળના રાષ્ટ્રીય શિલ્પકાર દ્વારા સી આર પાટિલને પોટ્રેટ અર્પણ કરાયું છે. કેરળના રાષ્ટ્રીય પ્રસિદ્ધ શિલ્પકાર બાબુ એડક્કુ ની દ્વારા તૈયાર પોર્ટ્રેટ કરાયું છે.
ભારે આગાહીઓ વચ્ચે સૌથી માઠા સમાચાર: ગુજરાતને ચોમાસા માટે હજુ જોવી પડશે લાંબી રાહ!
રેતીમાંથી તૈયાર કરાયેલ પોર્ટ્રેટ સી આર પાટીલને ભેટ સ્વરૂપે અર્પણ કરાયું છે. ઓપરેશન સિંદૂરની સફળતા અને સિંધુ નદીના પાણી રોકવાના નિર્ણયની યાદમાં ભેટ આપી છે. અગાઉ શિલ્પકાર દ્વારા ભારતના અનેક મુખ્યપ્રધાનોના પોટ્રેટ તૈયાર કરાયા હતા. જે પોટ્રેટ બનાવી ભેટ સ્વરૂપે અર્પણ પણ કરાયા છે.
ગુજરાત પોલીસના રીયલ કોપ હવે ‘જ્ઞાનવાપી ફાઈલ્સ’માં ભજવશે મહત્વની ભૂમિકા
અગાઉ શિલ્પકાર દ્વારા પીએમ મોદી, અમિત શાહ, એપીજે અબ્દુલ કલામ જેવા નેતા અને મહાન હસ્તીઓના પોર્ટ્રેટ બનાવાયા હતા. કેન્દ્રીય જળ શક્તિ મંત્રી સી આર પાટીલના જળશક્તિ મંત્રાલયમાં ઉચ્ચ યોગદાનને સન્માનિત કરવામાં આવ્યું છે.
'સરકારી નોકરીમાં પાસ કરાવી દઈશ', કહી ડિફેન્સ એકેડેમીના સંચાલકે યુવતીની આબરૂ લૂંટી
આતંકવાદ સામેના સરકારના આંકડા વલણ અને ઓપરેશન સિંદૂરના મિશનને સફળતાપૂર્વક પાર પાડવા બદલ પ્રશંસા અને સન્માન વ્યક્ત કરાયું છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે