ઝી મીડિયા/બ્યૂરો :કોરોના વાઈરસ (Corona virus) ના પગલે આજે રાજ્યભરમા લોકડાઉન (Gujarat lockdown) છે, જેનો ફાયદો ઉઠાવીને રાજ્યના વિવિધ શહેરોમાં સેનિટાઈઝેશનની કામગીરી કરવામા આવી રહી છે. તો સાથે જ ગાંધીનગરમાં સરકારી કચેરીઓને સેનિટાઈઝ કરવાની કામગીરી પૂરજોશમાં શરૂ કરી દેવાઈ છે. ગાંધીનગર પોલીસ વડાની કચેરીને સેનિટાઈઝ કરવાની કામગીરી ગાંધીનગર ફાયર બ્રિગેડે કરી છે. કોરોના વાયરસ વચ્ચે પોલીસ અધિકારી-કર્મચારીઓ 24 કલાક પોતાની ફરજ બજાવે છે, ત્યારે કોરોના વાઇરસની અસર આ પોલીસ કર્મચારીઓને ન થાય તે માટે ખાસ સાવચેતી રાખવામાં આવી રહી છે.
રાજકોટમાં સ્થિતિ
રાજકોટના અલગ અલગ વિસ્તારમાં કોર્પોરેશન દ્વારા દવાનો છંટકાવ કરવામાં આવી રહ્યો છે. આરોગ્યની ટીમ દ્વારા લોકોના ઘર પાસે દવા રસ્તા પર છાંટવામાં આવી રહી છે. બીઆરટીએસ બસ સ્ટોપ પર પણ સેનેટાઇઝર છાંટવામાં આવી રહ્યું છે.
વડોદરામાં કામગીરી
વડોદરામાં કોર્પોરેશન તંત્રની સતત કામગીરી હોમ ક્વોરેન્ટાઈન કરાયેલા ઘરોને સેનેટાઈઝ કરાઈ રહ્યા છે. કારેલીબાગ સહિત અલગ અલગ વિસ્તારમાં આ કામગીરી થઈ રહી છે. તો જે લોકો હોમ ક્વોરોન્ટાઈનમાં છે, તેમના પાડોશીઓના ઘરને પણ સેનેટાઈઝ કરવામાં આવી રહ્યું છે. સેનેટાઈઝની કામગીરીથી લોકોમાં કુતૂહલ સર્જાયું હતું. તો સાથે જ સરકારી કર્મચારીઓ હોમ ક્વોરન્ટાઈન રખાયેલા વ્યક્તિ સાથે અંતર પણ જાળવી રહ્યા છે.
દાહોદ
સમગ્ર ગુજરાત લોકડાઉનના પગલે દાહોદમાં પોલીસ સક્રિય થઈ છે. દાહોદ શહેરના મુખ્ય માર્ગો સહિત સોસાયટીઓમાં પણ પોલીસે લોકોને સમજાવ્યા હતા. શહેરના કેટલાક વિસ્તારોમાં પોલીસને બળ પ્રયોગ કરવાની પણ ફરજ પડી હતી. પોલીસ વિભાગની એક જ અપીલ છે કે, ઘરમાં રહો સુરક્ષિત રહો. લોકડાઉન દરમિયાન દાહોદ નગરપાલિકા દ્વારા પણ કેટલાક વિસ્તારોમાં સેનેટાઇઝ સ્પ્રે કરવામાં આવ્યું હતું.
જૂનાગઢના કેશોદમાં કોરોના વાઈરસને લઈને તંત્ર એલર્ટ બન્યું છે. કેશોદમાં નગરપાલિકા દ્વારા શહેરમાં સેનેટાઈઝિંગની કામગીરી હાથ ધરાઈ હતી. શહેરના ગીચ વિસ્તારમાં સેનેટાઈઝ કરાયું હતું. તો સાથે જ શહેરના વિવિધ માર્ગો પર પણ દવા છાંટવામાં આવી હતી. કેશોદ નગરપાલિકા પ્રમુખ દ્વારા કામ સિવાય જનતાને બહાર ન નીકળવા અપીલ કરાઈ છે.
મોરબી શહેરમાં પાલિકા દ્વારા સેનેટાઇઝર દવાનો છંટકા શરૂ કરાયો હતો. સિવિલ હોસ્પિટલ, બસ સ્ટેન્ડ, રેલ્વે સ્ટેશનમાં દવાનો છંટકાવ કરાયો. કોરોનાના વધતા કેસને ધ્યાનમાં રાખીને જાહેર સ્થળો ઉપર કામગીરી કરવામાં આવશે તેવું મોરબીના ચીફ ઓફિસરે જણાવ્યું હતું.
લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube
કોરોના વાયરસ સાથે જોડાયેલા તમામ સમાચાર માટે ક્લિક કરો આ લિંક પર
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે