Home> Gujarat
Advertisement
Prev
Next

આ વિસ્તારોને કરાયા સચેત! ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, છોડાઈ રહ્યું છે ધડાધડ પાણી

નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાવામાં માત્ર 35થી 38 સેન્ટીમીટર જેટલો જ બાકી છે. નર્મદા ડેમમાં 68 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ 15 હજાર ક્યુસેક જેટલું પાણી પાણી છોડવામાં આવી રહ્યું છે.

આ વિસ્તારોને કરાયા સચેત! ગમે તે ક્ષણે ભરાઈ શકે છે ગુજરાતનો સૌથી મોટો ડેમ, છોડાઈ રહ્યું છે ધડાધડ પાણી

Narmada Dam: ગુજરાતમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતાં દક્ષિણ ગુજરાતના જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બીજી બાજુ સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાઈ જવાની નજીક છે. નર્મદા ડેમ સંપૂર્ણ પણે ભરાવામાં માત્ર 35થી 38 સેન્ટીમીટર જેટલો જ બાકી છે. નર્મદા ડેમમાં 68 હજાર ક્યુસેક પાણીની આવક થઈ છે અને ડેમના 10 દરવાજા ખોલીને 1 લાખ 15 હજાર ક્યુસેક જેટલું પાણી પાણી છોડવામાં આવી રહ્યું છે.

fallbacks

પહેલા દિવસે જ ગુજરાતમાં ભુક્કા! આ વિસ્તારમાં મેઘાની રમઝટ, આ રાજ્યોમાં અપાયું એલર્ટ

25 ગામોના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા
જિલ્લા પ્રસાશન દ્વારા વડોદરા જિલ્લાના ડભોઈ, શિનોર અને કરજણ તાલુકાના નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોના 25 ગામોના નાગરિકોને સતર્ક કરવામાં આવ્યા છે. એટલું જ નહિ નદીના પટમાં ન જવા પણ સૂચનાઓ આપવામાં આવી છે.

જાણી લેજો, ફાયદામાં રહેશો! ગુજરાત સરકારનો વધુ એક ખેડૂત હિતલક્ષી મહત્વપૂર્ણ નિર્ણય

હાલ ઉપરવાસમાંથી પાણીની આવક 68 હજાર કયુસેક થઇ રહી છે. જો કે ચોમાસાનું ચાલુ સિઝનમાં સંપૂર્ણ સપાટી ૧૩૮.૬૮ મીટર છે. હાલ ઉપરવાસથી આવક ચાલુ રહેતા નર્મદા નદીમાં કુલ 1 લાખ 15 હજાર કયુસેક પાણી છોડાઇ રહ્યું છે. વધુ પાણી ઠલવાઇ રહ્યું હોવાથી કાંઠા વિસ્તારના ગામોના લોકોને સાવધ કરી દેવામાં આવ્યા છે. વડોદરા જિલ્લાના વાઘોડીયા અને ડભોઇ તાલુકાના ૧૧ અને હાલોલ તાલુકાના ૦૬ ગામોના નાગરિકોને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સચેત રહેવા સૂચના આપવામાં આવી છે. નદીમાં પાણી ઉફાન ઉપર હોય ત્યારે તેને પાર કરવાનું દુઃસાહસ ના કરવા નાગરિકોને અપીલ કરવામાં આવી છે.

આ વખતે મામલો જરા ગંભીર છે, ગુજરાતનો માહોલ બદલાયો! ફરી એકવાર અંબાલાલ સાચા પડ્યા!

હાલોલ તાલુકાના સોનાવીટી, રસસાગર, ગડીત, સોનીપુર, કુબેરપુરા, ઇન્દ્રાલ, બાધરપુરી,વડોદરા જિલ્લાના ડભોઈ તાલુકાના બનૈયા, કરાલી, ગોજાલી, કડાદરાપુરા અને વાઘોડીયા તાલુકાના ફલોડ, વેજલપુર,વ્યારા, ગોરજ, અંબાલી, ઘોડાદરા અને ધનખેડા ગામોના નાગરિકોને સતર્ક રહેવા જિલ્લા પ્રશાસન દ્વારા સૂચનાઓ આપવામાં આવી છે. સ્થિતિ ઉપર નજર રાખવામાં આવી રહી છે.

હવે ડોક્ટરોનો વારો! સુરત સિવિલમાં રોગચાળાથી સ્થિતિ કથળી! એક સાથે આટલા તબીબો બિમાર

ઉલ્લેખનીય છે કે, ગુજરાતમાં 30થી 40 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે અને સામાન્યથી મધ્યમ વરસાદની વરસશે. દક્ષિણ ગુજરાતના વલસાડ, સુરત, ડાંગ, તાપી, નવસારી, દમણ, દાદરાનગર હવેલીમાં ભારે વરસાદ વરસી શકે છે. તો સૌરાષ્ટ્રના સુરેન્દ્રનગર, રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, બોટાદ અને દીવમાં થંડરસ્ટોર્મ એક્ટિવિટીની સંભાવના છે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More