Home> Gujarat
Advertisement
Prev
Next

પાટીદાર સમાજની દીકરીઓ માટે ગુજરાતના આ શહેરમાં બની સૌથી મોટી ગર્લ્સ હોસ્ટેલ, ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા

Sardardham Girls Hostel For Patidar Samaj : સરદારધામે પાટીદાર દીકરીઓ માટે શહેરની સૌથી મોટી 650 રૂમ ધરાવતી 14 માળની હોસ્ટેલ બનાવી... 4 ટાવરમાં બનેલા બિલ્ડિંગમાં ફાઈ‌વ સ્ટાર હોટેલ જેવી સુવિધા હશે
 

પાટીદાર સમાજની દીકરીઓ માટે ગુજરાતના આ શહેરમાં બની સૌથી મોટી ગર્લ્સ હોસ્ટેલ, ફાઈવસ્ટાર હોટલ જેવી સુવિધા

Patidar Samaj : ગુજરાતનો પાટીદાર સમાજ સતત પોતાના લોકો માટે કંઈક નવુ કરતો રહે છે. ત્યારે હવે સમાજની દીકરીઓ માટે ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધા ધરાવતી આલિશાન હોસ્ટેલ બનાવવામાં આવી છે, એ પણ અમદાવાદમાં. 

fallbacks

સરદારધામ દ્વારા પાટીદાર સમાજની દીકરીઓ માટે અમદાવાદમાં 14 માળની હોસ્ટેલ બનાવવામાં આવી છે. અમદાવાદના વૈષ્ણોદેવી વિસ્તારમાં આ વિશાળ ગર્લ્સ હોસ્ટેલનું નિર્માણ કરવામાં આવ્યું છે. 

હોસ્ટેલની ખાસિયત
આ હોસ્ટેલ 650 રૂમ ધરાવે છે. 4 ટાવરમાં બનાવવામાં આવેલ હોસ્ટેલમાં ફાઈવ સ્ટાર હોટલ જેવી સુવિધાઓ દીકરીઓને આપવામાં આવશે. આ હોસ્ટેલમાં એકસાથે 1400 થી વધુ દીકરીઓ ભણતર માટે રહી શકે છે. અહીં સેલ્ફ ડિફેન્સથી માંડી તમામ કોર્સની સુવિધા કરાશે. 

ગુજરાતમાં કોંગ્રેસને મજબૂત કરવા મોટો નિર્ણય, દિગ્ગજ નેતાઓને સોંપાઈ મોટી જવાબદારી

નવી હોસ્ટેલને કેમ જરૂર પડી
આ વિશે સરદારધામના અગ્રણીએ જણાવ્યું કે, અગાઉ સરદારધામ દ્વારા વૈષ્ણોદેવી સર્કલ ખાતે સરદામ ધામના મુખ્ય ઓફિસમાં પહેલી ગર્લ્સ હોસ્ટેલ બનાવવામાં આવી હતી, જેમાં 4500 દીકરીએ એડમિશન માટે અરજી કરી હતી, જેની સામે માત્ર 250 દીકરીઓને એડમિશન આપી શકાયું હતું. તેના બાદ ડિમાન્ડ વધતા નવી ગર્લ્સ હોસ્ટેલ બનાવવાનો નિર્ણય લેવાયો હતો. 

જરૂરિયાદમંદને નિશુલ્ક એડમિશન મળશે 
સરદામ ધામની પહેલી હોસ્ટેલમાં રૂ.1ના ટોકન ચાર્જમાં એડમિશન અપાતું હતું. પરતું નવી હોસ્ટેલમાં કેટલીક દીકરીને અપીલ હતી જે દીકરી સક્ષમ હોય તે યથાશક્તિ ફી આપી શકશે, સાથે જે દીકરીની પરિસ્થિતિ સારી ન હોય તેમને નિશુલ્ક એડમિશન અપાશે.

ગુજરાતના રસ્તા પર ફરતું મોત, માતેલા સાંઢની જેમ આવેલા ટ્રકે પોલીસ કર્મીઓને જ કચડ્યા

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More