Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાજી : મા અંબાના ચરણોમાં ચઢાવેલી સાડીઓને હોંશેહોંશે ખરીદી રહી છે મહિલાઓ

ભાદરવી પૂનમ દરમિયાન મા અંબેના ચરણોમાં ભક્તો દ્વારા કિંમતી સાડીઓ અને ચૂંદડીઓ ચઢાવવામાં આવે છે. ત્યારે મા અંબેના ચરણોમાં ભક્તો દ્વારા ચઢાવેલ ચૂંદડીઓ અને કિંમતી સાડીઓનું મંદિર ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં માતાજીને ચઢાવેલી કોઈ પણ ચુંદડીની કિંમત 75 રૂપિયા રખાઈ છે, તો કિંમતી સાડીઓની ભક્તો માટે કિંમત અડધી રખાઈ છે. જેથી અનેક ભક્તો મા અંબાના ચરણોમાં આવેલી ચુંદડીઓ ખરીદી રહ્યા છે.

અંબાજી : મા અંબાના ચરણોમાં ચઢાવેલી સાડીઓને હોંશેહોંશે ખરીદી રહી છે મહિલાઓ

અલ્કેશ રાવ/બનાસકાંઠા :ભાદરવી પૂનમ દરમિયાન મા અંબેના ચરણોમાં ભક્તો દ્વારા કિંમતી સાડીઓ અને ચૂંદડીઓ ચઢાવવામાં આવે છે. ત્યારે મા અંબેના ચરણોમાં ભક્તો દ્વારા ચઢાવેલ ચૂંદડીઓ અને કિંમતી સાડીઓનું મંદિર ટ્રસ્ટ દ્વારા વિતરણ કરવામાં આવી રહ્યું છે. જેમાં માતાજીને ચઢાવેલી કોઈ પણ ચુંદડીની કિંમત 75 રૂપિયા રખાઈ છે, તો કિંમતી સાડીઓની ભક્તો માટે કિંમત અડધી રખાઈ છે. જેથી અનેક ભક્તો મા અંબાના ચરણોમાં આવેલી ચુંદડીઓ ખરીદી રહ્યા છે.

fallbacks

Pics : હૈયુ કંપાવી દેનારી સુરત આગકાંડની ઘટના ગણેશ પંડાલમાં જીવંત કરાઈ, આગમાંથી કૂદતા વિદ્યાર્થીઓ બતાવાયા

હાલ ભાદરવી પૂનમનો મહામેળો હોઈ મા અંબાના ચરણોમાં ચડાવેલી ચુંદડીઓ અને કિંમતી સાડીઓનું મંદિર પરિસરમાં સાડી વિતરણ કેન્દ્ર શરૂ કરાયું છે. અંબાજી દર્શન કરવા આવેલી અનેક મહિલાઓ આ સાડીને ખરીદી રહી છે. આ મહિલાઓ સાડીને મા અંબાનો પ્રસાદ સમજીને ખરીદી રહી છે. મહિલા ભક્તો આ પ્રસાદી મેળવીને ભારે ઉત્સાહી જોવા મળી છે. 

આમિર ખાનની બે સુપરહીટ ફિલ્મમાં શાનદાર રોલ કરનાર કથક ડાન્સર પંડિત વીરુ કૃષ્ણાનું નિધન

સાડી ખરીદનાર એક ભક્ત વીણાબહેને જણાવ્યું કે, મા અંબાના ચરણોમાં ચઢાવેલી કિંમતી સાડીઓને ભક્તો અને મહિલાઓ હોંશેહોંશે ખરીદી રહી છે અને ધન્યતા અનુભવી રહી છે. તો અન્ય એક ભક્ત ઈલાબહેન જણાવે છે કે, હું આજે અહીં સાડી ખરીદવા આવી છું. હું દર વર્ષે અહીંથી સાડી ખરીદીને સારા પ્રસંગમાં પહેરું છું. તેનાથી મને માતાજીના આશીર્વાદ મળ્યાની અનુભૂતિ થાય છે.

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More