Home> Gujarat
Advertisement
Prev
Next

કડી : વરઘોડો કાઢનાર દલિત પરિવારનો ગામ બહિષ્કાર કરનાર સરપંચને આખરે સસ્પેન્ડ કરાયા

ગત મહિને કડીના લ્હોર ગામમાં દલિત સમાજ દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેના બાદ તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બહિષ્કારના મામલાને લઈને લ્હોર ગામના સરપંચને સસપેન્ડ કરવામાં આવ્યા છે. સરપંચ દ્વારા આ વરઘોડોનો વિરોધ કરી દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

કડી : વરઘોડો કાઢનાર દલિત પરિવારનો ગામ બહિષ્કાર કરનાર સરપંચને આખરે સસ્પેન્ડ કરાયા

તેજશ દવે/મહેસાણા :ગત મહિને કડીના લ્હોર ગામમાં દલિત સમાજ દ્વારા લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો, જેના બાદ તેમનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો. આ સમગ્ર બહિષ્કારના મામલાને લઈને લ્હોર ગામના સરપંચને સસપેન્ડ કરવામાં આવ્યા છે. સરપંચ દ્વારા આ વરઘોડોનો વિરોધ કરી દલિત સમાજનો બહિષ્કાર કરવામાં આવ્યો હતો.

fallbacks

પત્ની સાથેની અંગત પળો સ્માર્ટ ટીવીને કારણે પોર્ન સાઈટ સુધી પહોંચી ગઈ, જાણો સુરતનો ચોંકાવનારો કિસ્સો

શું બન્યું હતું 
ગત મે મહિનામાં આ ઘટના બની હતી. લ્હોર ગામમાં રહેતા મનુભાઈ ભીખાભાઈ પરમારના પુત્ર મેહુલ પરમારના લગ્નનો વરઘોડો કાઢવામાં આવ્યો હતો. જેનો વિરોધ ગામના આગેવાનો તથા સરપંચ વિનુજી પ્રહલાદજી ઠાકોર દ્વારા કરવામાં આવ્યો હતો. ખુદ સરપંદે પરમાર પરિવારને મર્યાદામાં રહેવાની ચીમકી આપી હતી. એટલું જ નહિ, ગામના વિવિધ સમાજના લોકો આ મામલે ભેગા થયા હતા અને દલિત પરિવારને જીવનજરૂરી વસ્તુઓ ન આપવા કહ્યું હતું. તેમજ તેમના પર પાંચ હજારનો દંડ પણ ફટકાર્યો હતો. આ બાબતે દલિત પરિવારે ન્યાય માટે પોલીસનો દરવાજો ખખટાવ્યો હતો. 

અબજોનો પાક વીમો ચૂકવ્યાના આંકડા આપ્યાના બીજા દિવસે જ ખેડૂતોનો મોરચો ગાંધીનગર પહોંચ્યો, જાણો કેમ

આ બાદ પોલીસે દલિત વિસ્તારની મુલાકાત લઈ સમગ્ર મામલો જાણ્યો હતો અને સરપંચની અટકાયત કરી હતી. ત્યારે હવે લ્હોર ગામના સરપંચ વિનુજી પ્રહલાદજી ઠાકોરને સરપંચ પદેથી સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જિલ્લા વિકાસ અધીકારીએ સરપંચને હોદા પરથી દૂર કરવાનો હુકમ કર્યો છે. 

સમગ્ર ગુજરાતના લેટેસ્ટ સમાચાર, જુઓ LIVE TV : 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More