Home> Gujarat
Advertisement
Prev
Next

સરકારને સદબુદ્ધી આવે તે માટે રેવન્યુ કર્મચારીઓએ સત્યનારાયણની કથા કરાવી

રાજ્યમાં વર્ગ 3 ના રેવન્યુ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે ખેડા જિલ્લાના 10 તાલુકાના રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પણ આ હડતાલમાં જોડાયા છે. પોતાની પડતર માંગણીઓને લઇ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરી રહયા છે, પરંતુ રાજ્ય સરકાર તેમની માંગો પુરી કરી રહ્યા નથી. સરકારને ભગવાન સત્યનારાયણ સદબુધ્ધી આપે તેવી માંગણી સાથે ખેડા કલેક્ટર કચેરી ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સત્યનારાયણ કથામાં કલેક્ટર કચેરીના નડિયાદ શહેર, ગ્રામ્ય મામલતદાર કચેરી સહીતના કર્મચારીઓ જોડાયા હતા.

સરકારને સદબુદ્ધી આવે તે માટે રેવન્યુ કર્મચારીઓએ સત્યનારાયણની કથા કરાવી

યોગીન દરજી/ અમદાવાદ : રાજ્યમાં વર્ગ 3 ના રેવન્યુ વિભાગના કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર ઉતર્યા છે. ત્યારે ખેડા જિલ્લાના 10 તાલુકાના રેવન્યુ વિભાગના કર્મચારીઓએ પણ આ હડતાલમાં જોડાયા છે. પોતાની પડતર માંગણીઓને લઇ કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ કરી રહયા છે, પરંતુ રાજ્ય સરકાર તેમની માંગો પુરી કરી રહ્યા નથી. સરકારને ભગવાન સત્યનારાયણ સદબુધ્ધી આપે તેવી માંગણી સાથે ખેડા કલેક્ટર કચેરી ખાતે સત્યનારાયણની કથાનું આયોજન કરવામાં આવ્યું હતુ. સત્યનારાયણ કથામાં કલેક્ટર કચેરીના નડિયાદ શહેર, ગ્રામ્ય મામલતદાર કચેરી સહીતના કર્મચારીઓ જોડાયા હતા.

fallbacks

અમદાવાદનું પાંજરાપોળ સર્કલ બન્યું એક્સિડન્ટ ઝોન, 20 દિવસમાં અકસ્માતમાં ત્રીજા વ્યક્તિએ જીવ ગુમાવ્યો

જેઓએ 108 વાર રામધુન કરી સરકાર તેમના હીતમાં નિર્ણય આપે તેવી પ્રાર્થના કરી હતી. ગઇકાલથી કર્મચારીઓ અચોક્કસ મુદતની હડતાલ પર છે. આજે કલેક્ટર કચેરીના કંપાઉન્ડમાં ભગવાન સત્યનારાયણની કથાનું આયોજન કરાયુ છે. એક પોઝીટીવ એનર્જી મળે અને આ સમસ્યાનુ ઝડપથી નિરાકરણ આવે તે માટે આ કથાનું આયોજન કરાયું હતું. જીલ્લાનાં મોટા ભાગના કર્મચારીઓએ તેમાં હિસ્સો લીધો હતો.

રીસાયકલિંગ ઓફ શીપિંગબીલ લાગુ થતા અલંગ વિશ્વનું સુરક્ષીત શીપબ્રેકિંગ યાર્ડ બનશે

ગાંધીનગર : વિધાનસભા પરિસરમાં જિગ્નેશ મેવાણીએ સળગાવ્યું સ્ટેચ્યુ ઓફ યુનિટી બિલ

જો કે સરકારી કર્મચારીઓનાં આવા ગતકડાઓનાં કારણે સામાન્ય જનતાને પારવાર મુશ્કેલીઓ પડી રહી છે. સામાન્ય નારગિકો સાથે આ અંગે ચર્ચા કરતા એક 7-12 ની નકલ કઢાવવા આવેલા એક ચિરાગ દરજી નામનાં એક અરજદારે હૈયાવરાળ ઠાલવી હતી. દરજીએ જણાવ્યું કે, બે દિવસથી કર્મચારીઓની હડતાલ હોવાથી અમારી કોઇપણ કામગીરી થઇ રહી નથી. કર્મચારીઓની માંગણી સંતોષાય અને ઝડપથી તેમની હડતાલ પુર્ણ થાય તો અમારા પડતર કામો પણ આગળ વધે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More