India and Pakistan: ભારત-પાકિસ્તાન વચ્ચે તંગદિલીના માહોલમાં બોર્ડર પાસેના ગામ ઘંડિયાળીથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. રાજસ્થાન-પાકિસ્તાન બોર્ડર પાસે આવેલા આ ગામના લોકોની બસ એક જ માગ છે કે પાકિસ્તાને પાઠ ભણાવો. ભલે ઉનાળો, ભલે ધોમધખતો તાપ અને ભલે તેમણે આવા માહોલમાં ગામ છોડવું પડે પરંતુ આતંકી હુમલાનો જવાબ દુશ્મન દેશને આપવો જ જોઈએ.
જી હા, આ શબ્દો છે વર્ષ 1971માં ભારત-પાકિસ્તાનનું યુદ્ધ જોઈ ચુકેલા ઘંટિયાળી ગામના લોકોના. તનોટ અને ગિર્દુવાલા ગામ વચ્ચે આવેલા ઘંટિયાળી ગામના લોકોની એક જ માંગણી છે કે દુશ્મનોને એવો પાઠ ભણાવવામાં આવે કે તેઓ આતંકનું નામ ભૂલી જાય. પત્રકાર જ્યારે બળબળતા બપોરમાં બોર્ડર વિલેજમાં પહોંચ્યા ત્યારે ગામ લોકોએ કહ્યું કે ભારતીય સેનાને પાકિસ્તાન પર ચડાઈ કરવા માટે અમે રસ્તો બતાવીશું. ભીષણ યુદ્ધ થાય તો પણ ગામ લોકો દેશ માટે બલિદાન આપવા તૈયાર છે. સેનાએ ગામ લોકોની સુરક્ષા માટે અહીં બંકર પણ બનાવ્યાં છે.
પાક. સરહદી વિસ્તારોમાં લગાવી રહ્યું છે સાયરન
પાકિસ્તાની નેતાઓ ગમે તેટલી બડાઈ કરે પણ તેમની હાલત ખૂબ જ ખરાબ છે. હુમલાના ભયને કારણે સરહદી વિસ્તારોમાં વિવિધ સ્થળોએ સાયરન લગાવવામાં આવી રહ્યા છે. નાના નાના વોર રૂમ બનાવવામાં આવી રહ્યા છે. એબોટાબાદ, ડીઆઈ ખાન અને પેશાવર સહિત સાત જિલ્લાઓમાં ચાર સાયરન લગાવવામાં આવ્યા છે, જ્યારે પ્રાંતના બાકીના દરેક જિલ્લામાં એક સાયરન લગાવવામાં આવ્યા છે. લોકોને કહેવામાં આવી રહ્યું છે કે ભારત સાથે તણાવ વધી રહ્યો છે, એટલે જનતાને સમયસર માહિતી આપવા અને કોઈપણ હવાઈ હુમલાની જાણ કરવા માટે સાયરન સિસ્ટમ ચાલુ રાખવા સૂચના આપવામાં આવી છે. આ પાકિસ્તાનનો ફફડાટ દેખાઈ રહ્યો છે.
જો યુદ્ધ થાય છે, તો અમે તૈયાર છીએ
પાકના નેતાઓ સુધરવાનું નામ લઈ રહ્યાં નથી. પાકિસ્તાની સેનાના પ્રવક્તા લેફ્ટનન્ટ જનરલ અહેમદ શરીફ ચૌધરીએ હવે ગિદડ ધમકી આપી રહ્યાં કે ભારત દ્વારા કરવામાં આવતી કોઈપણ દુસાહસનો જોરદાર જવાબ આપવામાં આવશે. યુદ્ધની સ્થિતિમાં, હુમલો ક્યાં કરવો તે ભારતનો નિર્ણય હશે, પરંતુ અમે તેમને જણાવીશું કે આગળ આ ક્યાં સુધી લડાશે. પાકિસ્તાની સેનાના પ્રવક્તા અહેમદ શરીફ ચૌધરીએ કહ્યું કે અમે યુદ્ધ માટે તૈયાર છીએ.
અમારી કસોટી ન કરો, દુસાહસનો જવાબ અપાશે
શરીફે તો ત્યાં સુધી કહ્યું કે અમારી કસોટી ન કરો. 2019માં પણ અમે કહ્યું હતું કે અમે તૈયાર છીએ. પરંતુ અમે યુદ્ધ ઇચ્છતા નથી. પાકિસ્તાનના નાયબ વડાપ્રધાન ઇશાક ડાર પણ પાછળ રહ્યાં નથી તેમણે ધમકી આપી છે કે ભારત અને પાકિસ્તાન બંને પરમાણુ શક્તિઓ છે. જો બંને દેશો વચ્ચે યુદ્ધ થાય છે, તો તે ફક્ત બંને દેશોને જ નહીં પરંતુ સમગ્ર ક્ષેત્રને નુકસાન પહોંચાડશે. અમને આશા છે કે ભારત આવી ભૂલ નહીં કરે. જો યુદ્ધ થાય છે, તો અમે તૈયાર છીએ અને અમે સંપૂર્ણ તાકાતથી જવાબ આપીશું.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે