Home> Saurashtra Kutch
Advertisement
Prev
Next

પાડાના વાંકે પખાલીને ડામ! સરકારે સમયસર સમારકામ ન કરાવ્યું, હવે બ્રિજ બંધ કરાવવા નીકળ્યા, પ્રજાની હાલાકીનું શું

Gujarat Government Action : ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ એક્શનમાં આવ્યું તંત્ર.... ગુજરાતમા અનેક બ્રિજ સમારકામના નામે કરાયા બંધ....બ્રિજ બંધ થતા રાહદારીઓએ મોટો ફેરો ફરવાનો આવ્યો વારો

પાડાના વાંકે પખાલીને ડામ! સરકારે સમયસર સમારકામ ન કરાવ્યું, હવે બ્રિજ બંધ કરાવવા નીકળ્યા, પ્રજાની હાલાકીનું શું

Gambhira Bridge Collapse : ગંભીરા બ્રિજ દુર્ઘટના મુદ્દે ગુજરાતનું તંત્ર ઊંઘમાંથી જાગીને એક્શનમાં આવ્યું છે. હવે રહી રહીને સરકારને બ્રિજની સ્થિતિ ચકાસવાનું યાદ આવી રહ્યું છે. પરંતુ આ ચક્કરમાં તંત્ર ધડાધડ પુલો પર પ્રતિબંધ મૂકી રહ્યું છે. જો આવુ થશે તો ગુજરાતના અડધોઅડધ બ્રિજ બંધ કરી દેવાશે અને લોકોને અવરજવર માટે તકલીફ પડશે. ત્યારે લોકોને હાલાકીનો સામનો કરવો પડી શકે છે. ત્યારે ગુજરાતમાં કયા કયા બ્રિજ બંધ કરાયા છે અથવા કામગીરીને કારણે રસ્તા ડાયવર્ટ કરાયા છે તે જાણી લો. 

fallbacks

ચોમાસામાં સમારકામ કેટલું શક્ય છે
ગંભીરા ઓવરબ્રિજની ઘટના બાદ સરકાર જાગી હતી અને રાજ્યના તમામ ઓવરબ્રિજની તપાસ કરવા માટેના આદેશો જીલ્લા તંત્રને કરવામાં આવ્યા હતા. ત્યારબાદ ટીમો બનાવીને ઓવરબ્રિજનું નિરીક્ષણ ચાલી રહ્યું છે. બ્રિજ દુર્ઘટના બાદ હવે ગુજરાતના વાહન વ્યવહાર પર મોટી અસર પડી રહી છે. તંત્રએ તાત્કાલિક અસરથી સમારકામની કામગીરી હાથ ધરતા વાહનચાલકોને મુશ્કેલી પડી રહેવાની છે. અનેક બ્રિજ બંધ થતા રાહદારીઓએ મોટો ફેરો ફરવાનો વારો આવ્યો છે. જે તેમના બજેટને પણ અસર કરશે. ઉપરથી ચોમાસામાં ા સમારકામની કામગીરી કેટલી શક્ય છે? ચોમાસામાં બ્રિજ બંધ કરીને સરકાર લોકોની હાલાકી વધારી રહી છે. 

કોણ છે અર્પિત સાગર? ગુજરાતના મહિલા IAS ઓફિસર ખાડા માટે દંડ ફટકારીને ચર્ચામાં આવ્યા

બાવળા બગોદરા હાઇવે 
ઘટના બાદ સરકારના આદેશથી અન્ય બ્રિજના સમારકામ હાથ ધરાયા છે. આ કારણે બાવળા બગોદરા હાઇવે પર ભોગાવો બ્રિજનું કામ હાથ ધરાયું છે. કામગીરીને લઈને પોલીસ વિભાગે જાહેરનામું બહાર પાડ્યુ છે. કામગીરીને જોતા બ્રિજ પર એક રસ્તા પર બંને ટ્રાફિક ડાયવર્ટ કરાયા છે. અમદાવાદથી રાજકોટ બ્રિજ પરનો રૂટ 13 જુલાઈથી 31 જુલાઈ સુધી બંધ કરાયો છે. પોલીસ વિભાગ દ્વારા વૈકલ્પિક રસ્તો જાહેર કરાયો છે. 

નર્મદા જિલ્લાના 5 બ્રિજ પર ભારે વાહનોની અવરજવર બંધ 
નર્મદા જિલ્લામા પણ ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ તંત્ર સફાળું જાગ્યું હોય તેમ જિલ્લાના પાંચ જેટલા જૂના બ્રિજને ભારે વાહનો માટે બંધ કર્યા છે. જેમાં મુખ્ય બે બ્રિજ છે એક વડોદરા જિલ્લાને જોડતો રંગ સેતુ જે નર્મદા નદી પર પોઇચા ખાતે આવેલો છે અને બીજો કરજણ નદી પર આવેલો કરજણ બ્રિજ જે રાજપીપળા અને ભરૂચ જિલ્લા ને જોડે છે. જોકે આ કરજણ બ્રિજને સમાંતર જ બીજો નવો બ્રિજ છે એટલે હાલ આ જૂના બ્રિજને બંધ કરી નવા બ્રિજ પર ભારે વાહનો અવર જવર કરે છે. અને પોઇચા રંગ સેતુ બ્રિજ જોખમી જણાતાં તેને તાત્કાલિક અસરથી ભારે વાહનો માટે બંધ કરી દેવામાં આવ્યો છે. હવે ભારે વાહનો ટ્રક, હાઇવા, બસ, ટેમ્પા સહીત વાહનો ને તિલકવાડા દેવલિયા તરફ ડાયવર્ઝન આપવામાં આવ્યું છે. 

રંગસેતુ બ્રિજ બંધ કરાતા 40-45 કિલોમીટરનો ફેરો ફરવા પડશે 
વાહન ચાલક નૂર મહંમદ શેખ કહે છે કે, રાજપીપળા અને વડોદરા વચ્ચેના અંતરમાં સીધો જ 35 કિલોમીટરનો ઘટાડો થાય તે માટે વર્ષ 2002 રંગસેતુ બ્રિજ બનાવવામાં આવ્યો હતો. આ બ્રિજ બંધ થતા હવે રાહદારીઓ ને 40 થી 45 કિલોમીટરનો ફેરાવો કરવાનો વારો આવ્યો છે. હવે આ રંગસેતુ બ્રિજ કયારે ભારે વાહનો માટે ચાલુ કરવામાં આવશે, જેની કોઈ સ્પષ્ટતા કરવામાં ન આવતા રાહદારીઓ મુશ્કેલીમાં મૂકાયા છે. જોકે હાલ તો જાહેરનામાનો અમલ કરાઈ રહ્યો છે અને ટ્રાફિક વિભાગ દ્વારા મોટા વાહનોને રસ્તા અંગે માર્ગદર્શન પણ અપાય છે અને બ્રિજની બંને તરફ જાહેરનામા અંગે જાણ કરતા બોર્ડ પણ મૂકવામાં આવ્યા છે. જોકે વાહન ચાલકો સરકારના આ નિર્ણયને આવકારે તો છે પણ વહેલી તમે બ્રિજની ચકાસણી કરી ફરી ખુલ્લો મુકાય તેવી માંગ પણ કરી રહ્યા છે.

મોરબી જિલ્લામાં ત્રણ મેજર બ્રિજને ભારે વાહનોની અવરજવર માટે બંધ કરાયા 
માળિયા, હળવદ અને વાંકાનેર તાલુકામાં જુદા જુદા ત્રણ બ્રિજ ઉપર ભારે વાહનોની પ્રવેશબંધી કરાઈ છે. વર્ષો જૂના બ્રિજ જર્જરીત દુર્ઘટના ન બને તે માટે હાલમાં બ્રિજ બંધ કરાયા. ચોમાસા બાદ ત્રણેય સ્થળ ઉપર નવા બ્રિજ બનાવવા માટેની કામગીરી હાથ ધરાશે. જામનગર અને કચ્છ તરફ આવવા જવા માટેનો માળીયા બ્રિજ પાસે બંધ થતા વાહનચાલકોને 20 કિલોમીટરનો ફેરો વધશે. 

ગંભીરા બ્રિજ બાદ 50 કિમી દૂર ફરવું પડશે 
મુજપુર ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ સૌરાષ્ટ્રથી મધ્ય ગુજરાત પર અવરજવર કરતા વાહન ચાલકોને લાંબો રૂટ પરથી જવું પડશે. પાદરા વહીવટી તંત્રએ નોટિસ બોર્ડ લગાવ્યું. આ કારણે મહારાષ્ટ્રથી સૌરાષ્ટ્ર તરફ જતા ભારદારી વાહનોને 50 કિલોમીટરનો ફેરો પડશે. આ કારણે પાદરા ઈન્ડસ્ટ્રીઝને પણ મોટું નુકસાન થશે. 400 જેટલી ઈન્ડસ્ટ્રીઝના ભાવદારી વાહનો મુજપુર ગંભીરા બ્રિજનો ઉપયોગ કરતા હતા. આણંદ જિલ્લાના ખેડૂતોને પણ મોટું નુકસાન થશે. પાદરા સરદાર શાક માર્કેટમાં આનંદથી આવતા ખેડૂતોને પણ મોટું નુકસાન થશે. ખેડૂતોને શાકભાજી કે ફ્રુટ વેચવા માટે પાદરા આવતા હતા.

ઉમેટા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર પ્રતિબંધ 
ગંભીરા બ્રિજ દુર્ઘટના બાદ મોડે મોડે જાગેલા તંત્ર દ્વારા ઉમેટા બ્રિજ પરથી ભારે વાહનોની અવર જવર પર રોક લગાવતું જાહેરનામું પ્રસિદ્ધ કરાયું હતું. અને બ્રિજ પર ઉમેટા અને સિંધરોટ તરફ બેરીકેડ ગોઠવી પોલીસ તૈનાત કરી દેવામાં આવી હતી. અને બે દિવસમાં ભારે વાહનોની અવર જવર રોકવા લોખંડની એંગલ મારવાની વાત કરવામાં આવી હતી. પરંતુ આજે પાંચમાં દિવસે લોખંડની એંગલો લાવી ખાડા ખોદી એંગલો લગાવવાની કામગીરી શરૂ કરવામાં આવી છે. જ્યારે ઉમેટા તરફ માત્ર બેરીકેડ જોવા મળી હતી. તૈનાત પોલીસ જોવા મળી ન હતી જ્યારે જીઆરડીના જવાનો નજીકમાં પાનના ગલ્લે આરામ કરતા જોવા મળ્યા હતા. અને ઝી 24 કલાકનો કેમેરો જોતા જ પોલીસ અને જીઆરડીના જવાનો બેરીકેડ પાસે આવી ગોઠવાઈ ગયા હતા.

વલસાડના 5 પુલ બંધ
વલસાડ જિલ્લા કલેકટર દ્વારા જિલ્લાના માં કુલ 5 પૂલોને બંધ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. કલેકટરના આદેશની ગંભીરતાથી અમલવારી શરૂ થઈ છે અને બંધ કરવામાં આવેલા પૂલો પર પોલીસ પહેરો ગોઠવવામાં આવ્યો છે. ભારે વાહનોને રોકવામાં આવી રહ્યા છે. બંધ પુલો પર માત્ર નાના વાહનો જ પસાર કરવાની પરવાનગી આપવામાં આવી છે. જ્યારે ભારે વાહનોને જાહેર કરવામાં આવેલા વૈકલ્પિક રસ્તાઓ પર ડાયવર્ટ કરવામાં આવ્યા છે. જોકે પુલ બંધ હોવાથી ભારે વાહન ને કિલોમીટરોનો ચકરાવો મારવાનો વારો આવ્યો છે.  વહેલી તકે આ પુલોનું રીપેરીંગ કરી ફરી ચાલુ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે. જિલ્લામાંથી પસાર થતા અમદાવાદ મુંબઈ નેશનલ હાઇવે નંબર 56 પર જ ચાર પુલ બંધ કરવામાં આવ્યા છે. જેમાં તાન નદી, માન નદી, કોલક નદી અને રાતા ખાડી પરના પુલ બંધ કરાયા છે. તો વલસાડના ઓરંગા નદી પર આવેલા લીલાપોર પુલ પણ ભારે વાહનો માટે બંધ કરવામાં આવ્યો છે. 

મોરબીમાં 3 બ્રિજ બંધ
મોરબી જિલ્લામાં ત્રણ મેજર બ્રીજ ઉપર ભારે વાહનોની પ્રવેશ બંધથી કરવામાં આવી છે અને વૈકલ્પિક રસ્તાઓ માટે થઈને કલેકટર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે. જેની ચુસ્તપણે અમલવારી થાય તેના માટે થઈને પોલીસ દ્વારા બંદોબસ્ત પણ મૂકી દેવામાં આવ્યો છે અને માળીયા પીપળીયા હાઇવે રોડ ઉપર આવેલો બ્રિજ ભારે વાહનો માટે બંધ કરવામાં આવતા વાહનચાલકોને 20 કિલોમીટર કરતાં વધુનો ફેરો ફરવા જવું પડે તેવો ઘાટ સર્જાયો છે. 

સાબરકાંઠામા પણ આ પુલ બંધ
સાબરકાંઠામા હિંમતનગર-વિજાપુરને જોડતા સાબરમતી નદીનાં દેરોલ પુલને લઈ જાહેરનામું બહાર પડાયું છે. દેરોલ પુલ પરથી ભારે વાહનોની અવરજવર બંધ કરાઈ છે. વૈકલ્પિક માર્ગ હિંમતનગર-પ્રાંતિજ-અનોડિયા-મહુડી ચોકડી-વિજાપુર જાહેર કરાયો છે. હિંમતનગરના આરટીઓ સર્કલ પાસે દેરોલ પુલ બંધના બોર્ડ લગાવ્યા છે. ભારે વાહનોને આરટીઓ સર્કલ પર પોલીસ દ્વારા વૈકલ્પિક માર્ગ તરફ જવા જાણકારી આપી રહ્યા છે. જાહેરનામાના કડક અમલ માટે દેરોલ પુલ પાસે પણ પોલીસ ફરજ પર જોવા મળી. ભારે વાહનો સાથે એસટી બસ પણ વૈકલ્પિક રૂટ પર જશે. અધિક કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું. 

હિંમતનગર-વિજાપુર સ્ટેટ હાઈવે 55 પર સાબરકાંઠા-મહેસાણા જિલ્લાને જોડતો સાબરમતી નદી પરનો ઓવરબ્રિજની પેરાફીટ સહીત ખખડધજ પરિસ્થિતિ હોવાનું સામે આવ્યા બાદ પેરફીટનું સમારકામ કર્યું હતું. પરંતુ ઓવરબ્રિજ 59 વર્ષ જુનો હોવાને લઈને જોખમી હોવાની સંભાવના સાતેહ માત્ર સાડા સાત મીટર પહોળો અને 250 મીટરથી વધુ લાંબો છે જેને લઈને અધિક જીલ્લા કલેક્ટર દ્વારા કોઈ અક્સમાતની ઘટના ના બને તેને લઈને ઓવરલોડ અને ભારે વાહનોની અવર જવર બંધ કરવાનો નિર્ણય લીધા બાદ અધિક જીલ્લા કલેક્ટરે જાહેરનામું બહાર પાડ્યું હતું.જે થી સાબરકાંઠામાં હિંમતનગરના RTO સર્કલ પર જ પોલીસ મુકવામાં આવી છે. આ સાથે દેરોલ પુલ બંધ હોવાનું બેનર પણ લગાવવામાં આવ્યું છે. હિંમતનગર-વિજાપુર તરફ ભારે વાહનોને અટકાવી દેવામાં આવે છે અને તેમને વૈકલ્પિક માર્ગ પર જવા જાણકારી આપવામાં આવે છે.એટલું જ દેરોલ ઓવરબ્રિજ નજીક સાબરકાંઠાની હદમાં પણ આ કામગીરી પોલીસ ધ્વારા જાહેરનામાની કડક અમલવારી કરાવવામાં આવી રહી છે.ત્યારે અગામી સમયમાં અંદાજે 450 કરોડના ખર્ચે નવીન ઓવરબ્રિજ બનાવવાની કામગીરી પણ શરુ થશે.

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More