ઝી મીડિયા/બ્યૂરો :હાલ લગ્નની મોસમ ચાલી રહી છે. જેમાં સૌરાષ્ટ્રના કેપ્ટન જયદેવ ઉનડકટ મંગેતર રિની સાથે પ્રભુતામાં પગલા પાડ્યા છે. ગઈકાલે સાંજે આણંદના મધુબન રિસોર્ટમાં તેમની લગ્નવિધિ સંપન્ન થઈ હતી. સૌરાષ્ટ્ર રણજી ટીમના કેપ્ટન જયદેવ ઉનડકટ (jaydev unadkat) મિત્રો તથા પરિવારજનોની હાજરીમાં ઘોડીએ ચઢ્યો હતો. નજીકના લોકોને જ લગ્નનું આમંત્રણ આપવામાં આવ્યું હતું.
ગત 15 માર્ચના રોજ જયદે ઉનડકટ અને રીનીની સગાઈ થઈ હતી. જયદેવની પત્ની રીની વ્યવસાયે વકીલ છે. ત્યારે તેમના આ લગ્નપ્રસંગ ખાસ બની રહ્યા હતા. માત્ર નજીકના મિત્રો અને સગા સંબંધીઓની હાજરીમાં લગ્નવિધિ યોજાઈ હતી.
વેડિંગ પ્રાઇવેટ રાખવા ફોટોઝ કે વીડિયોઝ સોશિયલ મીડિયામાં વાયરલ ના થઇ તેની તકેદારી રાખવામાં આવી હતી. જોકે, કેટલાક મહેમાન ખાસ બની રહ્યા હતા. BCCIના પૂર્વ સેક્રેટરી નિરંજન શાહ, તેમનો પુત્ર જયદેવ શાહ, ગુજરાતી એક્ટ્રેસ ભક્તિ કુબાવત, સૌરાષ્ટ્રના વર્તમાન ખેલાડીઓ લગ્નમાં હાજર રહ્યા હતા.
બંનેએ સંગીત સંધ્યામાં કપલ ડાન્સ પણ કર્યો હતો.
જયદેવ ક્રિકેટનું કરિયર ધરાવતો હોવાથી લગ્ન પહેલા એક ફ્રેન્ડલી મેચ રમાઈ હતી. છોકરા અને છોકરી વાળા વચ્ચે લગ્ન પહેલાં ક્રિકેટ મેચનું આયોજન કરાયું હતું. જોકે, તેમાં રીનીની ટીમ જીતી હતી.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે