Morbi News હિમાશું ભટ્ટ/મોરબી : મોરબી નજીકના ઘુંટુ ગામે આજે પાટીદાર યુવા સેવા સંઘની ત્રીજી બેઠક યોજાઇ હતી. જેમાં ખાસ કરીને પાટીદાર સમાજના યુવાનોને યેનકેન પ્રકારે વ્યાજના ચક્રમાં ફસાવીને તેઓની પાસેથી રોકડા રૂપિયા, કિમતી મુદ્દામાલ અને જમીનો પડાવી લેવામાં આવે છે આ મુદ્દાની ચર્ચા કરવામાં આવી હતી. તેની સાથોસાથ માત્ર ત્રણ મિટિંગમાં મોરબી શહેર અને તાલુકાના પાટીદાર સમાજના 165 જેટલા પીડીતોની 200 કરોડ જેટલી રકમ વ્યાજખોરો દ્વારા માંડવાળી કરવામાં આવી છે અને આગામી સમયમાં આવી જ રીતે આ લડતને ચાલુ રાખવામાં આવશે.
પાટીદાર યુવાઓની વ્હારે આવ્યું સંઘ
મોરબી સહિત સમગ્ર ગુજરાતની અંદર વ્યાજખોરનું દૂષણ દિવસેને દિવસે વધી રહ્યું છે અને વ્યાજના ચક્રમાં ફસાયા બાદ અનેક પરિવારના માળા વિખાઈ ગયા છે તે હકીકત છે. તેવા સમયે મોરબીમાં પાટીદાર યુવા સેવા સંઘની મનોજભાઈ પનારાની આગેવાની હેઠળ રચના કરવામાં આવી અને ત્યારબાદ અત્યાર સુધીમાં બગથળા અને સનાળા ગામે બે મીટીંગ યોજાઇ હતી. ત્યારબાદ ઘુંટું ગામે ત્રીજી મિટિંગ યોજાઇ હતી. જેમાં મોટી સંખ્યામાં પાટીદાર સમાજના યુવાનો, મહિલાઓ સહિતના લોકો હાજર રહ્યા હતા અને આ પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા વ્યાજખોરોના ચક્રમાં ફસાયેલા પાટીદાર સમાજના યુવાનો સહિતનાઓને વ્યાજખોરોના ચુંગાલમાંથી છોડાવવા માટે થઈને કાર્યવાહી કરવામાં આવી રહી છે.
મિલકત દસ્તાવેજની નોંધણી અંગે સરકારનો મોટો નિર્ણય, હવેથી ફરજિયાત કરવું પડશે આ કામ
પાટીદાર યુવા સેવા સંઘની લડત ચાલુ રહેશે - મનોજ પનારા
માત્ર ત્રણ મિટિંગ યોજાઈ, જેમાં 165 કરતાં વધુ પીડિતો દ્વારા પાટીદાર યુવા સેવા સંઘના મનોજભાઈ પનારા સહિતનાઓનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને ત્યારબાદ ઘણા બધા વ્યાજખોરોની સામે ફરિયાદ નોંધાવવામાં આવી છે, કેટલાક વ્યાજખોરોની સામે પાસાની કાર્યવાહી કરવામાં આવી છે. તેમજ અંદાજે 200 કરોડ જેટલી રકમ વ્યાજખોરો દ્વારા માંડવાળ કરવામાં આવી છે. જેથી પાટીદાર સમાજને આ મુહીમથી બહુ મોટો ફાયદો થયો છે. તાજેતરમાં ગોંડલની અંદર એક ઘટના બની છે આવી ઘટના ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં અવારનવાર બનતી હોય છે. ત્યારે ગુંડા તત્વોની સામે, વ્યાજખોરોની સામે અને યેનકેન પ્રકારે પાટીદાર સમાજના લોકોની જમીન પચાવી પાડનારાઓની સામે પાટીદાર યુવા સેવા સંઘ દ્વારા આક્રમક લડત આગામી સમયમાં પણ ચાલુ જ રાખવામાં આવશે.
ફરી સળગ્યો લગ્નની નોંધણીનો મુદ્દો
દિનેશ બાંભણિયા એવું જણાવ્યું હતું કે પાટીદાર સમાજની દીકરીઓને ભગાડી જવા ની ઘટનાઓ દિવસેને દિવસે વધી રહી છે ત્યારે સમગ્ર ગુજરાતની અંદર પાટીદાર સહિત કોઈ પણ સમાજની દીકરી ભાગી જાય તો તેના લગ્ન કોઈ પણ જગ્યાએ થાય તો તેના મા બાપની સંમતિ હોવી જરૂરી છે અને તેની લગ્ન નોંધણી દીકરીના ગામની અંદર આવેલી પંચાયત, નગરપાલિકા અથવા મહાપાલિકામાં જ થાય તેવી વ્યવસ્થા ગોઠવાઈ તેના માટે થઈને સરકાર સમક્ષ માંગણી મુકવામાં આવેલ છે.
ગોંડલમાં પાટીદારોએ આંદોલન મોકૂફ રાખ્યું
તો બીજી તરફ, રાજ્યમાં ગોંડલ ફરી એક વખત ચર્ચામાં છે. રાજકોટના ગોંડલમાં પાટીદાર યુવાનને માર મરાતા સમાજમાં રોષ જોવા મળ્યો છે. જેને લઇને પાટીદાર સમાજના અનેક આગેવાનો સામે આવ્યા છે. રે હાલ પીડિત તરુણના પિતા દ્વારા મીડિયાને મહત્વનું નેવેદન આપવામાં આવ્યું છે. સાથે આવતીકાલે રાખવામાં આવેલ બંધનું એલાન મોકૂફ રાખ્યું છે.
હવામાન વિભાગનું મોટું એલર્ટ : 24 કલાક બાદ ગુજરાતના વાતાવરણમાં મોટો પલટો આવશે
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે