Home> Gujarat
Advertisement
Prev
Next

Rajkot: અધૂરા માસે જન્મેલા બાળકનું ''બ્લૉ બાય મેથડ'' થી ઓકિસજન લેવલ જાળવી બચાવ્યા પ્રાણ

નવજાત બાળકને ઓક્સિજનની ઘટ પુરી પાડવા સીધુ જ ઓક્સિજન (Oxygen) માસ્ક પર રાખી ન શકાય. તેના માટે ખાસ પદ્ધત્તિ “બ્લૉ બાય મેથડ” (Blow-By Method) દ્વારા બાળકને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. 

Rajkot: અધૂરા માસે જન્મેલા બાળકનું ''બ્લૉ બાય મેથડ'' થી ઓકિસજન લેવલ જાળવી બચાવ્યા પ્રાણ

ગૌરવ દવે/રાજકોટ : 108 ની કપરી કામગીરી કરતા જવાનોએ અનેક વાર લોકોના જીવ બચાવી પ્રાણરક્ષકની ભૂમિકા સુપેરે નિભાવી છે. આવો જ એક દિલધડક કિસ્સો હાલમાં જોવા મળ્યો હતો. નિશાબેન વસકોલ નામની 20 વર્ષીય મહિલાને આઠમા માસે જ પ્રસૂતિની પીડા ઉપડતા શાપર સી.એચ.સી. સેન્ટર ખાતે લાવવામાં આવ્યા હતાં. તેમની પરિસ્થિતિની ગંભીરતા જોતા તેમને 108 વાટે રાજકોટ સિવિલ હોસ્પિટલ (Rajkot Civil Hospital) ખસેડવા ડો. જાવિયા દ્વારા જણાવાયું હતું. 

fallbacks

108 ની એમ્બ્યુલન્સ (Ambulance) માં મહિલાને સ્થળાંતરિત કરતી વેળાએ  સમયના અભાવે એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ.ટી. રાજુભાઈ બાંભણીયાએ કોઠારીયા સોલ્વન્ટ પાસે રસ્તામાં જ મહિલાની ક્રિટિકલ ડીલિવરી કરાવી હતી. બાળક અધૂરા માસે જન્મ્યું હોઈ બાળકની પરિસ્થિતિ સામાન્ય નહોતી. 

ગુજરાતનું ધર્મજ છે ભારતનું સૌથી ધનિક ગામ, મેકડોનાલ્ડથી માંડીને હાઇટેક હોસ્પિટલ જેવી છે સુવિધાઓ

શરીરનો અમુક ભાગ બ્લુ કલર જેવો દેખાતો હતો. જેથી રાજુભાઈએ ઓનલાઇન ડોક્ટર (Online Doctor) ની સલાહ (ઈ.આર.સો.પી.) સાથે બાળક પહેલો શ્વાસ લે તે માટે સક્શન કરી શ્વાસ લઈ શકે તે માટે નળી ક્લિયર કરી હતી. બાળકને ઓક્સિજન (Oxygen) લેવલ પૂરું પાડવા “બ્લૉ બાય મેથડ” (Blow-By Method) દ્વારા શ્વાસોચ્છવાસની ટ્રીટમેન્ટ આપી બાળકને તેમજ માતાને સહીસલામત સિવિલ હોસ્પિટલ ખાતે ભરતી કરાયા હતાં.

આ અંગે 108 ના ઇમરજન્સી એક્ઝિક્યુટિવ વિરલ ભટ્ટે વધુ વિગત આપતા જણાવ્યું હતું કે, નવજાત બાળકને ઓક્સિજનની ઘટ પુરી પાડવા સીધુ જ ઓક્સિજન (Oxygen) માસ્ક પર રાખી ન શકાય. તેના માટે ખાસ પદ્ધત્તિ “બ્લૉ બાય મેથડ” (Blow-By Method) દ્વારા બાળકને ઓક્સિજન પૂરો પાડવામાં આવે છે. 

Selfie લેવા જતાં મોતને હાથતાળી આપી પાછો આવ્યો તરૂણ, ઘટનાનો લાઇવ વિડીયો આવ્યો સામે

આ મેથડમાં ઓક્સિજન (Oxygen) ની નળી એક હાથની બે આંગળી વચ્ચે રાખી બંને હાથની હથેળી દ્વારા ખોબો બનાવી તેને બાળકના નાક પાસે થોડી સેકન્ડ માટે સાયક્લિંક મેથડમાં નજીક-દૂર કરવામાં આવે છે. બાળકને બાહ્ય ઓક્સિજન (Oxygen) પૂરતા પ્રમાણમાં મળતો રહે તે રીતે આ કામગીરી ખુબ જ સાવધાનીપૂર્વક કરવી પડે છે તેમ વિરલભાઈ જણાવે છે.

માન્યામાં નહી આવે પણ સાચું છે!!! 0 % ના ખર્ચની ખેતી કરી લાખોની કમાણી કરે છે આ ખેડૂત

બાળકની પ્રસુતિના અનુભવી રાજુભાઈ જણાવે છે કે, અનેક મહિલાઓની ડીલિવરી હોસ્પિટલ પહોંચે તે પહેલાં જ કરવી પડે છે. બાળકની પ્રસુતિ સમયે બાળકને ઇન્ફેક્શનથી બચાવવા, નાળ ગળામાં વીંટળાઈ ગયેલી હોવાના કિસ્સામાં તેમજ એબ્નોર્મલ ડિલિવરીમાં ખુબ સાવધાની રાખી બાળક તેમજ તેની માતાને બચાવવાની કપરી કામગીરી કરવી પડે છે. રાજ્ય સરકાર (State Government) ની ઇમર્જન્સીમાં આરોગ્ય સેવામાં 108 ટીમની કપરી ભૂમિકા સદા આશીર્વાદ સમાન રહી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More