રક્ષિત પંડ્યા/રાજકોટ : શહેરમાં આગામી તારીખ 13ના રોજ એક સભાનું આયોજન કરાવામાં આવ્યું છે. આ સભામાં પાટીદાર નેતા હાર્દિક પટેલ, ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણી તેમજ જેએનયુના નેતા કનૈયાકુમાર એક મંચ પર હાજર રહેવાના છે. એક તરફ આ સભા માટે ટિમ ઇન્દ્રનીલ દ્વારા તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે.
બીજી તરફ સોસીયલ મીડિયા પર દેશની એકતા વિરોધીઓનો વિરોધ કરો, રાજકોટ બચાઓ દેશ બચાઓ ના બેનરો વાઇરલ કરવામાં આવતા ગરમાવો આવ્યો છે. પોસ્ટરમાં હાર્દિક, જીજ્ઞેશ તેમજ કનૈયાકુમાર પર લાલ ચોકડી કરીને તેનો સ્પષ્ટ વિરોધ કરવામાં આવ્યો છે. હાલ તો આ પોસ્ટર શહેરમાં ચર્ચાનો વિષય બન્યા છે ત્યારે આ સભામાં પણ ભારે હંગામો થવાની અટકળો સેવાઇ રહી છે.
ત્યારે બીજી બાજુ આ રેલી પહેલા હાર્દિક પટેલ દ્વારા લોકસભાની ચૂંટણી લડવાની જાહેરાત કરવામાં આવી છે. જેને લઇને ગુજરાતનું રાજકારણ ગરમાયું છે. અને આ કારણે હાર્દિકની હાજરીથી રાજકોટમાં યોજાવનારી સંવિધાન બચાવો દેશ બચાવો રેલીનો વિરોધ કરવામાં આવતો હોય તેવી પણ શક્યતાઓ છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે