Home> Gujarat
Advertisement
Prev
Next

પબુભા માણેકને સુપ્રીમનો મોટો ઝટકો, ધારાસભ્ય પદ હાથમાંથી ગયુ

દ્વારકાના વિધાનસભાની બેઠક પરના વિવાદમાં પબુભા માણેક તથા ભાજપે મોટો ઝટકો મળ્યો છે. પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે સુપ્રિમમાંથી રહાત નથી મળી. પબુભા માણેકની અરજી પર સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે પબુભા માણેકનું સભ્ય પદ રદ્દ કરતાં તેઓ હવે ધારાસભ્ય તરીકે કામ નહિ કરી શકે.

પબુભા માણેકને સુપ્રીમનો મોટો ઝટકો, ધારાસભ્ય પદ હાથમાંથી ગયુ

બ્રિજેશ દોશી/ગાંધીનગર :દ્વારકાના વિધાનસભાની બેઠક પરના વિવાદમાં પબુભા માણેક તથા ભાજપે મોટો ઝટકો મળ્યો છે. પબુભા માણેકને સભ્યપદ રદ્દ થવા મામલે સુપ્રિમમાંથી રાહત નથી મળી. પબુભા માણેકની અરજી પર સપ્ટેમ્બરમાં વધુ સુનાવણી હાથ ધરાશે. હાઈકોર્ટે પબુભા માણેકનું સભ્ય પદ રદ્દ કરતાં તેઓ હવે ધારાસભ્ય તરીકે કામ નહિ કરી શકે.

fallbacks

ઉલ્લેખનીય છે કે, 2017માં દ્વારકા વિધાનસભા ચૂંટણીમાં ભાજપ ઉમેદવાર તરીકે વિજેતા બનેલા પબુભા માણેકના ઉમેદવારી પત્રમાં ભુલ હોવાના દાવા સાથે મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં એક પિટિશન દાખલ કરી હતી. ગુજરાત હાઇકોર્ટે આ પિટિશનનો ચુકાદો આપતા 82 દ્વારકા વિધાનસભાની 2017ની ચૂંટણી રદ કરવાનો આદેશ આપ્યો હતો. જેના બાદ પબુભા માણેક સુપ્રિમ કોર્ટમાં ગયા હતા. તેમણે રાહત માટે સુપ્રિમમાં અપીલ કરી હતી, પંરતુ સુપ્રિમ તેને ફગાવી દીધી હતી. પબુભાની માંગણી સ્વીકારવામાં નથી આવી.

શું ભૂલ હતી ફોર્મમાં...
કોંગ્રેસના ઉમેદવાર મેરામણ ગોરિયાએ ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી હતી અને દાવો કર્યો હતો કે, પબુભાના ઉમેદવારી ફોર્મમાં ભૂલ છે. જેન લઇ તેમનું ઉમેદવારી ફોર્મ રદ કરવામાં આવે. ત્યારે મેરામણભાઇ ગોરીયાએ તેમના વકીલ દ્વારા ચૂંટણી અધિકારીને અરજી કરી હતી કે, ભાજપના ઉમેદવાર પબુભા માણેક જે ફોર્મ ભર્યુ હતું તેના ભાગ-1માં ઉમેદવાર કઇ વિધાનસભા લડવા માગે છે તે દર્શાવેલું ન હતું. આથી તેનું તેમજ તેના પુત્રનું ફોર્મ રદ કરવામાં આવે. આવી અરજી બાદ ચૂંટણી અધિકારીઓએ બંને ઉમેદવારો સામે નોટિસ કાઢી હતી. જોકે, કોંગ્રેસની વાંધા અરજી ન ચાલતા પબુભા આ બેઠક પર ચૂંટણી લડી શક્યા હતા.

દેશ વિદેશના લેટેસ્ટ ન્યૂઝ, જુઓ LIVE TV

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More