Home> Gujarat
Advertisement
Prev
Next

શ્રમજીવીઓના ડોક્યુમેન્ટ મેળવીને બોગસ એકાઉન્ટ ખોલાવી લોન દ્વારા આચરવામાં આવતુ કૌભાંડ

લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. નવમું ધોરણ પાસ આ માસ્ટરમાઈન્ડ નોકરી અપાવવા તથા લોન આપવાના નામે બેન્કો સાથે છેતરપિંડી કરતો હોવાની માહિતીના આધારે મસાલો પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

શ્રમજીવીઓના ડોક્યુમેન્ટ મેળવીને બોગસ એકાઉન્ટ ખોલાવી લોન દ્વારા આચરવામાં આવતુ કૌભાંડ

મૌલિક ધામેચા/ગાંધીનગર : લોકલ ક્રાઈમ બ્રાંચ દ્વારા એક માસ્ટરમાઈન્ડની ધરપકડ કરવામાં આવી છે. નવમું ધોરણ પાસ આ માસ્ટરમાઈન્ડ નોકરી અપાવવા તથા લોન આપવાના નામે બેન્કો સાથે છેતરપિંડી કરતો હોવાની માહિતીના આધારે મસાલો પોલીસ આ મામલાની તપાસ કરી રહી છે.

fallbacks

વાસણ આહીર 25 વર્ષથી આવે છે, એના એ કામ ગણાવે છે પણ ભાજપે ઘણા કામ કર્યા છે: સી.આર પાટીલ

હીરાલાલ તુરંતલાલ દાસ નામનો આરોપી ફક્ત નવમું ધોરણ પાસ છે, પરંતુ એણે એ પ્રકારની મોડસ ઓપરેન્ડી અપનાવી કે જેના થકી કેટલાય લોકો સાથે એણે છેતરપિંડી કરી હોવાના ગુનાનો ભેદ ઉકેલાઇ શકે છે. સામાન્ય મજૂર વર્ગના લોકોને ટાર્ગેટ બનાવીને હીરાલાલ તમને ફોન કરતો અને ત્યારબાદ એમના ડોક્યુમેન્ટના આધારે બોગસ એકાઉન્ટ ખોલીને બેંકોમાંથી લોન મેળવતો. ખોટી રીતે એકાઉન્ટ ઓપન કરીને હીરાલાલ એ બેંકોને કેટલા રૂપિયાનો ચૂનો ચોપડયો હશે એ બાબતની તપાસ પોલીસ આગળના દિવસોમાં કરશે. સૌથી મહત્વની બાબત હીરાલાલ દાસ નામના આ માસ્ટરમાઈન્ડ આરોપી સાથે અન્ય કોણ કોણ લોકો સંકળાયેલા છે એ બાબતે પણ પોલીસ આગળના દિવસોમાં રિમાન્ડ દરમિયાન આરોપી પાસેથી કબૂલાત કરાવશે.

અમદાવાદ સિવિલની અનોખી સિદ્ધિ: અંગદાનના મહાઅભિયાન અંતર્ગત 60 મું અંગદાન

હીરાલાલ દાસની ધરપકડ કર્યા બાદ પોલીસને એની પાસેથી ખૂબ મોટી માત્રામાં ચેકબુક આધાર કાર્ડ મોબાઈલ સીમકાર્ડ અને સ્વાઈપ મશીન સહિતની વસ્તુઓ પણ મળી આવી છે. આ પ્રકારનો મુદ્દામાલ કબજે થયા બાદ પોલીસને પણ આશંકા છે કે, ગાજીયાબાદ અને નોઈડાની આ ગેંગ મોટા પ્રમાણમાં સામાન્ય લોકોને શિકાર બનાવીને છેતરી રહી હતી. ભિલોડામાં એક વ્યક્તિ, સાથે છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ પોલીસને મળતા પોલીસે તપાસ શરૂ કરી અને આ સાથે ગેંગનો પર્દાફાશ થયો. સતત ૨૧ દિવસ સુધી ગાંધીનગર લોકલ ક્રાઈમ બ્રાંચની ટીમ દ્વારા ગાઝિયાબાદ તેમજ અન્ય સ્થળોએ વોચ રાખી ને સમગ્ર ગુનાના માસ્ટર માઇન્ડ હીરાલાલ દાસની ધરપકડ કરાઈ છે.

કથિત દારૂબંધી વચ્ચે દારૂડીયાઓના માત્ર વડોદરાના જ આંકડા જોઇ ચોંકી ઉઠશો, મહિલાઓ ત્રાહીમામ્

આખરે નવમું ધોરણ પાસ હીરાલાલ દાસ આ પ્રકારના ગુનામાં કેવી રીતે સંડોવાયો એની તપાસ કરતાં પોલીસના ધ્યાને એક વાત આવી. હીરાલાલ જાતે પોતે લોન લેવાની હોવાથી બેંકમાં એપ્લિકેશન આપી પરંતુ બેંક તરફથી કુરતી લોન ન મળવાના કારણે અને પૈસાની જરૂરિયાત હોવાના કારણે હીરાલાલ દાસે એવો રસ્તો અજમાવ્યો કે સામાન્ય પરિવારના તેમજ મજૂરીકામ કરતા લોકોને શિકાર બનાવ્યા. પોલીસ દ્વારા હીરાલાલ દાસના સાત દિવસના રિમાન્ડની માંગણી કરવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More