Home> Gujarat
Advertisement
Prev
Next

આ જિલ્લાઓમાં આજે મોસમનું ભયંકર સ્વરૂપ દેખાશે! 5 જિલ્લામાં વરસાદ, ખેડૂતો માટે જાહેર કરાયું એલર્ટ

Gujarat Monsoon 2025: હવામાન વિભાગે આજે રાજકોટ, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, દીવ, ભરુચ, સુરત, નવસારી, વલસાડ વડોદરા સહિત વિસ્તારોમાં છૂટાછવાયા સ્થળે હળવા ઝાપટાં ગાજવીજ સાથે વરસવાની આગાહી કરવામાં આવી છે. 

 આ જિલ્લાઓમાં આજે મોસમનું ભયંકર સ્વરૂપ દેખાશે! 5 જિલ્લામાં વરસાદ, ખેડૂતો માટે જાહેર કરાયું એલર્ટ

Gujarat Weather Update : ગુજરાતમાં પ્રિ-મોનસૂન પ્રવૃત્તિઓ થઈ શકે છે. 23 થી 30 મે દરમિયાન ઘણી જગ્યાએ પૂર્વ-ચોમાસાની ગતિવિધિઓ થઈ શકે છે. હવામાન વિભાગે આજે અને કાલે રાજ્યમાં હળવો વરસાદ પડવાની આગાહી કરી છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યના મોટાભાગના વિસ્તારમાં વરસાદ થઈ રહ્યો છે. 

fallbacks

15 થી 19 મે દરમિયાન રાજ્યના વિવિધ ભાગોમાં તોફાની પવન સાથે વરસાદ પડશે. વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ, નવસારી, વલસાડ, તાપી અને દમણ, દાદરા અને નગર હવેલીમાં છૂટાછવાયા સ્થળોએ વરસાદની શક્યતા છે. સૌરાષ્ટ્ર-કચ્છના જિલ્લાઓ જેવા કે રાજકોટ, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હળવો વરસાદ અને ગાજવીજ સાથે વરસાદની શક્યતા છે.

બુધવારે પડેલા વરસાદની વાત કરીએ ત સાબરકાંઠા, ડાંગ, વલસાડ, દાહોદ અને બોટાદ સહિતના 5 જિલ્લામાં વરસાદ નોંધાયો હતો. આજે પણ ગુજરાતમાં છૂટાછવાયા હળવા વરસાદનું યલો ઍલર્ટ જારી કરાયું છે. બીજી તરફ હાલ ખેડૂતો માટે એલર્ટ જાહેર કરાયું છે. માવઠાંના માહોલના પગલે આ કૃષિપેદાશો ઢાંકીને લાવવા,રાખવા સૂચના જાહેર કરાઈ છે. 

34 જિલ્લામાં ભારે વરસાદ પડ્યો
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, 15 મે, 2025ના રોજ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહિસાગર, વડોદરા, છોટા ઉદેપુર, નર્મદા, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, સુરેન્દ્રનગર, સુરેન્દ્રનગર, રાજેન્દ્રનગર, પં. જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, દ્વારકા, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છ જિલ્લામાં ભારે વરસાદ થયો હતો. 

હળવા ઝાપટાં અને ગાજવીજ વરસાદની આગાહી
હવામાન વિભાગે આ જિલ્લાઓમાં વરસાદ અને વીજળી પડવાની યલો ચેતવણી જારી કરી છે. આ સમયગાળા દરમિયાન, આ જિલ્લાઓમાં ભારે પવન પણ ફૂંકાશે. સૌરાષ્ટ્રમાં જેમાં મોટાભાગે વાદળો, ભેજ, ઠંડક હોય તેવો વાતાવરણનો નીચા દબાણનો વિસ્તાર એટલે કે ટ્રોફની સિસ્ટમ ગઈકાલે પ્રબળ હતી તે આજે મંદ પડી છે પરંતુ, તે સાથે ગુજરાત ઉપર ઉપરી હવાની ચક્રાકાર ગતિ સર્જાઈ છે. 

બુધવારે દાહોદ તાલુકામાં 0.75 ઇંચ, ઝાલોદમાં 0.71 ઇંચ, ડાંગ-આહવા તાલુકામાં 0.12 ઇંચ અને વધઇમાં 0.28 ઇંચ, સુબીરમાં 0.4 ઇંચ, બોટાદના ગઢડા તાલુકામાં 0.16 ઇંચ,  રાણપુર તાલુકામાં 0.4 ઇંચ વરસાદ નોંધાયો હતો. જો કે, વલસાડ પંથકમાં એક ઇંચ વરસાદને બાદ કરતાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વરસાદનો એકંદરે વિરામ રહ્યો હતો અને તેના પગલે તાપમાનમાં વધારો થયો છે. રાજકોટ 40.6, સુરેન્દ્રનગર 40.8, કંડલા 40 સે. સાથે એકાદ સપ્તાહ બાદ ફરી પારો 40 સે.ને પાર થયો છે. મૌસમ વિભાગ અનુસાર આગામી ચાર દિવસમાં આ તાપમાનમાં 4 સે. સુધી વધારો થવાની શક્યતા છે. 

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More