Gujarat Highcourt : ગુજરાતની શાળાઓમાં પહેલા ધોરણમાં પ્રવેશ માટે બાળકની ઉંમર છ વર્ષ ફરજિયાત કરવામાં આવી છે. જેની વિરુદ્ધમાં વાલીઓએ હાઈકોર્ટમાં કરેલી અરજી દરમિયાન હાઈકોર્ટે મહત્વનું અવલોકન કર્યું છે. 53 જેટલા વાલીઓએ આ નિયમને હાઈકોર્ટમાં પડકાર્યો છે. જેની સુનાવણીમાં જસ્ટિસ સંગીતા વિશેણેએ સરકારને આદેશ કર્યો છે કે, જે બાળકને છ વર્ષ પુરા થવામાં એક દિવસ બાકી હોય તેમને પ્રવેશથી વંચિત ન રાખી શકાય. આ મામલે હાઈકોર્ટે એક બાળકના પિતાએ કરેલી અરજીને માન્ય રાખી છે. અરજીમાં એવી રજૂઆત કરવામાં આવી હતી કે, બાળકને છ વર્ષ પુરા થવામાં એક જ વર્ષ ખૂટે છે. એવામાં જો તેને સરકારના નિયમ અનુસાર પહેલા ધોરણમાં પ્રવેશ ન આપવામાં આવે તો તેનું આખું વર્ષ બગડી શકે એમ છે.
6 વર્ષ પૂરા કરનારા બાળકને જ ગુજરાતની શાળાઓમાં ધોરણ-1 માં પ્રવેશ આપવાનો સરકારનો નિયમ છે. જેને 53 વાલીઓએ હાઈકોર્ટમાં પડકાર્યો છે. એક બાળકના પિતાએ હાઈકોર્ટમાં કરેલી અરજી કોર્ટે માન્ય રાખી છે. જેમાં રજૂઆત કરાઈ હતી કે, બાળકના 6 વર્ષ પૂરા થવામાં માત્ર એક જ દિવસ બાકી છે. આ કારણે તેને ધોરણ-1 માં પ્રવેશ ન આપાય તો તેનું આખું વર્ષ બગડી શકે છે.
તલાટીની પરીક્ષા માટે જાણવા જેવું : હસમુખ પટેલે આપી પરીક્ષાના નવા નિયમોની માહિતી
જસ્ટિસ સંગીતા વિશેણે સરકારને આદેશ કર્યો હતો કે, જે બાળકોને 6 વર્ષ પૂરા થવામાં એક દિવસ બાકી હોય તો તેમને પ્રવેશથી વંચિત ન રાખી શકાય. હાઈકોર્ટે બાળકને પ્રવેશ અપાવવાનો આદેશ આપ્યો છે. હાઈકોર્ટે કહ્યું કે, એક દિવસના કારણે બાળકનું આખુ વર્ષ ન બગાડી શકાય.
અરજદાર પિતા તરફથી રજૂઆત કરાઈ હતી કે, રાઈટ ઓફ ચિલ્ડ્રન ટુ ફ્રી એન્ડ કમ્પલસરી એજ્યુકેશન રુલ્સ 2012 ના રૂલ-3 ના સબ રૂલ (1) ને પણ પડકારવામા આવ્યો છે.
ગુજરાતના ઇતિહાસમાં પહેલીવાર ઉનાળામાં નદીઓ વહી, આગામી ત્રણ કલાક માટે આવી નવી આગાહી
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે