Home> Gujarat
Advertisement
Prev
Next

શાળામાં ભુવો ધૂણ્યો : ‘શાળામાં ભૂતનો પડછાયો’ કહી ભુવાએ 140 વિદ્યાર્થીનીઓ પર વિધિ કરી

Bhuvo In School : બારડોલીના મઢી ગામે આશ્રમ શાળામાં અંધશ્રદ્ધાની ઘટના.....  વિદ્યાર્થિનીની તબિયત લથડતા ડોક્ટરના બદલે બોલાવ્યો ભૂવાને...... ભૂતનો પડછાયો હોવાનું કહી ભૂવાએ ધોરણ 9થી 12ની 140 વિદ્યાર્થિનીઓ પર કરી વિધિ....

શાળામાં ભુવો ધૂણ્યો : ‘શાળામાં ભૂતનો પડછાયો’ કહી ભુવાએ 140 વિદ્યાર્થીનીઓ પર વિધિ કરી

Superstition : ગુજરાતનું શિક્ષણ પહેલેથી જ બદનામ છે. ગુજરાતમાં શિક્ષણના નામે વેપારીકરણના અનેકવાર વિરોધ થયા છે. ત્યારે હવે ગુજરાત સરકાર વિવિધ નિર્ણયો અને સુધારા કરીને પોતાની છબી સુધારવાનો પ્રયાસ કરી રહી છે. છતાં સરકારી શાળાઓમાં ચાલતા ધતિંગ બંધ થઈ રહ્યા નથી. ગુજરાતમાં શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. તાજેતરમાં જ શાળામાં લંપટ ગુરુ આસારામની આરતી ઉતારવાની ઘટના તાજી જ છે. ત્યાં સુરતમાં જિલ્લાની શાળામાં અંધશ્રદ્ધાની ઘટના સામે આવી છે. બારડોલીની એક શાળામાં ભુવો બોલાવવામા આવ્યો હતો. એટલુ જ નહિ ભુવાએ 140 વિદ્યાર્થીનીઓ પર વિધિ કરી હતી. 

fallbacks

શું બન્યુ હતું
બારડોલીના મઢી ગામની વાત્સલ્યધામ આશ્રમ શાળાની આ ઘટના છે. જેમાં એકસાથે વધુ વિદ્યાર્થીનીઓની તબિયત બગડતાં શાળા સંચાલકોએ ડોક્ટરની જગ્યાએ ભૂવાને બોલાવ્યો હતો. ભૂવાએ શાળામાં ભૂતનો પડછાયો હોવાનું કહીને વિધિ કરી હતી. એટલું જ નહિ, ધોરણ 9 થી 12 માં ભણતી 140 વિદ્યાર્થીઓેને પીંછી નાંખી હાથમાં લાલ દોરો બાંધ્યો હતો.

આ પણ વાંચો : 

ગુજરાત હાઈકોર્ટને 7 નવા જસ્ટિસ મળશે, આ નામોનું લિસ્ટ મોકલાયું

દેશની ટોચની ફાર્મા કંપની પર સાઇબર એટેક, તમામ પ્લાન્ટ પર કામ ઠપ્પ થયું

શિક્ષણના ધામમાં અંધશ્રદ્ધા 
શિક્ષણના ધામમાં આ રીતે વ્યાપેલી અંધશ્રદ્ધા કેટલી યોગ્ય. શાળામાં વિદ્યાર્થીનીઓની તબિયત બગડી હોય તો ભુવાને ડોક્ટરોને કેમ ન બોલાવવામાં આવ્યા. આવામાં જો વિદ્યાર્થીનીઓની તબિયત બગડે તો કોણ જવાબદાર. શું શાળાઓ આ રીતે બાળકોને અંધશ્રદ્ધાના પાઠ ભણાવશે. શું ગુજરાતનું ભવિષ્ય આવું અંધશ્રદ્ધાવાળું રહેશે.

આસારામની આરતી ઉતારાઈ હતી
તાજેતરમાં મહીસાગર જિલ્લા શિક્ષણાધિકારીના આસારામના આશ્રમમાં પૂજા કરતા ફોટા સામે આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અને પ્રાથમિક શિક્ષણ સંઘના પ્રમુખ બિપીન પટેલના ફોટા સોશિયલ મીડિયામાં વાયરલ થયા હતા. આસારામના આશ્રમમાં પૂજા કરતા જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરીના ફોટા સામે આવ્યા હતા. જિલ્લા શિક્ષણાધિકારી અવનીબા મોરી આશ્રમમાં લોકોને પ્રવચન આપતાં હોય તેવાં ફોટા છે. એટલુ જ નહિ, લુણાવાડા જામાં પગીના મુવાડા પ્રાથમિક શાળામાં આસારામની આરતી કરાવાઈ હતી. 

આ પણ વાંચો : 

ગુજરાતમાં આવી અણધારી આફત, કમોસમી વરસાદ અને ગરમીનું એકસાથે આગમન

ગુજરાતીઓને મોટો ઝટકો, ઘીના ભાવમાં 28 રૂપિયાનો વધારો

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More