Home> Gujarat
Advertisement
Prev
Next

અમદાવાદમાં 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ

મહત્વનું છે કે, પાસના કન્વીનર હાર્દિક પટેલે 25 ઓગસ્ટે આમરણાંત ઉપવાસ કરવાની જાહેરાત કરી હતી. 

અમદાવાદમાં 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ

અમદાવાદઃ હાર્દિક પટેલના આમરણાંત ઉપવાસ આંદોલન પહેલા અમદાવાદમાં ધારા 144 લાગુ કરી દેવામાં આવી છે. અમદાવાદ પોલીસ કમિશનર એકે સિંઘે જાહેરનામુ બહાર પાડીને શહેરમાં 14 દિવસ સુધી કલમ 144 લાગુ કરી દીધી છે. જે 25 ઓગસ્ટથી 8 સપ્ટેમ્બર સુધીનું રહેશે. જેને પગલે હવે શહેરમાં એક જ સ્થળે લોકોનું ટોળુ એકઠા નહીં થઈ શકે. સાથે જ પોલીસ કમિશનરે પોતાના જાહેરનામામાં ઈજા પહોંચે તેવા હથિયારો સાથે રાખવાની મનાઈ ફરમાવી છે.  સ્ફોટક પદાર્થ સાથે નહીં રાખવા, પથ્થર હથિયારો સાથે એકઠા ન થવું, સળગતી મશાલો સરઘસ સાથે ન રાખવી, વ્યક્તિ અથવા આકૃતિ અથવા પૂતળા ન દેખાડવા, એકઠા થઇને બૂમો ન પાડવી, છટાદાર ભાષણો ન આપવા, જેનાથી રાજ્યની સલામતી જોખમાય એ કાર્ય ન કરવા આદેશ કરવામાં આવ્યા છે. 
 

fallbacks

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More