જૂનાગઢઃ વંથલી ગામે પાટીદાર અનામત આંદોલન સમિતિ દ્વારા ખેડૂત સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. પાસ કન્વીનર હાર્દિક પટેલ આ કાર્યક્રમમાં સંબોધન કરશે. હજારો લોકો સંમેલનમાં ભાગ લેવા પહોંચી ગયા છે. ખેડૂત સત્યાગ્રહ કાર્યક્રમની તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે. ખેડૂતોના મુદ્દાને લઇને અને સામાજિક ન્યાયની માંગને લઇ ખેડૂત સત્યાગ્રહનું આયોજન કરવામાં આવ્યું છે. પૂર્વ કેન્દ્રીય વિદેશ અને નાણા પ્રધાન યશવંતસિન્હા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી અને હાલ સાંસદ સભ્ય શત્રુધ્ન સિંહ આ કાર્યક્રમમાં ભાગ લઇ શકે છે.
સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે