Home> Gujarat
Advertisement
Prev
Next

અંબાજીમાં થયો એવો ચમત્કાર કે પોલીસ સહિત સમગ્ર લોકોએ પોતાના કાન પકડી લીધા

મૃત્યુ સમજેલો વ્યક્તિ જીવીત નીકળ્યો હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. અંબાજીના કુમ્ભારીયાની ઘટના સામે આવી છે. અંબાજીના કુમ્ભારીયામાં સર્જાયેલી ઘટનાએ લોકો વચ્ચે ભારે કુતુહલ સર્જયું છે. શક્તિપીઠ અંબાજીમાં કુંભારીયા જૈનદેરાસર જવાના માર્ગે એક નાળામાં કોઈ અજાણ્યા પુરુષના પગ દેખાતા મૃતદેહમાનીને અંબાજી પોલીસને જાણ કરવામાં આવી હતી. 

અંબાજીમાં થયો એવો ચમત્કાર કે પોલીસ સહિત સમગ્ર લોકોએ પોતાના કાન પકડી લીધા

અંબાજી : મૃત્યુ સમજેલો વ્યક્તિ જીવીત નીકળ્યો હોવાની વિચિત્ર ઘટના સામે આવી છે. અંબાજીના કુમ્ભારીયાની ઘટના સામે આવી છે. અંબાજીના કુમ્ભારીયામાં સર્જાયેલી ઘટનાએ લોકો વચ્ચે ભારે કુતુહલ સર્જયું છે. શક્તિપીઠ અંબાજીમાં કુંભારીયા જૈનદેરાસર જવાના માર્ગે એક નાળામાં કોઈ અજાણ્યા પુરુષના પગ દેખાતા મૃતદેહમાનીને અંબાજી પોલીસને જાણ કરવામાં આવી હતી. 

fallbacks

ગુજરાતમાં નાઈટ કર્ફ્યૂ નહીં બગાડી શકે તમારી 31st પાર્ટીની મજા, ઘરે રહી કરો આ કામ

ઘટના અંગે માહિતી મળતાની સાથે જ પોલીસ ઘટના સ્થળે પહોંચી સધન તપાસ હાથ ધરાતા નાળાની અંદર પડેલા માણસને બહાર કાઢવા માટેની કાર્યવાહી હાથ ધરી હતી. માણસના પગ હલનચલન થતા જીવિત હોવાનું લાગતા પોલીસે તાત્કાલિક નાળામાંથી તે વ્યક્તિને બહાર કાઢવાના પ્રયાસ હાથ ધર્યા હતા. જો કે ભારે જેહમતના અંતે નાળામાં ફસાયેલા વ્યક્તિને જીવીત બહાર કાઢવામાં આવ્યો હતો. જો કે આ વ્યક્તિને બહાર કઢાતા જ સ્થાનિક લોકો સહિત પોલીસમાં પણ આશ્ચર્ય ફેલાયું હતું. 

સંતાન પ્રાપ્તીની માટે પરિણીતા સારવાર માટે પહોંચી, ડોક્ટરે કહ્યું તમામ વસ્ત્રો ઉતારી માત્ર પાનેતરમાં આવો અને...

તાત્કાલિક 108 એમ્યુલન્સ મારફતે આ વ્યક્તિને અંબાજીની જનરલ હોસ્પિટલ મોકલવામાં આવ્યો હતો. જો કે આ વ્યક્તિ નાળામાં કેવી રીતે ગયો? અને કેટલા સમયથી અંદર રહ્યો હતો? તે બાબતે કોઈ સ્પષ્ટતા થવા પામેલ નથી. જોકે આ વ્યક્તિ અજાણ્યો અને અસ્થિર મગજનો હોવાનું જાણવા મળ્યું છે. ઠંડીથી બચવા નાળામાં ઘુસ્યો હોય તેવુ મનાઈ રહ્યુ છે. અત્રે નોંધનીય છે કે, આ ઘટનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી છે. 

લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમારી Zee News App ડાઉનલોડ કરો, અમારી સાથે જોડાઓ : facebook | twitter | youtube

સમાચાર જગતની પળે પળની માહિતી હવે આંગળીના ટેરવે, તો રાહ કોની જુઓ છો, આજે જ જોડાઈ જાઓ અમારી WhatsApp channel સાથે

Read More